________________
ઢોડ રાજસ્થાન, નારી શાખાઓમાં ચેડાણ રજપુતની શાખા અગ્રેસર છે. તે શાખાઓમાં હાર, ખિચી દેવરા, શનિ, ગુરૂ, વિગેરે વિશેષ પ્રસિદ્ધ છે. તેઓના વીરત્વ અને ગૌરવ ગરિમાનું વર્ણન ભટ્ટી ગ્રંથમાં સુંદર રૂપે રચીત થયેલું છે. આજે પણ તે શાખાના વશરો તે ભટ્ટકવિપ્રણીત ગાથા વાંચી પિતાની ચાલતી સ્થિતિને ભુલી જાય છે.
ચેહાણુકુળના પ્રતિષ્ઠાતા વિરવર ચહાણનું કાલ્પનિક જન્મ વિવરણ અતીવ મનહર છે, અગરજે કે તે મહિની કલપનાની જાળથી ઢંકાઈ ગયેલ છે તે પણ તે જાણવાથી હદયમાં વિલક્ષણભાવ પેદા થાય છે.
પૂર્વે આપણે કહી ગયા છીએ જે પ્રસિદ્ધ સુમેરૂ અને કેલાસની વાફક અને બુદાચલ ( આબુ ) અતીવ પવિત્ર પર્વત છે. અગ્નિકુળમાં પેદા થયેલ રજપુત વીરે, આબુ પર્વતને અચળેશ્વરની આવાસભૂમિ કહે છે. તે પર્વત, કંદમૂલ ભક્ષણ કરનાર તપસ્વીઓને સેવનીય છે. યેગશીલ બ્રાહ્મણોએ, પાખંડી ને હણી, પિતાના સનાતન ધર્મનું રક્ષણ કરવા, તે ઉચા ગિરિરાજની ટોચ ઉપર તપશ્ચર્યા કરતા હતા.
સનાતન ધર્માનુરાગી બ્રાહ્મણે એક દિવસ નિત્ય કોણમાં, પિતાનો હામ કુંડ ખોદી સળગાવી પિતાના ઈષ્ટદેવને આહુતિ આપતા હતા. એ સમયે. રાક્ષસોએ આવી, ભયંકર તોફાન મચાવ્યું અને તે સ્થળે પુષ્કળ ધૂળ ઉડાડી બ્રાહ્મણેની ક્રિયામાં વિદ્મ પાડ્યું હતું. વળી દુરાચારી દૈત્યોએ, તે સમયે લેહી, માંસ, હાડકાં વગેરે અપવિત્ર પદાર્થને યજ્ઞકુંડમાં ફેંક્યા હતા. તે દુવૃત્ત રાક્ષસોના ભીપણ અત્યાચાથી બ્રાહ્મણના વેગને ભંગ થયે, તેઓ અભણ વર મેળવવામાં કૃતકાર્ય થયા નહિ.
સનાતન ધર્મ વિદ્વેષી પાપાચારી દૈત્યના એવા અત્યાચારથી પણ પ્રતિજ્ઞાવાળા બ્રાહ્મણોને કઠોર અધ્યવસાય તિલમાત્ર ચલાયમાન થયે નહિ. તેઓએ ફરીવાર અગ્નિકુંડ સળગાવી આહુતિ આપવાનું શરૂ કર્યું, અને કુંડની ચારે તરફ બેસી અનર્ગળ મંત્રોચ્ચારણ કરી, દેવ મહાદેવની પ્રસન્નતા મેળવવા તેઓ પ્રાર્થના કરવા લાગ્યા.
તે પવિત્ર અગ્નિકુંડમાંથી એક મૂર્તિ પેદા થઈ, તેને સર્વાગે વીરનું લક્ષણ જોવામાં આવ્યું નહિ ત્યારે બ્રાહ્મણોએ તેને રોકીદાર રૂપે બારણમાં ઉભે રાખે, ત્યારપછી અગ્નિકુંડમાંથી બીજી મૂર્તિ પેદા થઈ. ચુલકની જેવી જેની આકૃતિ હોવાથી બ્રાહ્મણએ તેનું નામ ચાલુ રાખ્યું. કમે ત્રીજી મૂર્તિ, અગ્નિકુંડમાંથી
૧ ઈતિ , ઇડેલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com