________________
રાજસ્થાનના છત્રીશ રાજકુળનું સંક્ષિપ્ત વિવરણ પણ રાજ્યને જીતી એશીયા ખંડમાં એક વિશાળ દેશ પોતાના નામના અનુસારે સ્થાછે જેનું નામ તકારીસ્થાન વા તુર્કસ્થાન પડયું.
2ષ્ટ, તક્ષક અને તાકની અનેક શિલાલિપિ, રાજસ્થાનમાં અનેક સ્થળે શોધાયેલી છે જે શિલાલિપિથી તેઓના ઇતિહાસ સંબધે કેટલીક હકીકત મળી આવે છે, તે શિલાલિપિમાં તક્ષકોના આચાર વ્યવહારનું વર્ણન વર્ણવેલ છે. પુરાણમાં વર્ણવેલ તક્ષકના આચાર વ્યવહારના વર્ણન સાથે તે સારી રીતે મળતું આવે છે. તે તક્ષકજાતિથી ભારતીય આર્યજાતિનું બહુ અનિષ્ટ થયેલ છે. અનેક અર્યરાજાઓ તેઓના કર આચરણથી અકાળે મરણને શરણ થયા હતા. ભગવાન કુન દ્વયાયનના અમૃતમય અનુપમ મહાકાવ્ય ગ્રંથમાં તેનું સુસ્પષ્ટ ઉદાહરણ આપેલું છે.
મેવાળી કહપનાની ઘાટી જાળમાં તેણે જે સઘળું અમૂલ્ય એતિહાસિક વિરવણ નાંખેલ છે તે સંપૂર્ણ રીતે ઉધૃત કરવાથી ભારતવર્ષમાં એક નવો યુગ પ્રવર્તશે. પરવ નૃપતિ મહારાજ પરીક્ષિત, ક્રુર ચરિત તક્ષકનાં વિષ દંશનથી મરણ પામ્યું. તેના પુત્ર જનમેજયે, પિતૃઘાતી ઘાતક તક્ષકને તેના નિબહુરાચરણનું પ્રતિફળ પામવા માટે મહા સર્પ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. તે હકીકત દરેક હીંદુસંતાન જાણતા હશે, પણ તે રૂપકના આવરણમાં જે ઐતિહાસિક સત્ય ગુપ્ત અવસ્થામાં રહેલ છે તે ઈતીહાસીક સત્ય કઈક હીંદુસંતાન ભાગ્યેજ જાણવા ભાગ્યશાળી થયે હશે.*
* એ રૂપકમય વર્ણનને પાઠ કરવાથી, તે અસત્ય વર્ણન છે એમ પહેલા બોધ થાય છે. પણ જેમ જેમ ગંભીર વિતર્ક સાથે તેને પાઠ થાય તેમ તેમ તેમાંથી અતિહાસિક સત્યનો આવિષ્કાર થાય છે. કાલ્પનિક સર્પનો વિષય છોડી દીધાથી અવશ્ય જણાઈ આવે છે જે કોઈ તક્ષકે, મહારાજ પરીક્ષિતની અન્યાયરૂપે હત્યા કરી છે. પોતાના પિતાના મારનાર પાખંડીના પાપાચરણનું ઉપયુક્ત પ્રાયશ્ચિત વિધાન કરવા માટે જ જમે તેને પકડી અગ્નિમાં બાળ્યો, આવી રીતનું વિવરણ કેવળ અનુમાનિક નથી. તેની સત્યતા સંબધે નીચે લખેલ વૃત્તાંત વાંચવાથી પ્રતિતી આવશે. ઇ. સ. ૧૮૧૧ માં મહાત્મા રોડ સાહેબ ચંબલનદીની રેતાળ ભૂમિના ગુજરગઢ નામના સ્થાનને માપવા માટે ગયેલ હતું. તે ગુજ. રગઢમાં ગુજર નામની એક દુર્ધર્વ અને પ્રચંડ પરાક્રમવાળી જાતિ વસતી હતી. ટેડસાહેબે ત્યાં જઈ સાંભળ્યું જે તે ગુજરને સૂર્યમલ નામને એક અધિપતિ હતા. તેણે તે પ્રદેશના ઘણાખરા અધિવાસીઓને એક રાત્રીમાં, સાંકળે બાંધી ધગધગતા અંગારાથી ભરેલા અગ્નિકુંડમાં નાખી દીધા હતા. એ રીતે તે બનશીબ લોકો નિરાચરણથી મરાયા હતા જયારે ઇતિહાસમાં એવા ભયાનક નરમેઘયજ્ઞનું વિવરણ જોવામાં આવે છે ત્યારે પુરાશૈક્ત નાગયજીનું વિવરણ કેમ અસત્ય કહેવાય ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com