________________
રાજા લક્ષમણસિંહ, ચિતોડ ઉપર અલાઉદીનને હુમલે ઈ. ૧૩૧ ઉદ્ધાર કરવા લડાઈમાં ઉતરવાની રાણાએ ગોઠવણ કરી. આ ભયંકર ગોઠવણ પુરી ન થઈ એટલામાં એક ભયંકર વ્યાપાર સાધવાની ગોઠવણ કરવાનું આવી પડયું. તે ભયંકર ગ્યાપારનું નામ “જહરવૃત” રજપુત કુળની કામનીઓને અગ્નિ કુંડમાં નાંખી વિજયી શત્રુ કુળના હાથ થકી તેઓના સતીત્વનું રક્ષણ કરવા માટે ભયંકર “ જહરવૃત ”ને સ્વીકાર કરવામાં આવતું હતું. શત્રુના હુમલામાંથી સ્વદેશને રક્ષવાને અને સ્વાતંત્ર રાખવાને રજપુત પાસે કઈ બીજો ઉપાય ન હોય ત્યારે, તે ભયંકર કાળમાં, રજપુતે, તે ભયાવર જહરવુતનું ઉઘાપન કરતા હતા. આજ ચિતોડને તે ભયંકર કાળ આવી પહોંચે. હાલ ચિતોડના રક્ષણ માટે કાંઈ ઉપાય રહ્યું નહિ એટલે કે હવે તે ભયંકર જહરવૃતનું ઉદ્યાપન ખરેખરૂં પ્રજનીય હતું રાજપુરીના જનાનખાનાના મહેલમાં અક ભૂમિ ગર્ભમાં સુરંગ હતી તે સુરંગમાં દિવસના સમયે ઘોર અંધકાર રહેતું એ સુરંગમાં મેટાં સાગનાં લાકડાં નાંખી અગ્નિ પ્રજવલિત કયે, જોતા જોતામાં છુટા કેશવાળી રજપુત સ્ત્રીઓ હદયવિદારક શેક સંગીત ગાતી ગાતી તે ભયંકર સુરંગ તરફ અગ્રેસર થઈ ચિતેડના વીરરજપુતે, મુખમાં આંગળી ઘાલી મુંગા થઈ તે ભયંકર દુશ્ય જોતા હતા. અનંત કાળના માટે તેઓના પાસેથી વિદાયગિરિ.લઈ તેઓની સંમુખે, રજપુત સીએ પાવન પાવકમાં પડવા ચાલી, તોપણ રજપુત વિરેની આંખમાં આંસુનું એક બિંદુ નહોતું પડયું, આજ તેઓના નયન સુકાં અને કેરાં હતાં, આજ તેઓના નયને ધગેલ તાંબા જેવાં લાલચળ હતાં જેઓના હદય એક દિવસ પ્રેમસુધાના ઝરા સ્વરૂપે હતાં. આજ તે હૃદયે, સુકા મરૂ સ્મશાનમાં મણિન્ત નાશ થયાં હતા. દેખતાં દેખતાં તે સ્ત્રીઓ સુરંગદ્વારે આવી તેઓના સંમુખે પગથીઆની પંક્તિ હતી તે ઉપરથી ધીરે ધીરે તેઓ ઉતરી. એટલામાં ઉપરના ભાગમાં થઈને સુરંગનું લેહકપાટ બંધ થયું. અસંખ્ય હતભાગિની રજપુત સ્ત્રીઓને કરૂણ સ્વર એક દમ લીન થઈ ગયે, પછી કાંઈ સાંભળવામાં આવ્યું નહિ, હાય ! સઘળું ઉડી ગયું રૂપ, વન, લાવણ્ય, ગૌરવ વગેરે સઘળું સર્વસંહારક પાવકમાં ભસ્મીભૂત થઈ ગયું!
એ ભયકારક મહરશક જહરવૃતનું ઉદ્યાપન થઈ ચુકયું. ખુદ રણાંગણમાં ઉતરી લડી :જીવન આપવા રાણે તૈયારી કરવા લાગ્યું પણ તેનાં પ્રિયતમ પુત્ર અજયસિંહે તેને તેમ કરવા બાધા આપી. તેણે પિતાને રણાંગણમાં ઉતરવા દીધો નહિ, પિતા પુત્ર વચ્ચે અનેક તર્ક વિતર્ક વાગ્વિતંડા થઈ પણ છેવટે રાણ તેમાં જયી થયે, અજયસિંહને પિતાને હુકમ પાળવા ફરજ પડી, તે ચિતેડ છડી ચાલ્યા ગયા. કેટલાક સૈનિકે સાથે લઈ શત્રુની છાવણ વીધી તે આહત વિના, કેલવાર પ્રદેશમાં જઈ પહોંચે. હવે રાણાની ભાવના રહી નહિ. પિતૃ લેકને પિંડદાન કરવા ઉપયુક્ત પાત્ર જીવતે રહ્યા. બાપારાઓળને વંશ અનંત વિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com