________________
પ્રોડ રાજસ્થાન,
છે. આજ અનેક લેકના સ્મૃતિપટમાંથી તેનું નામ માત્ર વિલુપ્ત થઈ ગયું છે. આઈતપુરના વંશરાશિમાંથી એક સમારકલિપિ હાથ આવી છે તેમાં મહારાજ શક્તિકુમાર પર્યંત, મેવાડના ચાદ રાજાનું ધારાવાહિક વિવરણ છે. તેમાં બાપારાઓળના નામનો ઉલ્લેખ પણ છે, તેમાં તેનું નામ શિલ છે. ભદ્ર ગ્રંથની સાથે અને રાજપરિવારની કછીપત્રીકા સાથે તે શિલાલિપિને ઘણું કરીને સઘળ વિષય મળતા આવે છે. કેવળ તેમાં એક અતિરિત નામ દાખલ થયેલ છે.
પંડિતવરહ્યુમે કહેલ છે જે “અગર જો કે કવિકુળ પિતાના કલ્પનાબળે સત્ય એતિહાસિક બીનાને વિકૃત કરી નાંખે છે. તે પણ કવિકુળ પિતાની સંસ્થાના વશે, સત્યઘટનાને અદ્ભુત અલકારથી અલંકૃત કરી અસત્યાભાસમાં લાવી મુકે છે, તે છતાં તેજ માત્ર જગતના એક ઇતિહાસ સેવતા કહેવાય છે, તે પણ તેના ગભોર અતિરંજનની અંદર પ્રકૃતિ વૃત્તાંત સર્વદા વિરાજમાન હોય છે. એ જ્ઞાનગર્ભ મહા વાક્ય આ સ્થળે સુસંગત છે. શાકારણથી કે વિવસ્વ આદિત્યપુર ( આઈતપુર) ના વસરાશિને સાથે જે નામાવળી ધીરે ધીરે લેક લેચનથી અંર્તાહત થઈ ચાલી ગઈ, તે નામાવળી, મેવાડના ભદ્રકવિકુળની - હિની કલ્પનાની નિબીડ જાળમાં ગુપતભાવે વિરાજે છે. વિરવર બાપારાઓળના સમયમાં મુસલમાન લોક સીંધુ નદી ઓળંગી પ્રથમ ભારતવર્ષમાં આવ્યા હતા. હીજરીના ૯૫ મા વ ખલીફાવાલીદને સેનાપતિ મહમદ બીનકાસીમ સિંધુ દેશ જીતી ભાગીરથીની રેતાળ ભૂમિસુધી આવ્યું હતું. આ વિવરણ આરબીક ઐતિહાસિક ગ્રંથથી નીકળી આવે છે. અગર જો કે એલમેકીનના ગ્રંથમાં સિંધુ પ્રદેશ ઉપર મુસલમાને કરેલા હુમલાની હકીકત માલુમ પડે છે, તે પણ ભારતવર્ષની તાત્કાલીક અવસ્થાની પર્ચ્યુલોચના કરવાથી સારી રીતે માલુમ પડે છે, જે ભારતવર્ષના અનેક પ્રદેશ, શત્રુઓથી કંટાયા હતા. ખ્રિસ્તીય આઠમા સેકામાં માણિકરાયનું અજમેર રાજ્ય, શત્રુઓએ નાશ કર્યું. એમ કહેવાય છે જે તે શત્રુઓ, વહાણુમાં બેસી, અંજર નામના સ્થાને ઉતર્યા હતા. જે તે હમલે કરનાર કાસીમ છે એમ મુકરર કરવામાં કઈને સંદેહુ થાય તે, સિંધુ રાજ દાહિરનું શોચનીય મરણ વિવરણ વાંચવાથી તે સંદેહ અનેક પરિણામે દૂર થાય છે.
પંડિત પ્રધાન અબુલ ફજલે કહેલ છે જે“હીજરી ૯૫ (ઈ. સ. ૭૧૩)માં કાસીમે, દાહીરને મારી નાંખે, અને તેનું રાજ્ય વિધ્વસ્ત કરી દીધું. તેને પુત્ર ચિતેડમાં પલાયન કરી શકે અને ત્યાં તેણે માણ્યું રાજાને આશ્રય લીધે.
બાપારાઓળ અને શક્તિ કુમારની વચ્ચે બસો વર્ષ મળે નવરાજાઓએ ચિતોડના સિંહાસને બેસી રાજ્ય કર્યું તે અસે. વર્ષમાં જે ચાર રાજાઓ પિદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com