________________
બાપાનું જીવન વૃત્તાંત.
અરણ્યને વાસ છેડી, કેટલાક સહચરને સાથે લઈ તે લોકમાં જાહેર પડયે. લોકની ઘીઘીચતા તેને હાલ પ્રથમ જ જોવામાં આવી. જનસમૂહવાળો ભૂભાગ કેવો હોય તે તેણે પહેલાં જોયેલ નહોતું. આ ક્ષણે જનસમૂહ ભૂભાગમાં જીવંત ભાવ જોઈ તે વધારે ઉત્સાહિત થયો. અદૃષ્ટદેવ જ્યારે સુપ્રસન્ન હોય ત્યારે લેકમાં સઘળા વ્યાપાર ફલદાયક નીવડે છે. તે નિબીડ અરણ્યમાંથી નીસરતાં રસ્તામાં નાહરા મુગરા+ નામના ગિરિ પર્વતની તળેટીમાં પ્રસિદ્ધ સિદ્ધ પુરૂષ ગોરખનાથના તેને દર્શન થયાં. બાપાને, તે મહા પુરૂષ પાસેથી બે ધારવાળી તલવાર મળી, ઉપયુક્ત મંત્ર પવીત્ર કરેલી તલવારથી પર્વતનું વિદારણ થઈ શકતું. હવે બાપાને સભાગ્ય માર્ગ પરિષ્કૃત થયે આ સમયે. જે તેને પ્રતિરોધ કરનાર હતું તે દેવી તલવારના બળે દૂર કરી તે અભીષ્ટ લાભ મેળવવા કૃતકાર્ય થયું.
પરમારવંશની મર્યકુળની એક શાખાનો રાજા તે સમયે માળવાના સાંહાસન ઉપર હતું અને તે જ સમયે ભારતવર્ષનો સાર્વભૌમ રાજા હતા. બાપો જે વખતે ચીડમાં પહોંચે, ત્યારે ચીતડ માનસીંહ રાજાના તાબામાં હતું. મહારાજ માનસીંહ અભ્યાગત ભાણેજને યાચિત આદર સાથે ગ્રહણ કર્યો. અને તેને પિતાની સામંત સમિતિમાં દાખલ કર્યો. તેના ભરણપોષણ માટે તેણે તેને ગરાસ આપે. મહારાજ માર્યવંશીય માનસીંહના રાજ્યશાસન સમયની જે શિલાલિપિ હાથ લાગી છે, તેના પાઠદ્વારા એ જાણવામાં આવે છે જે રાજસ્થાનમાં તે સમયે સામંત પ્રથા, વિશેષ પ્રચલિત હતી. રજપુત સામતે પુષ્કળ ભૂમિવૃતિને ભેગ કરતા હતા અને રાજાની મદદે, રણક્ષેત્રમાં ઉતરતા હતા. બાપે, માનસીંહને નેહપાત્ર થ. પણ જે દિવસથી બાપ, માનસીંહની હદ્રષ્ટિમાં પડે તે દિવસથી, સામંતકોનો રાજા તરફ વિરાગ થયે, તેઓએ જાણ્યું જે બાપે, તેઓના અનર્થનું મૂળ છે તેથી તેઓ બાપ તરફ વિશેષ વિદ્વેષ ભાવ ચલાવવા લાગ્યા. ટુંકામાં બાપાનું અનિષ્ટ કરવા તેઓ દ્રઢ પ્રતિજ્ઞાવાળા થયા.
તે સમયે, એક વિદેશીય શત્રુએ ચતેપુરી ઉપર હુમલે કર્યો. મહારાજ માનસીંહે, પોતાના સામતને યુદ્ધમાં પ્રવૃત્ત થવા અનુમતિ આપી, તેઓએ પતાની ભૂમિવૃત્તિના પટ્ટા ફેંકી દીધા અને તેઓ બોલ્યા “ મહારાજ! જે આપને વધારે પ્રિય છે તે સેનાધિપતિને યુદ્ધમાં મેકલે ” બાપાએ તે પિતાના કાનથી સાંભળ્યું. પણ તે તેનાથી કોઈપણ શકિત ન થયે, તે વિશેષ પ્રોત્સાહિત થઈ એકલો દેશરીના સાથે યુદ્ધમાં ઉતર્યો. વિદ્વેષભાવોસન્ન સામંતોએ પોતાની ભમિવૃતિ છેડી દીધી ખરી પણ લેકલજજાથી બાપાની વાંસે જવાની તેઓને ફરજ પડી.
+ ઉદયપુરના પૂર્વભાગ ઉપર આવેલ ગિરિમાથા સાત માઈલ દૂર નાહરા મુગ અર્થાત વ્યાઘ્રમે આવેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com