________________
૭૮
ટડ રાજસ્થાન,
એવી શક્તિ કોનામાં હોય કે વનના કેશરી સીંહને સાધારણ માણસ પિતાને ત્યાં રાખી શકે ? ”
મેવાડના દક્ષિણ પડખામાં શિલમાળાની મથે ઇડર નામે એક જનપદ છે, માંડ. લક નામના એક ભીલરાજા, તે સમયે ત્યાં રાજ કરતો હતો. ઈડના તે ભીલેની સાથે ગોહ વને વન વિચરણ કરતો હતો, તેઓની ઉદ્ધત પ્રકૃતિ સાથે ગેહની ઉદ્ધત પ્રકૃતિ મળી ગઈ. તેણે શાંત સ્વભાવ બ્રાહ્મણનો સહવાસ છોડી દઈ પરાક્રમશાળી હીસાથે રહેવાનું શરૂ કર્યું. ભીલે પણ તેની સાથે અનુરક્ત થયા, કમે તે વનપુત્રને અનુરાગ એટલે વધ્યો જે તેઓ એકવાર શૈલ કાનનવાળી સઘળી ઈડરમૂમિ ગેહના હાથમાં આપી દીધી. આબુલફજલે અને ભદ્રકોએ તે વિવરણ નીચે પ્રમાણે વર્ણવેલ છે. જે રજપુત બાલક, ગેહની સાથે એકવાર ભીલકુમારો સાદ ખેલતા હતા એટલામાં તેઓએ, પિતામાંથી એક આશામીને રાજા કરવાનું વિચાર્યું, સઘળાઓએ ગેહને રાજા કરે એમ પસંદ કર્યું. તક્ષણ એક ભીલકુમારે, પોતાની આંગળી કાપી, ગોહને રૂધિરનું તિલક કર્યું. વૃદ્ધરાજ માંડલિકને તે વિવરણની ખબર પડી તેણે આનંદથી ગેહને ગાદીએ બેસાર્યો અને પિતે રાજ્યકાર્યમાંથી ફારગ થયે. ગોહે કૃતતાનું અને વિશ્વાસઘાતકતાનું ચરિતા વાપરી પિતાની જીદગી કલંકિત કરી, એમ કહેવાય છે જે ભીલરાજે પિતાના દીકરાને વંચિત કરી, અછાવશે અને આનંદે તેને સીંહાસને બેસાર્યો. ગેહે તેને જ પ્રાણ લીધે. શા હેતુએ ગોહે તે કામ કર્યું તેની હકીકત કાંઇ મળતી આવતી નથી. અબુલફજલે અને ભટ્ટલકોએ તેનું કોઈ કારણ બતાવ્યું નથી. ગેહના નામ ઉપરથી તેના વંશધરનું ગત્રાખ્યાન ગેહિ વા ગિલ્હોટ કહેવાયું.
એ સઘળા પ્રાચીન રાજાઓના જીવન સંબધે ઘણું જ થતું વિવરણ મળી આવે છે. જે મળી આવે છે તેથી એટલી પ્રતીતિ થાય છે જે ગેહથી નીચે આઠમી પેઢીના પુરૂષ સુધીના રાજાઓએ તે ગિરિકાનન ઈડર પ્રદેશમાં રાજ્ય કર્યું. તે આઠ પુરૂષ સુધી હલકો પિતાની ગયેલ સ્વાધીનતા થાટે કોઈ બોલતા નહોતા અને પરાધીનતા સહ્ય કરતા હતા. પણ તે જાતિ જન્મસ્વાધિનતામાં લાલિત અને ઉછરેલી હતી. સ્વાધીન જીવન તેઓની અભિષ્ટ વસ્તુ હતી. તેઓના પૂર્વજોએ સ્વાધીનતા ભેગવી હતી આજ કોઈ દુષ્કર્મના હેતુએ તેઓ સ્વાધીનતાનું સુખ ભોગવતા ન હતા ટુંકામાં પરાધીનતામાં રહેવાનું ભીલ લોકો પસંદ કરતા નહીં હતા. ગેહથી નીચે આઠમી પેઢીએ નાગાદિત્ય નામને રાજા થયે, તે એકવાર મૃગયાના વ્યાપારમાં આસક્ત થઈ એક હરણની પછવાડે જતું હતું તેવામાં ઉદ્ધત ભાવ ભીલ લોકોએ તેના ઉપર હમલે કર્યો અને તેજસ્થળે તેને તેઓએ મારીનાખે ત્યાર પછી તેઓ પિતાના પૂર્વજની ગાદીએ બેઠા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com