________________
બાપાનું જીવન વૃત્તાંત,
કીડા કેતુક પુરું થયું, રજપુત બાલિકાઓ, પોતપોતાને ઘેર ચાલી ગઈ, અને તે દિવસે જે બનાવ બન્યા હતા તેને તદૃન તેઓ ભુલી ગઈ. એ રીતે કેટલેક સમય નીકળી ગયે, સોલંકી રાજકુમારીની ઉમ્મર વિવાહ યોગ્ય થઈ ગઈ, એટલામાં એક સામુદ્રિક બ્રાહ્મણે આવી રાજકુમારીને હાથ જોયો. હાથ જોઈને તે બે જે “ રાજકુમારીને વિવાહ થઈ ગયે છે ” એ આશ્ચર્યકારક વાત સાંભળી રાજાના કુટુંબીમાં મોટો કોલાહલ થયે. સઘળા એકદમ દિમૂઢ થઈ ગયા. એ નાટકને અભિનેતા કેણ, તે શેધી કાઢવામાં સઘળા ગુંથાયા હતા. એકદમ ચોતરફ કાશદને મોકલ્યા, બાપાને કેમે ક્રમે તે હકીકતની જાણ થઈ. તેણે જાણ્યું જે તે ગઢ વિવાહ સંબંધની કોઈ વાત જાહેર થઈ કે તેને સર્વ નાશ થશે. ત્યાર પછી તેણે તેના સહચરોને વિશેષ સાવધ રહેવાનું ફરમાવ્યું, તેના સહચરે તેની સાથે સારી રીતે ભક્તિભાવે વર્તતા હતા. બાપાએ તેને સપથ કરાવી કહ્યું જે “ સુખમાં દુઃખમાં સંપમાં વિપદુમાં તેઓએ બાપાના અનુગત થાવું ”
બાપાની કઈ વાત પણ પ્રાણાંતે, કોઈની પાસે જાહેર કરવી નહિ ” “ બાપાના વિષયની જે વાત તેઓ સાંભળે તે આજે પાંત બાપા પાસે જાહેર કરવી” તેના સહુચરાએ તે શપથ લીધા. તેઓએ શપથ લીધા પ્રમાણે આચરણ કર્યું, પણ વિવાની તે ગઢ ઘટના છાની રહી નહિ. તે ઘટનાને પ્રકૃત વિષય સોલંકી રાજના કર્ણગોચર થયું. તેણે નિશ્ચય કરી જાણ્યું કે એ નાટકનો અભિનેતા બાપ છે.
બાપાના સહચરોને આ હકીકત જાણવામાં આવી, તેઓએ ગુપ્તભાવે તે હકીકત બાપાને જાહેર કરી. પિતાની વિપદ શંકા જાણ બાપાએ તે પર્વતમાળાનો એક એકાંત ભાગ, પિતાના વાસ માટે મુકરર કર્યો. જે સ્થાને તે પલાયન કરી ગમે તે સ્થાન અત્યંત નિર્જન હતું. વળી તે નિર્જન સ્થલ અનેકવાર, તેના વંશધરોનું આશ્રય રથળ થઈ પડ્યું હતું. જે સમયે તે નાગદગામથી પલાયન કરી ગયે તે સમયે તેની સાથે બાલીય અને દેવ નામના બે ભીલકુમાર હતા. તે ભીલકુમારે, સુખમાં દુઃખમાં અને વિપદના યંકર હુમલામાં પણ બાપાને સંગ ત્યાગ કરતા હતા, તેઓનું, જીવન બાપાના જીવન સાથે હતું. સૈભાગ્યલક્ષ્મીની પ્રસન્નતાના જોરે જ્યારે બાપાએ ચિતોડના રાજસિંહાસનને અધિકાર કર્યો ત્યારે બાલીય ભીલકુમારે, પિતાના. લેહીથી, તેના કપાળમાં રાજતિલક કર્યું હતું.
અસભ્ય ભીલકુળમાં બાલીય અને દેવ ભીલકુમારનો જન્મ થયે હતે પણ તેઓનું હૃદય, પવિત્રભાવે પરિપૂર્ણ હતું. તે પવિત્રભાવ, સુસભ્ય લેકના હૃદયમાં ભરેલો જોવામાં આવતું નથી. તે ભીલકુમારે જે પવિત્ર ચરિત આ જગતમાં રાખી ગયા છે તેના જેવું ચરિત કે આ જગમાં રાખી ગયું નથી. તેઓએ " જે પ્રતિજ્ઞા લીધી હતી, તે પાળવામાં તેઓ અકૃત કાર્ય થયા નહિ. તેના માટે
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com