________________
રજપુત જાતિના સાદૃશ્યની સમાલોચના.
ર૭ ( હરકયુલીસ ) ઈસ્ટ અને બોધનનો તિવાદ કરતાં કરતાં તેઓની દવા હાથમાં લઈ યુદ્ધમાં જતા હતા. અને પાસેનાને અને દૂરનાને મારવા માટે હથીયારમાં તેઓ મગદળ અને શળને વ્યવહાર કરતા હતા.
આર્યો જેમ ત્રિમૂર્તિની આરાધના કરતા હતા તેમ સ્કદનાભ દેશવાસીઓ ત્રિમૂર્તિની આરાધના કરતા હતા. થર, બધેન અને યાકી નામની ત્રિમૂર્તિનું તેઓ આરાધન કરતા હતા. તે ત્રિમૂર્તિ ત્રિગુણાત્મિકા' હતી. તે પ્રમાણેની ઉપસના પણ શૈવીકે પોતાના મંદિરમાં કરતા હતા.
વસંતઋતુના સમાગમે જ્યારે પૃથ્વી નવા જીવને જીવિત થાતી ત્યારે સ્કંદનામવાસીઓ ક્રયાનો મહત્સવ કરતા હતા. તેઓ તે દેવતાની સમક્ષ વન્યવરાહું ને બલીદાનમાં આપતા હતા.
હરવનિતા વાસંતીદેવી, રજપુતની આરાધ્યદેવી વસંતકાલના સમાગમે રજકુતરાજાઓ સિન્ય સામંતસાથે શીકારને માટે બહાર જાતા અને વરાહને શીકાર કરી તેનું માંસ ખાતા. તેઓ તે દીવસે, પિતાના જીવનની મમતા છેડી શીકાર કરતા હતા. તે દીવસે તેઓ સારા શુકન જોતા હતા.
કુમાર કાર્તિકસ્વામી રજપુતોને દેવ સેનાપતિ. હીંદુઓના પુરાણમાં તે ષડાનન કહેવાય છે શાકસેન લેકિન દેવ પણ ષડાનન છે. શાકસેન કાંતિ શૈવી, છત અને કે સ્ત્રી કે, તે ષડાનનને, યુદ્ધદેવ ગણી પૂજતા હતા.
વીરાચારી રજપુત, મૃગ, વરાહ, હંસ, જંગલી કુકડાનો શીકાર કરી, તેનું માંસ ભક્ષણ કરતા હતા. ઘેડે, સૂર્ય, અને તલવાર તેઓના ઉપાસ્ય દેવ છે. બ્રાહ્મણની શાંતીમય કથાના કરતાં ભાટની વીરરસમય કથા ઊપર તેઓની વિશેષ ભક્તિ છે. તે ભક્તિ અચળ અને અટલ છે. તે તેના જીવનનું મૂળમંત્ર સ્વરૂપ. જે દીવસે તે ભક્તિનો વિલેપ થાશે તે દીવસેજ આ વિશ્વમાંથી રજપુત નામ ઉડી જાશે. હાલ પઝુ તે દરના સ્પંદનાભ દેશના વીરપુરૂષની સાથે આર્યવીર રજપુતનું સાદસ્થ જોવામાં આવે છે. તે સાદૃશ્ય જેવાને આપણે પ્રવૃત્ત છીએ. પણ હવે તે અવ
સ્થા ક્યાં છે ? તે કંદનાભની તેજસ્વિની અવસ્થા ક્યાં છે ? હાલ તે શક્તિ તેના પુત્રના નિષ્કર આચરણથી, ત્યાગ કરી ચાલી ગઈ છે. હાલ જે મહતભાગીની ભારતભમીમાં આચાર વ્યવહાર, ધર્મનીતિ વિગેરે નષ્ટપ્રાયઃ થયેલા દેખાય છે તેવીજ રીતે તે સ્કંદનાભની ભુમીમાં પણ ઉક્ત વ્યવહારો નષ્ટપ્રાયઃ થઈ ગયેલા છે.
૧ સત્વ, રજસ અને તમો એ ત્રણ ગુણવાળી ર જંગલનું ભુડ.
* હીંદુઓની ત્રિમૂર્તિની જેમ તેઓની ત્રિમૂર્તિ પણ ત્રિગુણાત્મિકા છે થર ( ર ) સહારક, બેધન પાલન કરતા, ક્રીયા આધાશક્તિ પ્રકૃતિ સ્વરૂપિણ દેવીરૂપે કપિત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com