________________
રાજસ્થાનના છત્રીસ રાજકુળનું સંક્ષિપ્ત વિવરણ, ૪૯ મુસલમાન સૈન્ય હારી ગયું. જે સમય મુસલમાનના ઇતિહાસમાં વર્ણવેલ છે. તે સમય પછી મુસલમાને એ વારંવાર ઉપરા ઉપરી ભારતવર્ષ ઉપર હુમલા કરી, ભારતવર્ષનું પુષ્કળ ધન લુટી લીધું. જે સમયે મહારાજ વિશાળદેવ અજમેરના સીંહા સન ઉપર બીરાજતા હતા તે સમયે મુસલમાન લેકે ભારતવર્ષ ઉપર ત્રીજીવાર ચડી આવ્યા હતા. ચેહાણુ વીર વિશાળદેવ, દેશરી અને સનાતન ધર્મ વિદ્વષી મુસલમાનના અપવિત્ર ગ્રાસમાંથી, પિતાના રાજ્યને અને ધર્મને બચાવવા, વિશાળ સેનાદળ સાથે મુસલમાનની સામે ચાલ્ય, બને સેના વચ્ચે ઘોર યુદ્ધ થયું, તે ભીષણ સંગ્રામમાં મુસલમાને પરાજય પામી રણક્ષેત્ર થકી પલાયન કરી ગયા. તે ભયાનક સંગ્રામના સમયે, અનેક હીંદુ સામંત રાજાઓ, મહારાજ વિશાળદેવને સહાય કરવા, તેના વાવટા નીચે એકઠા થયા હતા. તે રાજાઓમાં પરમારકુળમાં ઉન્ન થયેલ, વીર ઉદયાદિત્ય વિશેષ પ્રસિદ્ધ હતે. ઘણું કરીને સઘળા ભટ્ટગ્રંથમાં માલુમ પડે છે કે વીર ઉદયાદિત્યે ઈસવીસન ૧૦૯૬ માં પ્રાણ ત્યાગ કર્યો. તે મુકરર કરેલ સમયનું અવલંબન કરવાથી નિશ્ચય પ્રતિપન્ન થાય છે જે તે મહા સંગ્રામને વ્યાપાર મહમદની ચોથી પહેડીના વિખ્યાત પુરૂષ મેદાદના રાજ્યમાં થયું છે. મહારાજ વિશાળવે, તે યુદ્ધમાં જય મેળવ્યું છે. તેનું યથાર્થ સત્યપણું દિલ્હીના પ્રાચીન વિજયસ્તંભની શીલાલિપિ સારી સાબીતી આપે છે. ચેહારાજ વિશાળદેવના પ્રચંડ પરાક્રમથી મુસલમાનવીર માદાદ સંપૂર્ણ રીતે પરાજય પાયે ખરો, પણ તેથી તેની ભારતવર્ષ ઉપરની જીતવાની વૃત્તિ શાન્ત થઈ નહિ. મુસલમાને ટોળાબંધ ભારતવર્ષમાં આવવા લાગ્યા અને તેઓ ભારતવાસી ઉપર વિશેષ અત્યાચાર કરવા લાગ્યા, તેઓના આવા અત્યાચારથી ભારતવર્ષીય રાજાએના રાજ્ય ઘેર અશાંતિમાં પડ્યા, તેથી તેઓનું ગૌરવ અને માન, કમે કમે હીન થઈ ગયું. છેવટે ચેહરુકુળના શેષ નરપતિ મહારાજ પૃથ્વીરાજના કારાગંધ સાથે અને મરણ સાથે ભારતવર્ષમાં ચેહાણ રજપુતનું ગૌરવ અને વિક્રમ એકદમ અસ્ત પામ્યું.
ચોહાણુકુળ એકંદર ચોવીશ શાખામાં વિભક્ત છે. તે ચોવીશ શાખામાં, હરાવતી પ્રદેશમાં બુંદી અને કોટાને રાજવંશ વિશેષ પ્રસિદ્ધ છે. તે હાણ રાજાઓ, પિતાના પૂર્વજોના રવને સારી રીતે રક્ષણ કરી શક્યા છે. તે બે રાજકુળના પૂર્વપુરૂષમાંથી છ પુરૂષોએ, વીરત્વ બતાવી, પિતૃહી, નિષ્ફર ઔરંગજે. બના હાથમાંથી ઘરડા શાહજહાનની રક્ષા કરવા માટે ઘણી પ્રસન્નતાથી પોતે લડ્યા હતા અને છેવટે તેને માટે પ્રાણ અર્પણ કર્યો હતો
* એ શીવાય, ગાન અને રઘુગઢના ખીચી, મીરાહીના દેવર ઝાલેરના શનિગુરૂ સુવા અને શનીચરના ચહાણ અને પાલગઢના યાચ, પોતપોતાનાં નામ અમર કરી ગયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com