________________
૧૨૨
ટૅડ રાજસ્થાન.
ગીલહોટ રાજાઓ, રાઓળ એવી ઉપાધીથી પરીચીત હતા, પણ રાહુપના રાજ સમયથી તેઓ “ રાણા ” એવા નામે પરીચીત થવ્યા. એ અભીનવ ઉપનામ શી રીતે તેઓએ મેળવ્યું તેનું વિવરણ નીચે પ્રમાણે છે.
મુંદરાધિપતી પુરીહારરાજ મુકુલ રણે રાહુપને એક પ્રચંડ દુશ્મન હતે. તેની દુઃખદાયક દુશ્મનાઈથી પીડીત થઇ રાહુપે સેન્ય સાથે જઈ તેના રાજ્ય ઉપર હુમલો કર્યો, અને તેને સંપૂર્ણ રીતે જીતી તેણે તેની રાજધાનીમાં કેદ કી. આત્મધાર ના બદલામાં મુકુલરાણાએ પોતાની ઉપાધી “રાણે ” અને ગદવાર નામના શમૃદ્ધ પ્રદેશ વીજ્યી રાહુપને આપ્યા. ત્યારપછી રાહુપ પિતાના નગરમાં આવી “રાણા એવી ઉપાધીથી મશહુર થયે. આડત્રીશ વરશ રાજ્ય ચલાવી- રાહ૫ પરલોકવાસી થયે. મેવાડ રાજ્યનું પ્રનષ્ટ ગોરવ ઉદ્ધાર કરી ઘેર શંકટ કાળમાં જે દક્ષતાથી તેણે કામ ક્યા છે તે કામનું પાચન કરવાથી માલુમ પડે છે જે શપ એક રાજચીતગુણવાળો રાજા હતો.
મહારાજ રાહુપના પછી નવમી પેઢીએ રાણે લમણસીહ પેદા થા. એ નવ પુરૂષના રાજ્યકાળમાં અડધો સેંકડો વર્ષ ચાલ્યાં ગયાં. એ નવમાં છ જણાએ રણસ્થળે પ્રાણ આપ્યાં. પાપિષ્ટ મુસલમાનના કરાળગ્રાસમાંથી ગવાતીર્થ બચાવવામાં જતાં તે ક્ષેત્રમાં તેઓને શરીરપાત થયે, તે છ જણાઓમાં જે મહા પુરૂષે, પિતાના શરીરનાં તાજાં લેહી આપી પવિત્ર સનાતનધર્મની રક્ષા કરી તેનું નામ પૃથ્વીમલ. પૃથ્વીમદ્ઘના દેહપાત પછી યવને અનેક વર્ષ સુધી હીંદુના સનાતન ધર્મનું નામ લઈ શકયા નહિ. તે દિવસથી તે અલ્લાઉદીનના શાસનકાળના દિવસ સુધી આર્યલેકે, પિતાના સનાતનધર્મની સુખ શાંતિથી પચ્યાચના કરતાહતા. પણ એ શાંતિમય સમયમાં એકવાર ચિત્તોડપુરી શિસદીય કુળના હાથમાંથી સ્નલિત થઈ. ભગ્રંથમાં લખેલ છે જે રાહુ અને લક્ષ્મણસિહના મધ્યવર્તી કાળમાં ભણસીંહ નામને એક શિશદીય રાજા ચિત્તોડના સિંહાસને હતા. ઘણું કરી તેના હાથથી ચિત્તોડપુરી ખલિત થઈ હતી. રાહુપ અને લમણસીંહના મધ્યવર્તી કાળમાં જે નવરાજાઓએ પચાસ વર્ષહ. રાજ્ય કર્યું તે રાજયકારકીર્દીમાં માત્ર હલકાં હલકાં ધીગાણાં થયેલાં જોવામાં આવે છે. તે સિવાય બીજા જાણવા લાયક ઐતિહાસિક બીના તેઓના રાજયમાં બની નથી.
વાર પાછળ પડી સસલાને જે સ્થળે વધ કરેલ. તે સ્થળે શશદા (શિશોદા ) નામનું એક નગર તા. રથયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com