________________
૧૩૮
ટીડ રાજસ્થાન
ભટ્ટ ગ્રંથોમાં લખે છે, “ જે દીવસ અજમલ (અજયસિંહ) પરલેકવાસી થયે, તે દીવસે, અરીસિંહના તન મીત્યાનમાંથી તલવાર કહાડી. તે તલવાર તેના હાથમાં હમેશને માટેજ રહી. વાસ્તવીક છે જે હમિરના હાથમાંથી, તેના કામને શત્રુના વિરૂદ્ધ જતાં, તલવાર મયાન કરવાનો સમય મળી શકે નહોતા. દીલ્લીશ્વરના સેના દળ સાથે માલદેવ ચિતોડનગરે રહેવા લાગ્યો, વીરવર હમીરની પાસે મુકીભર દળ હતું એ ન્યુન દળ લઈ તે શી રીતે દીલ્લીશ્વરની સાથે લડવા રણસંગ્રામાં ઉતરી શકે? એવી અવસ્થામાં તેણે જે માગ લીધો તેથી તેનું અભીખ શી રીતે સિદ્ધ થયું. તેણે શત્રુઓના માટે ખાઈએ રાખી. અને તેથી લોકોને નાશ થવા લાગ્યું. ત્યાર પછી ચારે તરફ એવી ઘોષણને તેણે પ્રચાર કર્યો. જે “જેઓ મહારાજ હમિરનું પ્રભુત્વ સ્વીકારે છે. તેઓ પિતપિતાનું વાસસ્થાન છેડી પરિવાર સાથે મેવાડના પૂર્વ પશ્ચિમ પ્રાંતમાં રહેલ ગિરિત્રજમાં જઈ આશ્રય ગ્રહણ કરે. નહિ તેઓ દેશ શત્રુમાં ગણાશે અને તેના ઉપર સંકટ આવી પડશે.
એ ઘોષણા પ્રચારિત થઈ કે તુરત, લોકનાં ટેળાં, પિતાના નિવાસ સ્થળ છોડી દઈને આરાવલીની પર્વતમાળાની અંદર રહેવા ગયાં. દેશરી યવનના ઉપર બને તેટલે અત્યાચાર કરવામાં હમિરે કંઈ પણ કસર રાખી નહી. મેવાડના પ્રદેશ છેડી, બીજા સ્થળે પ્રજા મંડળી રહેવા ગઈ તેથી રસ્તાઓ દુર્ગમ થઈ પડયા. એ રીતની નીતીનું અવલંબન કરવાથી કમેકમે શત્રુઓને અધપાત કરવા હમિર સમર્થ થયે. શત્રુઓ તે દુર્ગમગિરિ પ્રદેશમાં તેનું અનુસંધાન કરી શકતા નહિ. કમેકમે તેઓના સેનાદળનો નાશ થવા લાગ્યો હમિરના એવા આચરણથી મેવાડની નીચેની ભૂમિ કમેકમે ઉજડ થઈ ગઈ, જે સઘળાં ક્ષેત્રો, લીલામહેલની લહરી "લીલામાં હાસ્ય કરતાં હતાં. તે સઘળાં જંગલી વેલા અને તૃણથી ઢંકાઈ ગયાં, હાટ બજાર વિગેરે ઉત્સાહરહીત નિસ્તેજ થયાં. એવી રીતની સમયોચિત બુદ્ધિનું
અવલંબન કરવામાં વિરવર હમિરે ખરેખર બુદ્ધિશાળીનું કામ કરેલ છે. એ રીતની - નીતિ, ગિલહોટ ફળની હિતકારક હતી. ઈસ્વીસનના દસમા સૈકામાં જ્યારે ભારત- વર્ષ, દુધર્ષ ગજનાનવીર મહમદની પ્રચંડ પીડાથી કંપીત થયું. તે સમયથી તે - ઈસ્વીશનના અઢારમાં સૈકામાં દીલીવર મહમદના રાજ્યકાળ સુધી મેવાડના • રાજાઓએ યવનના અત્યાચારથી બચવા એવી રીતની કુટ નીતિનું અવલંબન કરેલ છે. તેનું વિવરણ મેવાડના ઈતીહાસથી માલુમ પડે છે.
હમિર કેલવારામાં વસવા લાગ્યો. કેલવારા હાલ સુધી વિજન પાર્વતીય પ્રદેશમાં ગણાતું હતું, હવે તે હમિરના રૂડા કૌશલથી મોટી વસ્તીથી આબાદ થયું. મેવાડના ઘણાખરા પ્રદેશવાશીઓ ત્યાં આવી વસ્યા હતા. આવા સંકટના સમયમાં પર્વતમાળાને આશ્રય લઈ હમિરે જે પ્રદેશે આબાદ કયાં તેમાં તેની પ્રખર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com