________________
N
રાજસ્થાનના છત્રીસ રાજકુળનું સંક્ષિપ્ત વિવરણ- ૫૩ પૂર્વપુરૂષના સનાતન ધર્મને જલજળી આપી ને મુસલમાન ધર્મ અંગીકાર કર્યો હતા અને મજાફર નામ ધારણ કરી તેણે રાજ્યશાસન ચલાવ્યું હતું.
અત્યાચારી મુસલમાનના ભયંકર ઉત્પીડનથી સોલંકી વંશવૃક્ષ સમુળું નાશ પામ્યું હતું. તે વંશતરૂમાંથી સોળ શાખા પેદા થઈ હતી, તે સેળ શાખામાં વાઘેલાની શાખા વિશેષ પ્રસિદ્ધ છે. તે વાઘેલા જે દેશમાં વાસ કરતા હતા તેનું નામ વાઘેલખંડ છે. મહારાજ સિદ્ધરાજના વંશધરેએ લાંબા કાળસુધી વાઘેલખંડનું સીંહાસન કબજામાં રાખ્યું હતું.
પ્રતિહાર વા પુરીહાર–પુરીહારકુળ અગર જો કે અગ્નિકુળમાં નીચા આસન ઉપર છે તે પણ તેનાં અનેક ગૌરવ સૂચક વિવરણ જોવામાં આવે છે. તેઓ એ કઈ દીવસ સ્વાધીન રાજ્ય ભગવ્યું નથી. ભટ્ટીના કાવ્યગ્રંથમાંથી માલુમ પડે છે જે પુરીહાર રાજાઓ દિલ્હીના મુવારવંશના રાજા નીચે અને અજમીરના ચેહાણુવંશના રાજા નીચે સામતરાજારૂપે વિરાજતા હતા. તે તાબેદારીવાળા જીવનકાળમાં તેઓએ સ્વાધીનતા મેળવવા અનેક ચેષ્ટા કરેલી હતી, તે ચણ થકી તેઓનાં જીવનચરિત અક્ષય સુવર્ણવર્ણ ઈતિહાસમાં લખાયેલ છે. માત્ર એકજ વરના વીરાચારથી પુરીહારકુળ વિખ્યાત થયેલ છે, તે રજપુતવીરનું નામ નાદુરરાવ. પ્રચંડ વીર નાહરરાવ પૃથ્વીરાજના તાબામાં સામતરાજારૂપે રહેતો હતે.
એ પરતંત્રતામાં રહીને પણ એકવાર સ્વાધીનતા અને સ્વાતંત્ર્ય મેળવવા માટે તેણે જે કાર ઉદ્યમ અને અધ્યવસાય કરેલ છે તેથી તેનું નામ બીજા રજપુત વીરેની તાલિકામાં દાખલ થયેલ છે, અગર જો કે તેને તે ઉદ્યમ અને અધ્યવસાય સફળ અને સાર્થક થયે નહિ પણ તે કરવામાં તેનું વીરત્વ રૂડી રીતે દેખાઈ આવ્યું હતું.
પુરીહારકુળની પ્રાચીન રાજધાનીનું નામ મંદવાર હતું તેને સાધુભાષા ( સંસ્કૃત )માં મંદા કહે છે. વીરચરિત રાઠેડ રજપુતના પ્રાદુભાવની પૂર્વે પુરીહાર રજ પુતોએ મારવાડ પ્રદેશમાં પ્રતિષ્ઠા મેળવી હતી. મંદવાર, હાલના જોધપુરથી ત્રણ કેશ દૂર છે. અગર જો કે તેની હાલત હાલ વિશ્વસ્ત છે, પણ તેના પ્રાચીન સ્ત વગેરેની આબાદી અને સમૃદ્ધિને સૂચવી આપે છે.
કાન્યકુજ–(કને જ ) ને પરિત્યાગ કરી રાઠેડ રજપુતે પુરીહારના મંદવાર નગરમાં આવી રહ્યા, ત્યાં આવી કૃતજ્ઞતાના પવિત્ર મસ્તક ઉપર પાટુ મારી તેઓએ, નૃશંસ વિશ્વાસઘાતતાની મૂર્તિ ધારણ કરી. તેઓએ પિતાના આ
* મહારાજા સિદ્ધરાજના પૂર્વ ભાગ્યરાજના નામથી જણાય છે જે તે શાખાકુળનું નામ પડયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com