________________
મહા કવિ ચંદ બારોટ પ્રણીત એતિહાસીક વિવર્ણવી. ૧૦૯ લપાટણના અને મુંદરના રાજાને કાંઈ બોલે નહિ. છેવટે જ્યારે પુરહારરાજે તેના વિરૂદ્ધ ઘેર ઠગાઈ અને દગલબાજ કરવાનું શરૂ કર્યું ત્યારે તેણે તેની સામે તલવાર લીધી. પૃથ્વીરાજ જ્યારે દિલ્હીના સિંહાસને બેઠે ત્યારે, સુંદરરાજે પોતાની પુત્રી, તેને પરણાવવા સ્વિકાર્યું હતું. વિવાહ કરવાની ગોઠવણ થવા લાગી. પણ દુષ્ટ મતી પુરીડરરાજે, તેની પુત્રી તેને પરણાવી નહિ. તેથી પૃથ્વીરાજ ઘોર અપમાનિત થયે. તે અપમાનના બદલાને માટે તેણે તેના વિરૂદ્ધ યુદ્ધ યાત્રા કરી. એ યુદ્ધમાં ચાહાણ વીર પૃથ્વીરાજની ભાવી આબાદીની સૂચના થઈ. અને તે સમયથી તેનું પુષ્કળ વીરવિકમપણું ડેથેડે જાહેરમાં આવવા લાગ્યું તેની તે અભ્યન્નતિ, કૃરચરિત્રજયચંદ્રના હૃદયમાં ઝેરથીચડેલાબાણની જેમ લાગવા માંડશે. તેની આબાદી એના પાપહદયમાં સહ્ય થઈ શકી નહિ. તે અલ્યુન્નતિને પ્રતિરોધ કરવાના અભિપ્રાયે, બીજે કઈ ઈલાજ મળે નહી ત્યારે છેવટ; તેણે સંગ્રામપટુ તાતાર સેનિકને પોતાની સેનામાંપગાર આપી શખ્યા. તેથી તેના અધઃપાતને રસ્તો પરિષ્કૃત થયે. તેનું ભવિષ્ય ભાગ્ય ગગનઘોર તર ઘન જાણે સમાર છન્ન થઈ પડ્યું. તેણે પોતાના પાપ કલુષિત હૃદયની પરિતૃપ્તિ સાધવા માટે જે ઉપાયનું અવલંબન કર્યું તેથી તેનું અને સઘળા ભારતવર્ષનું અહિત થયું. કારણકે વૈરી દુદતિ મહમદગેરીતે સુયોગે ભારતભૂમિમાં પડે. અને તેને ભારત સંતાનની સ્વાધીનતા છીનવી, ભારતના પવિત્ર હૃદયમાં ઈસ્લામ ધરમને વિજય વાવટો રે.
ચિતોડના અધિપતિ સમરસિંહ, દીલ્હીશ્વર પૃથ્વીરાજની બેન પૃથાની સાથે પર, એ મંગલમય, સંબંધ બંધને તે બન્ને રાજાઓ કઠેર સોહાઈ સૂત્રે બંધાયા. હઝારે આપદ વિપદમાં એક ક્ષણ પણ તે બંધનથી તેઓ વિશ્રુત થતા નહિં. તે બંને રાજાઓ, એક મુહર્ત પણ પરસ્પર અમિત્રતાના ચિન્હ પણદેખાડતાનહેતા, જે દીવસેદષદવતીની તટેસ્વદેશ પ્રેમિકના પવિત્ર મંત્રદીક્ષિત થઇ, તે બન્ને રાજાઓએ અનંત ધામમાં યાત્રા કરી, તે દીવસે તેઓ આલેકમાં પરસ્પર સોહાઈથી વિચ્છિન થયા ખરા પણ તેઓ અનંત ધામે એક મિત્ર થયા નહીં. એવું કઈ બોલી શકશે નહી. હાય! ક્યા કુક્ષણમાં ભારતવર્ષમાં ગૃહવિ છેદને સૂત્રપાત થયો. હાય ! યા કુક્ષણે અભાગી ભારત સંતાને, સ્વજાતીય ભાઈઓનું હૃદય શેણિત પીવા સીખ્યા ! દદવતીના તીર્થ સ્થળ ઉપર થયેલા યુદ્ધ દીવસથી ભારતવર્ષના સર્વ નાશને સૂત્રપાત થયે. સુખી ભારતવર્ષ અનંત દુખના સમુદ્રમાં ડુબી ગયું.
કુરૂક્ષેત્રની ભીષણ શ્મશાન ભૂમિ આર્ય લેકના ગૃહ વિચ્છેદના લેહી ભરેલ દેખાવ સ્વરૂપે હાલ બિરાજે છે. તે જોઈને હજુપણ કમનશીબ ભારત સંતાન, તે અનર્થકર પરસ્પર યુદ્ધ કરવાનું છોડતા નથી !!
ભારતવર્ષ કેઈ દીવસ એ અનર્થ કરનાર પરસ્પર યુદ્ધના સર્વ નાશ થકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com