________________
રાજા લક્ષ્મણુસીંહ, ચિતોડ ઉપર અલ્લાઉદીનનેા હુમલા ઈ
૧૩૭
ચરણના સ્પર્શ કરી ખેલ્યા. “ો મુ ંઝનુ મસ્તક છેદન કરી શકીશ તાજ દેશમાં ફરી આવીશ. નહિ તે દેશમાં આવીશજ નહિ. ત્યારપછી ઘેાડા સમયમાં સઘળાના જોવામાં આવ્યું જે વીર ખાળક હમિર મુંઝનુ છેદેલ મસ્તક પલાણુ ઉપર નાંખી કૈલવારના માર્ગોમાં પેસે છે ધીર ભાવે, અને નમ્રભાવે હમિરે પોતાના જયનુ ચિન્હ મુંઝુનું મસ્તક કાકાના ચરણ પાસે મુકી કહ્યું. “ આપ ! આ આપના શત્રુનુ` મસ્તક ઓળખી લ્યે.” અજયસિંહ અતિશય આનંદિત થયા. તે સમયે રાણા લક્ષ્મણસિંહની ભવિષ્યવાણી તેને યાદ આવી. તે સમયે જે વિધાતાએ ડુમિરના ભાગ્યમાં રાજ્ય પ્રાપ્તિ લખી છે. પ્રીતિ પ્રફુલ્લ હૃદયે તેણે વિજયી ભત્રીજાને સુખન કર્યું. અને તે વિજીત શત્રુનાં મસ્તકથી નીકળતું લોહી લઈ તેના લલાટમાં તેણે તેનાથી રાજ તિલક કર્યું. અન્યસિંહના પુત્રાએ જાણ્યું જે તેના અદૃષ્ટમાં રાજ્યપ્રાપ્તિ નથી. પારકાના રૂડા ભાગ્ય ઉપર આધાર રાખી તેને જીવીકા ચલાવવાની છે. એવી 'વિષમ ચિ'તાના વિષદશને વડે જરીભૂત થઈ મોટા પુત્ર અજીતસિંહે કૈલવારામાં દેહ છેાડયા, સજનસિંહ પ્રદેશ છેડી ચાલ્યા ગયા. મનદુઃખથી અત્યંત ગ્લાનિ પામેલ, સૂજનસિ ંહે દક્ષિણાવતમાં જઇ પેાતાનું વંશ વૃક્ષરાખ્યું. તે વશમાં એક કાળે એક મહાવીર પેદા થયા. જેના પ્રચંડ પ્રભાવે સઘળુ ભારત વર્ષ ખળભળીત થઈ ગયું. તે મહાવીર મહારાષ્ટ્ર કુળતિલક ચવનંદદ્વારક શીવાજી # હતા.
સંવત ૧૩૫૭ ( ઈ. સ. ૧૩૦૧ ) માં વીરનર હમિર, મેવાડ રાજ્યે. અભિષિક્ત થયા પણ તેનું રાજ્ય ધન વીગેરે દુશ્મનના કબજામાં હતુ. જે દિવસે તેના કાકા અજયસિહૈ, તેના લલાટમાં રાજયતિલક કર્યું` તે દિવસથી તે ચેાસઠ વર્ષના કાળમાં વીરનર હમિર મેવાડના પ્રનષ્ટ ગૈારવના ઉદ્ધાર કરવા શક્તિવાળા થયે. રાજથ્થાનમાં ટીકાડાર નામનુ વીરાનુષ્ઠાન પ્રચલિત છે. એ પ્રથા અતિ પ્રાચીન કાળથી ચાલી આવે છે. જ્યારે રજપુત પિતૃરાજ્ય ઉપર અભિષિક્ત થાય ત્યારે સૈન્ય સામ'ત સાથે નિકટના કે દૂરના કોઇ શત્રુના રાજ્ય ઉપર હુમલા કરે, ત્યાં શાંતિનો ભંગ કરી તે ચાલ્યા આવે. હમિર જ્યારે પિતૃ રાજ્ય ઉપર આ ત્યારે તે પ્રથાને અનુસરી, પિતૃવૈરી અલૈચાના રાજ્ય ઉપર હુમલેા કરવા ગયે, ત્યાં તેણે તેના વૈરીને પથેલીઉ નામના કિલ્લા હસ્તગત કર્યાં. એ પ્રસિદ્ધ ટીકાડાર નામના પ્રસિદ્ધ વીરાનુષ્ઠાનમાં તેણે જે પ્રચંડ વીરતા બતાવી છે. તેથી તેના ભવિષ્ય વીરચરિતનું પૂર્ણ પ્રતિબખ પ્રતિભાત થાય છે.
* મેવાડના ભટ્ટ ગ્રંથમાં શિવાજીનું વરા વિવરણ સવિસ્તર આપેલ છે. પ્રયાજનાનુસારે તેને ટુંકસાર અહીં આપવા યાગ્ય છે, અસિંહ, મુજનસિંહ, દિલીપ, શીવજી, તરતજી, દેવરાજ, ઉગ્રસેન, માહુલજી, ખેલજી, જનક, સત્ય, શંભુજી, શિવષ્ટ, (શિવાજી મહારાષ્ટ કુળને સ્થાપના કર્તા ) રામરાજા, ત્યારપછી પેશવાના કબજામાં મહારાષ્ટ્ર સિહાસન આવ્યું.
૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com