________________
૭૬
ઢોડ રાજસ્થાન,
द्वितीय अध्याय.
ગેહનું જન્મ વિવરણ, તેની ઇડર રાજ્યની પ્રાપ્તિ, બિહોટ શબ્દની ઉત્તિ, બાપાને જન્મ ગિલ્લોટની પુરાતન પૂજાવિધિ, બાપાનું વિવરણ, અગુણાપાનેર, બાપાનું શૈવ મંત્રગ્રહણ, બાપાની ચિતોડ પ્રાપ્તિ, બાપાનું આશ્ચર્યકર અંતિમ વિવરણ, દ્વિતીય અને એકાદશ શતાબ્દીના મધ્યવર્ત મેવાડના
ઇતિહાસના ચાર પ્રધાન કાળનું નિરૂપણ.
સન છોના ભીષ્મ વિકમાનળમાં મહારાજા શિલાદિત્ય, પતંગની જેમ પડી
‘બળી મુઓ. તેનું વલ્લભીપુર પણ વિવસ્ત થઈ શેચનીય શ્મશાનભૂમિમાં પરિણામ પામ્યું. તેના આત્મીય લેક અને સૈન્ય સામતે તેની સાથે શસ્ત્રશસ્યા ઉપર શયન કરી, અનંત નિદ્રામાં લીન થઈ ગયા.
મહારાજ શિલાદિત્યની પત્નીઓ બહુ હતી તેમાંથી પાણી પુષ્પવતી શીવાય સઘળી પત્નીએ તેની વાંસે સતી થઈ ચિતાનળમાં બળી મરી. વિંધ્યગિરિના પાદમૂળે ચંદ્રાવતી નામની એક પ્રસીદ્ધ નગરી હતી, તે નગરી સમર્થ પરમારવંશીય નરપતિના તાબામાં હતી. રણ પુષ્પવતીએ, તે પવિત્ર પરમારકુળમાં જન્મ લીધો હતો. એ અનર્થકર સંગ્રામ થયું તેના પૂર્વે તેને ગર્ભલક્ષણ જોવામાં આવ્યા હતા. પુત્રની કામનાએ, તે કાળ સંગ્રામના સમયની અગાઉ અનેક દેવદેવીની માનતા કરવા માટે અને પિતાના વડીલેની જગન્માતા ભવાનીની છેડ.
પચાર પૂજા કરવા માટે તે પિતાના બાપના ઘેર ગઈ હતી. માનતા પૂજાવિધિ વગેરે સમાપન કરી, તે પુષ્પવતી પોતાના પતિના ઘેર આવતી હતી, એટલામાં માર્ગ મળે તેણે સમસ્ત સર્વ નાશની ઘટનાના ખબર સાંભળ્યા. પુષ્પવતીના મસ્તકે વાઘાત લાગે, તેની ભાવી આશા નિષ્ફળ ગઈ, નિદારૂણ શેકવેગનું સંવરણ ન કરી શકવાથી, તે તેજ સ્થળે મૂચ્છિત થઈ પડી. પુષ્પવતી બેનશીબ અને દુર્ભગ્યવતી તેણે એક દીવસ એવી આશા કરી હતી જે પિતે રાજમાતા થાશે. તે આશા સફળ થઈ. નહિ તે શું સામાન્ય દુર્ભાગ્યને વિષય કહેવાય ખરો સાથે આવેલી સહચરીઓની શુશ્રુષાથી પુષ્પવતીની મુચ્છ વળી ગઈ. તે પોતાના અદષ્ટને હઝારો ધિક્કાર આપી વિલાપ કરવા લાગી. પિતાની આશા ફળવાળી ન થઈ તેના માટે તે એટલીબધી દુઃખિત નહતી પણ જે પુરૂષથી તે જીવિત હતી, જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com