________________
બાપાનું જીવન વૃત્તાંત.
૮૩
પાળક બ્રાહ્મણની ગાયો ચરાવતો હતો. સૂર્યવંશીય શિલાદિત્યને વંશધર ગોપચાર ણનું કામ કરી આનંદથી સમય કાઢતે હતા. પણ તેના તે આનંદમય સમયમાં વ્યાઘાત આવી પડે. તે જે સઘળી ગાયો ચારી ફરતા હતા. તેમાં એક સારી દુધાળ ગાય હતી. તે ગાય જ્યારે દિનાંતે બ્રાહ્મણના ઘેર આવતી ત્યારે રાત્રીએ દેહતી વખતે તેના આઉમાં દુધ માલુમ પડતું નહિ, તેથી બ્રાહ્મણના મન માં વિષમ સંદેહને ઉદય થયે. તેઓએ નિશ્ચય કર્યો જે બાપે ગાયને દેહી તેનું સઘળું દુધ પી જાય છે. તે સંદેહ કમે કમે તેઓના હૃદયમાં દ્રઢીભૂત થયે, ત.. સાવધપણાથી અને સત્યપણાથી બાપાનાં સઘળાં કામ જેવા લાગ્યા. બાપો પણ તે સઘળું જાણી ગયે. બ્રાહ્મણના સંદેડ માટે તે વારંવાર વ્યથિત થાતે હતું. તેણે તે ગાયના ઉપર વધારે દેખરેખ રાખવા માંડી. બીજા દિવસે ભરવાડને લઈ બાપે તે ગાયની વાંસે વાંસે ફરવા લાગ્યા. ગાય જે દિશાએ જાતી, તે દિશાએ બાપ ગાયનું અનુસરણ કરતો હતો. ગાય, પર્વતની એક ગુફામાં પડી, બાપે પણ તેની વાંસે વસે ચાલ્યો. અકસ્માત એક અદ્ભુત દૃશ્ય તેને દૃષ્ટિગોચર થયું. તેણે જોયું જે ગાય, એક લતાના ઢગલા ઉપર પિતાના દૂધનું સિંચન કરે છે. બાપે તે જે વિસ્મિત થશે. તેણે તે લતાના ઢગલાની પાસે જઈ જોયું. તેની નીચે એક શિવલિંગ પ્રતિષ્ઠીત તેણે જોયું, તે શિવલિંગ ઉપર જ ગાયનું દુધ પડતું હતું.
તે શિવલિંગની પાસે વળી એક દૃશ્ય તેણે જોયું ત્યાં તેણે નેતરના વનમાં ધ્યાનારૂઢ યેગીને જોયા. એ નીરંજન વનમાં બાપાના પદ સંચારથી યેગા ધ્યાન ભંગ થયે, પણ કારૂણિક તપોધન યોગી, ધ્યાન વિઘારી બાપાને કાંઈ બોલ્યા નહિ.
તે પર્વત ગુફા અતિ નિર્જન હતી. તેની અંદર ગંભીર શાંતી વિરાછત હતી. પુરાકાલીન યોગી કે તાપસ વિના એ સ્થળ કેઈન જોવામાં આવે તેવું નહતું. બાપ્પાનું વિશેષ પુણ્યબલ-નહિ તે વે ચેષ્ટા વિના, યત્ન વિના તે પવિત્ર સ્થળે. કેમ જોઈ શકે ? તે લેગીનું નામ હારિત હતું. યોગી હસ્તિને પણ તે ગાયનું દુધ મળતું હતું.
હારિતને ધ્યાન ભંગ થયે, બાપ હારતના ચરણકમળમાં પડે અને સાછાંગ પ્રણામ કરવા લાગે, એગીએ, આશીર્વાદ આપી. તેનો પરિચય પુછયે. રજપુત બાલક પોતાના સંબંધમાં જેટલું જાણતો હતો, તેટલું તેણે ગીરાજ પાસે જાહેર કર્યું કે ગીરાજ હારિતને આશીર્વાદ પામી. બાપા. પિતાના ધનુદળને લઈ પિતાના આશ્રમમાં આવ્યું. ત્યારપછી તે પ્રતિદિન ચેગિવર હરિત પાસે આવવા લાગે. પ્રતિદિન તેના ચરણકમળ છે તેને પીવા માટે દુધ આપતે હતે. વળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com