________________
A
ઠોડ રાજસ્થાન, ભાટ-કવિ-રજપુત રાજાઓના વંશને અને ચરિતમાળાને જે જાતિ, ગાયાબદ્ધ કરી રાખે છે અને સમયે સમયે તે ગાથાબદ્ધ ચરિત અને વંશને જે જાતિ તેઓના સમક્ષ પાઠ કરી બતાવે છે તેનું નામ ભાટ-કવિ કહેવામાં આવે છે, એવી જાતના ગાથાના કરનારા ભાટકવિઓ પ્રાચીન જર્મનમાં પણ હતા. મહાત્મા ટેસિટના ઇતિહાસમાં તેનું સ્પષ્ટ પ્રમાણ જોવામાં આવે છે. તેણે કહેલ છે જે યુદ્ધયાત્રકાળે, જ્યારે એ વીરરસાદી ' કવિઓ, અમૃત ટપકતી વણાતંત્રી નામના શુરત્વ આપનાર મધુર અવાજમાં, પિતાને મૃદુ ગંભીર કંઠસ્વરે મેળવી તે ગાથાઓ ગાતા હતા ત્યારે ચંદ્ધા, પિતાના જીવનની મમતા છોડી ભયંકર સંગ્રામમાં જવા તૈયાર થતા હતા.
યુદ્ધરથ-ભારતવાસીઓ અને શાકઢીપવાસીઓ સઘળા રણસંગ્રામમાં યુદ્ધરથ વાપરતા હતા. એટલે રથે, ચતુરંગિની સેનાનું એક અંગ ગણાતું હતું. મહારાજા દશરથના સમયથી તે, મુસલમાન બાદશાહએ ભારતવર્ષ ઉપર હુમલા કર્યા તે કાળસુધી આર્યલેકે જે યુદ્ધ વ્યાપારમાં ગુંથાતા હતા તે સઘળા યુદ્ધવ્યાપા૨માં યુદ્ધરથને તેઓ વાપરતા હતા. પણ જે દીવસથી ચવનેએ ભારતનું સ્વાતંત્ર્ય ખેચી લીધું તે દીનથી યુદ્વવ્યાપારમાં યુદ્ધરથ વપરાતા બંધ થયા.
કુરુક્ષેત્રના મહા સંગ્રામમાં, શ્રીકૃષ્ણ, પ્રિય મિત્ર અર્જુનના સારથિ થઈ, તેને રથ હાંકતા હતા. તે પ્રમાણે જારાક્ષેશ, જ્યારે ગ્રીસના શેલખંડિત પ્રદેશમાં પિતાની વિજયી સેના ચલાવવા લાગે અને ડરાપુસ જે સમયે વિશાળ આરાલાક્ષેત્રમાં પોતાની વિજય પતાકા ઉડાડવા લાગ્યો ત્યારે યુદ્ધમાં યુદ્ધરજ રણસંગ્રામનું પ્રધાન અંગ ગણાતું હતું.
ઉપરની ઘટનાના સમય પછી અનેક દિવસો સુધી ભારતનાં દક્ષિણ પશ્ચિમ પ્રાંત માંહેલા વિશાલ પ્રદેશમાં યુદ્ધરથને વ્યવહાર થતો હતો. જે સઘળી જાતિઓ તે સમયે યુદ્ધરથને વ્યવહાર કરતી હતી. તેમાં કાઠીકેમની, અને કોમારી જાતિ, વિશેષ ( ૧ વારરસમાં આનંદ આપનાર ૨ ગ્રીસને રાજા.
- બઘવૈવર્ત પુરાણમાં લખે છે કે શૂદ્ધથી વેશ્યાના ગર્ભે ઉપન્ન થયેલ જે જતિ તેને ભાટજાતિ કહેવામાં આવે છે. वैश्यायां शुद्ध वीर्येण पुमानको बभूवह सभट्टोवावदूकश्च सर्वेषांस्तुतिपाठकः
રાધ્યાપ. વળી ને પુરાણમાં બીજા એક સ્થળે લખેલ છે જે ક્ષત્રિય થકી વિપકન્યાના પેટે પેદા થયેલ પુત્ર ભાટ કહેવાય છે.
क्षत्रिया द्विमकन्यायां भट्टोजातोऽनुवाचकः
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com