________________
- ઠૌડ રાજસ્થાન, માલુમ પડે છે. મેગલ બાદશાહનું આનુકુત્ય અને પ્રસન્નપણું મેળવવા તેઓએ એકવાર જે બેહદ વીરપણું અને પ્રભુભક્તપણું બતાવેલ છે. તેનું યથાર્થ વિવરણ, અકબર, શાહજહાન, અને ઔરંગજેબના જીવનચરિતમાં જોવામાં આવે છે.
વીરગુજર–ભદ્રુગ્રથોમાં તેઓ સૂર્યવંશીય છે એમ લખેલ છે. ગિતહોટ રજ. તેની જેમ, તેઓ પોતાની ઉક્ષત્તિ, મહારાજ રામચંદ્રના પુત્ર લવથી છે એમ માને છે. વીરગુજર રજપુતેએ એકવાર ધુંધર દેશમાં વિશેષ પ્રતિષ્ઠા મેળવી હતી. મારી જનપદના રાજોર ગિરિદુર્ગx માં તેઓએ ઘણા દીવસ પ્રતિષ્ઠાને ભંગ કર્યો છે. પણ કુશાવહ રજપુતના પ્રાદુર્ભવે તેઓ તે પ્રદેશ છેડી ચાલ્યા ગયા.
સેનગડ–તેના માટે કઈ રીતનું વિશેષ વિવરણ જોવામાં આવતું નથી. વળી તેઓએ કોઈવાર ગૈરવ અને પ્રતિષ્ઠા મેળવેલ છે કે નહિ તેનું શુદ્ધ નિરાકરણ થઈ શકે તેમ નથી. યમુના તીરવર્તી જગમોહનપુર એ સેનગડકુળના પ્રાચીન ગરવની પ્રતીતિ કરી આપે છે.
શીકારબલ–સેનગડકુળની જેમ, શીકારબલવંશ, રાજસ્થાનના રાજાઓમાં કઈ દિવસ પ્રતિષ્ઠા કે આબરૂ મેળવી શકેલ નથી. ચંબલ નદીના તીરવર્તી યદુવતીના પાસે તેણે શીકારવાર નામના એક જનપદની સ્થાપના કરી છે. તે હાલ ગ્વાલીયરના રાજ્યને અંતર્મુક્ત પ્રદેશ છે.
વાઈસ-આ કુળને છત્રીસ રાજકુળમાં આસન મળેલું છે ખરું, પણ ચંદબરદાઈ અને કુમારપાળ ચરિતમાં તેના ચરિતને ઉલ્લેખ જોવામાં આવતું નથી. રજપુતેચિત પ્રતિષ્ઠા, તેણે કઈ દીવસ મેળવી હેય એમ માલુમ પડતું નથી, હાલ વાઈસ અસંખ્ય રાજકુળમાં વિભક્ત છે.
દહિયા–આ એક પ્રાચીન રાજકુળ છે સીંધુ અને શતદ્રના સંગમ સ્થળે તેને વાસ હતે. યશલમીરના ભાટના કુલાખ્યાન ગ્રંથમાં તેઓનું ડુંઘણું વિવરણ જોવામાં આવે છે અલેકઝાંડરે મુકરર કરેલ લખેલા દાહી તેજ આ દહીયા છે.
જૈહા-તેઓ દહીયાની સાથે વાત કરતા હતા. છેડા સમયને, તેઓ સાથી વાસ કર્યા પછી જૈહા રજપુતે ગારા નદીને ઓળંગીને ભારતીય મરૂભૂમિમાં પ્રતિષ્ઠા મેળવેલી છે. પ્રાચીન ભટ્ટમાં તેઓને “જગલ દેશપતિ” નામે કહેલા છે.
* જયપુર અને માહારી પ્રાચીન ધુંદરના અંતર્મુક્ત હતા.
* હાલના રાજગડથી આઠ કોશ પશ્ચિમે રાજોરદુર્ગ માં ખંડેર જોવામાં આવે છે. તે માં ભગવાન નીલકંડનું એક પ્રાચીન દેવાલય છે, તે દેવાલય જુદી જુદી શિલાલિપિથી અલંકૃતા. છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com