________________
૧૩૦
ટડ રાજસ્થાન. છે. પણ તેથી મારું શું થાય ! હમેશ એક એક રાજકુમારને રાજસિંહાસને બેસારો, એવી રીતે બારે રાજકુમારને સિંહાસને બેસારે. તેઓ રણસ્થળે લડી પ્રાણ ત્યાગ કરે તેજ હું ચિતડમાં રહીશ. દેવી એમ કહી ચાલી ગઈ. ચિતડના સરદાર સામંત વિગેરે ઘોર વિસ્મયમાં આવી પડયા.
દેવીને આદેશ કઠેર અને મુશ્કેલ હતું તે પણ તે પાળવા રજપુતા. ઉત્સાહીત અને રાજી થયા. તેઓ જીવતા છતાં દુરાચાર યવને ચિતોડમાં પેસી તેઓનાં ધન લુંટી જાય, તેઓના જીવનની જીવન સ્વરૂપિણી મહીલાનું અમુલ્ય સતીત્વ હરણ કરે, તે વાત તેઓના મનમાં અસહ્ય હોઈ સાલતી હતી. દુકામાં ભગવતીને આદેશ પાળવા તેઓએ એકલીંગ મહાદેવના શપથ લીધા. અને તેઓએ પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી તેઓના દેહમાં પ્રાણ રહે ત્યાં સુધી તેઓ યવનને ચિતેડમાં પેસવા દેશે નહિ. હવે ભગવતીને આદેશ પાળવામાં બાર પુત્રમાંથી પહેલાં કયા પુત્રે સિંહાસને બેસી, રણાંગણમાં જવું તેના માટે તે સઘળામાં મેટું આંદોલન થયું. અરિસિંહ સૌથી મોટો હતો, પિતાની અગ્રજન્મતાને હેતુ દેખા દેવીના આદેશના અનુસાર તે રાજ સિંહાસને બેઠે ત્રણ દિવસ તેણે રાજ સંમાન રૂદ્ધ રીતે ભોગવ્યું. ચેથા દીવસ રણસંગ્રામમાં યવને સામે પુષ્કળ વિરપણું બતાવી, તે આ મરધામને ત્યાગ કરી અમર ધામે ગયે. ત્યાર પછી નાને અજયસિંહ મેટા અરિસિંહને ચરિતનું અનુકરણ કરવાને તૈયાર છે. બીજા પુત્ર કરતાં, રાણાને સ્નેહ તે પુત્ર ઉપર અધિક હતું. એટલે રાણાએ તેમ કરવા તેને અગ્રેસર થવા દીધું નહી. અજયસિંહે દેવીને આદેશ પાળવા અત્યંત આ ગ્રહ બતાવ્યું પણ રાણાએ તેને સારી રીતે વારી અટકા. અજયસિંહ રાણાના અટકાવની ઉપેક્ષા કરી. દેવીને આદેશ પાળવા અતિશય આગ્રહ બતાવ્યું. રાણાએ દેવીના આદેશ પ્રમાણે વિધાન કરી સંગ્રામમાં જવાની અજયસિંહને સંમતી આપી. એ પ્રમાણે અગીયાર કુમારો દેવીના આદેશના અનુસારે રણગણમાં પડયા, હાલ રાણાને માત્ર એક પુત્ર જીવિત હતું તે પુત્ર તેને પ્રાણ કરતાં વધારે વહાલે હતે રાણે પિતાનું જીવન આપી તેનું જીવન બચાવે તેમ હતું.
જે તે પુત્ર રણસંગ્રામમાં પ્રાણ ત્યાગ કરે તે શિશદીય કુળનું મુળ જાય તેમ હતું, વિરવર બાપારાઓળના વંશજોમાંથી કોઇ જળાંજળી આપે એવું રહ્યું નહીં. ત્યારે હવે કેમ થાય! દુદંતિ યવનના હુમલા થકી ચિતડપુરીને કણ ઉદ્ધાર કરે ! ગિલ્હોટ કુળને અનંત વિનાશમાંથી કોણ બચાવે ! છેવટે યુદ્ધ ક્ષેત્ર. પોતે પ્રાણ આપવા એ નિશ્ચય કરી તેણે સામને બોલાવી કહ્યું. “ હવે મારો કાળ પૂર્ણ થઈ રહ્યા છે. આ સમયે હું ચિતોડની રક્ષા માટે જીવન આપીશ.”
છેવટે પિતાના હૃદયનું શોણિત આપી, ભગવતીનું અપર ભરી. ચિતડને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com