________________
૮૦
ટોડ ગુજસ્થાન.
આજદીન સુધીમાં પૂર્ણ પ્રકાશમાં આવી શકત. ઉદયપુરમાં પેસતાં, એક સાંકડા પર્વતના ભાગ ઉપર એકલિ’ગ મહાદેવનુ પવિત્ર મંદિર છે. મદિર ઘણુ મોટુ છે, તે ઘણું મનને આકર્ષવા લાયક ન છતાં રમણીય છે, તે દેવાલય ધેાળા આરસપહાણનું બનાવેલ છે, તેની અંદર સુંદરરીતનુ કાતરામ છે. તે મંદિરને જોવાથી માલુમ પડેછે જે તેને બનાવવામાં પુષ્કળ નાણુ ં જોયાં હશે. એકલિંગ મહાદેવનુ દેવાલય દર્શનીય છે ખરૂં પણ હીંદુ દ્વેષીઓએ, તેના દાખલ થવાના રસ્તાના ચણતરને તેડી નાંખ્યા છે. એ મદિરના સન્મુખે એક આંગણું રાખવામાં આવેલ છે; તેના ઉપર વેદિકા, વૈદ્રિકાની ઉપર એકલિંગ મહાદેવની મૂર્તિ સન્મુખે ધાતુના ખળધની મર્તિને સુંદર રીતે સ્થાપીત કરેલી છે. અર્થ લેાભી સ્વેચ્છાએ, ધનરત્નની શેષમાં કઠણુ મુગળના પ્રહારે તે મતિનાં કેટલાંક અંગ તેાડી નાંખ્યા છે.
આપ્પાની બાળલીલા સંબધે અનેક અપૂર્વ અને અલૈાકિક વિવરણુ માલુમ પડેછે. જે બ્રાહ્મણના હાથમાં તેના રક્ષણાવેક્ષણના ભાર સોંપાયા હતેા, તે બ્રાહ્મણુની ગાય આનંદો ચારતા હતા, અને આમતેમ ખુશ મીજાજથી તે રજ પુત બાળક ભટકતા હતા. સૂર્યવંશીય મડ઼ારાજ શિલાદિત્યના વશધર જ ગાયે ચરાવે છે.. કેાઇ તેના ભવિષ્યના વિષયને વિચાર કરતું નહતું. ખાપ્પાની એ શાંતિમય જીવન ઘટનાવળીને લઇ ભટ્ટલેકેાએ જુદા જુદા પ્રકારના સુંદર અને સ્વીકરણીય ગપ્પા રચ્યા છે. રજપુતાના પક્ષમાં શારદીય નુલનાત્સવ એક પ્રસિદ્ધ આનંદ વ્ય!પાર છે. તે ઉત્સવમાં અનેક ખાલિકા અને બાળકે, આનમાં મત્ત થઈ ઝુલન લીલામાં પ્રવૃત્ત થાયછે. નગેન્દ્રનગર, તે સમયે કાઇ શેલ કીવંશીય રાજાના શાસનમાં હતું. ઝુલન ઉત્સવમાં તે રાજાની પુત્રી, પેાતાની સહુચરીએ સાથે ક્રીડાર્થે કુંજકાનનમાં ફરતી હતી, પશુ દાલામ'ધનને ઢોર ન હોવાથી તે સહુચરી સાથે શેાધવા અહીતહી ભટકતી હતી. તે સમયે બાપ્પા ત્યાં આવી પહેાંચ્યા, તેને જોતાંજ રજપુત કુમારીએ તેની પાંસે દાર માગ્યે. બાપા બાલક હાઇ ચંચળ સ્વભાવવાળા અને કૌતુક પ્રિય હતો. ખાલિકાની સાથે એક કાતુક કરવાની વાસનાએ, તેણે હસતાં હસતાં કહ્યું, “ તમે પહેલાં મારી સાથે વિવાહ કરો તા હુ હાલ દાર લાવી આપું કૈાતુકના ઉપર કૈાતુક, લીલાપ્રિય રજપુત રાજકુમારીએ તે કબુલ કર્યું. તે સમયે ક્રીડા વિવાહ થયે, અને બાપા તે શેલકી રાજકુમારી સાથે એક આંબાની કરતા ફેરા . એવી રીતના વિવાહુથી ખાપાના ભાવી સાભાગ્યના સૂત્રપાત થયા. હવે તે નગેન્દ્ર નગરમાં રહ્યા નહિ. તેણે તેને થાડા સમયમાં છેડયું. તે સમયથી તેનું ભાગ્યાકાશ નિર્મળ થયું ખરૂ પણ તેના સાભાગ્યદયમાં વિશેષ વિઘ્ન આવવા લાગ્યાં.
,,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com