________________
બાપ્પારાઓળ અને મધ્યવર્તી રાજાઓના જીવન વૃત્તાંત ૧૦૫ પી. મહીનદી અને આબુપર્વતના મધ્યસ્થ વિશાળ પ્રદેશમાં જે સઘળા અસભ્ય માણસે વસ્તા હતા, તે સઘળાએ ચીડના અધિપતિના પ્રચંડ પ્રતાપે પરાભૂત થઈ તેની આધીનતા સ્વીકારી હતી. તે વિસ્તૃત અરણ્ય પ્રદેશમાં જે સઘળા કીલ્લા હતા, તેમાંથી ધરણગઢ અને અજરગઢનામના બે કિલ્લા હાલ મોજુદ છે. મહારાજ ભતૃભાટે ગુર્જર અને માળવે રાજ્યનાં તેર સ્વતંત્ર રાજ્યને અધિકાર પોતાના તેર પુત્રને આયે. તેના તે તેર પુત્રે ત્યારપછી ભાટેરા ગિટના નામે પ્રસીદ્ધ થયા.
મહારાજ બોમાનના નીચેના જે પંદર રાજાઓ કમે કમે ચીતડના સિંહાસને બેઠા તેઓના રાજ્ય કાર્યમાં કાંઈ જાણવા જોગ ઘટના કે બીના બની નથી. તે પંદર રાજાઓની કારકીર્દીમાં ઘટનાળીની મનેહરવિચિત્રતા નથી એટલે કે તેનું વર્ણન, વાંચનાઓને મનોગ્રાહી અને મને રંજક થઈ પડે તેવું નથી. તે સમયમાં ચિતેડના ગીહાટ વંશને અને અજમેરના ચેહાણ વંશને કઈ કઈવાર મિત્રભાવ અને અમિત્ર ભાવ જોવામાં આવે છે. કોઈવાર પરસ્પરનાં હૃદયણિત પાડવા કઠેર યુદ્ધક્ષેત્રમાં ઉતરવા તૈયાર થાતા અને કોઈવાર તેઓ સુદઢ મિત્રતામાં બંધાઈ, મલેચ્છાની સામે થાતા. ચિતડાધિપતિ વીરસિંહે કવાટીયા નામના રણક્ષેત્રમાં ચેહાણરાજ દુર્લભને પાડી દઈ હરાવ્યું પણ રજપૂત જાતિનું કેવું અપૂર્વ અને અલોકિક મહાત્મ છે! દુર્લભના પૂત્ર મહારાજ વિશાલદેવે પિતૃકને વિસ્મૃત કરી, સ્વદેશ પ્રેમિકના સ્વર્ગીય મંત્રમાં પ્રચંડ વિદ્વેષ ભાવ છેડી દઈ પિતૃહંતા વીરસિંહના ઉત્તરાધિકારી રાળ તેજસિંહ સાથે અભિન્ન મિત્રતાથી બંધાઈ બાધવ જેવાં કાર્ય કર્યું, અને હિંદુ વૈરી મુસલમાન નને પ્રચંડ પ્રતાપ રેકવા રણાંગણમાં તે ઉતર્યો હતો. મહનીય રજપુત ચરિતની એ અપૂર્વ અને લકત્તર ગુણ વર્ણના કેવળભટ્ટ ગ્રંથમાંથી નીકળી આવે છે, એટલું જ નહી પણ અનેક શિલાલિપિથી પણ તે વર્ણના નીકળે છે. એ સઘળા ગ્રંથોથી અને શિલાલિપિથી તેઓના જે આચરણને વૃત્તાંત મળી આવે છે, તેનાથી સ્પષ્ટ પ્રતીત થાય છે જે તેઓ સ્વભાવતઃ વર્ણ જ્ઞાનહીન અને તેજસ્વી હતા. પ્રચંડ મૂતિ ધારણ કરી યૌવનકાળમાં તેઓ પરધનનું હરણ કરતા હતા અને વૃદ્ધાવસ્થાના કાળમાં ચિત્યાદિનું નિર્માણ કરી યવનકાળમાં કરેલા પાપ દૂર કરવા સચેષ્ટ થાતા હતા, હથીયાર, ઘડા અને શીકાર, તે તેના હૃદયની સામગ્રી હતી. તે ત્રણ વસ્તુથી તેઓ ડીવાર પણ દુર રહેવા ખુશી રહેતા હતા, અને જ્યારે શત્રુકુળનાં રંજાડના અભાવે મેવાડ શાંતિ ભગવતું હતું, ત્યારે તેઓ પોતાના સરકારી સામે તેની સાથે નિષ્કારણ વિવાદ વિષુવાદેમત્ત થઈ તે શાંતિનો ભંગ કરતા હતા.
તેઓએ તેર રાજ્યની સ્થાપના કરી તેમાં માત્ર અગીયાર રાજ્યનાં નામ મળી આવે છે તે કુલનગર, ચંપારિ, ચોરતા, ભોજપુર, લુનાર, નીમખોર, સોદારૂ, યોધગઢ મંદપુર, આઈતપુર, અને ગંગાભાવ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com