________________
બાપાનું જીવન વૃતાંત,
૮૭
આઇને અકબરી નામના ગ્રંશમાં માલુમ પડે છે . . . ? , પુરૂ પેદા થઈ અકબરના સમયમાં વિશેષ પ્રસિદ્ધ થયા છે ના ઇ. ૧કુ રમાંથી પંચ કુમારો મારવાડ પ્રદેશમાં ઉપનિવિષ્ટ થયા. ત્યાં તેઓ ગોહિલ નામે કહેવાયા પણ તે પ્રદેશમાંથી, તેઓ વિતાડિત થઈ, તેઓ વલ્લભીપુરના છીન્નભિન્ન થયેલા ભાગ ઉપર રહેવા લાગ્યા હતા. - વીરકેસરી બાપાના અંતિમ જીવનનું વિવરણ, સઘળાં કરતાં વિશેષ અદ્ભુત છે તે અદ્દભુત વૃત્તાંત ગુપ્ત રાખવા, તેના સજાતીય લેક અતિશય આગ્રહાવિત છે. વૃદ્ધાવસ્થાના વયક્રમમાં આવવાથી બાપ્પાએ, પોતાની માતૃભૂમિને સંતાન સંતતિને અને આત્મીય જનને ત્યાગ કરી બાપ, પૂર્વના ખેલ રાસાન રાજ્યમાં ઉપનિવિષ્ટ થયે, અને તે દેશનો જય કરી ત્યાં અનેક પ્લે સ્ત્રીઓને પર, ત્યાં તેઓના ગર્ભ અનેક પુત્રપુત્રીઓ પેદા થઇ.
એકસો વર્ષનું પરમાયુ ભેગવી, બાપાએ માનવલીલા બંધ કરી દેવરાના અધિપતિ પાસે એક પ્રાચીન ઇતિહાસ ગ્રંથ છે તેમાં જોવામાં આવે છે જે, ઈરફહાનના, કંદહારના, કાશ્મીરના, ઈરાકના, ઈરાનના, તુરાનના, અને ફીસ્તાનના રાજાઓને પરાજય કરી, બાપાએ તે તે રાજાની પુત્રીનું પાણિગ્રહણ કર્યું. અંતિમ દશામાં તાપસ ધર્મનું અવલંબન કરી, સુમેરૂ પર્વતની તળટીમાં બાપાએ તેનું ચરમજીવન વ્યતીત કર્યું. એમ કહેવાય છે જે તે સ્થળે તે સજીવન સમાધિસ્થ થયા. તે સઘળી પત્નીઓના પેટે બાપાના એકસે ત્રીશ પુત્ર પેદા થયા. તે પુત્રે, “ નાશેરા પઠાણ” નામે કહેવાયા. તેઓએ પોતપોતાની જનનીના નામના અનુસાર એક એક સ્વતંત્ર વંશ સ્થાપે. હીંદ પનીઓના પેટે બાપાના અઠાવન પુત્રે પેદા થયા, તેઓ સઘળા અગ્નિ-ઉપાસી સૂર્યવંશીય, નામે પ્રસિદ્ધ થયા.
ભગ્રંથમાં વળી એક વિચિત્ર વિવરણ માલુમ પડે છે જે બાપાના મરણના સમયે, તેના શબના સત્કાર સંબંધે તેના હીંદુ સંતાન અને મહેક સંતાન વચ્ચે મેટા ઝગડે ઉઠ. હીંદુ સંતાનોએ, તે શબ બાળવાનો નિશ્ચય કર્યો, મુસ લમાન સંતાનોએ તે શબ દાટવાનો નિશ્ચય કર્યો, તે નિશ્ચયના ઝગડામાં કોઈને જય થયે નહિ; એ ઝગડો કરતાં કરતાં તેઓ સહુએ બાપાનું શબ ઉઘાડી જોયું તે એશ્વર્યા વિનાની કાયાના બદલે તે સ્થળે સ્વેત કમળને ઢગલે તેઓએ જોયે.
મેવાડના રાજવંશના આદિ પ્રતિષ્ઠાતા, શિહોટ ફળતિલક વિશ્વર બાપા રાઓળની સંક્ષિપ્ત જીવનીનું વિવરણ આપણે આપી ચુક્યા. હવે આપણે, તેના આવિ. ભંવને પ્રકૃતિ સમયનું નિરૂપણ કરવા પ્રવૃત્ત થઇએ. ઉપર આપણે કહી ગયા છીએ જે મહારાજ શિલાદિત્યના રાજ્યશાસનકાળમાં ( સંવત ૨૦૫ ) માં નાશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com