________________
શારદા સિદ્ધિ ચરિત્ર ચાલવાનું છે. એની વાત પછી આવશે પણ એમના માતા પિતા કોણ હતા ને તેમની નગરી કઈ હતી તે વાત કહેવામાં આવે છે.
ભારતભૂમિ આર્ય વિતલ મેં, મનહર માલવ દેશ,
ભવ્ય ભવન ઉજ્જવલ ઉજજની, દમકત દિવ્ય. જબુદ્વીપના ભરત ક્ષેત્રમાં માલવ નામને એક દેશ હતે. એની રાજધાની ઉજજેની નામની વિશાળ નગરી હતી રાજધાનીની નગરી એટલે એની શોભામાં શું ખામી હોય! ઉજજની નગરીની શોભા અનેક વિદેશીઓને આર્કષણ કરે તેવી હતી. પરદેશના અનેક સહેલાણીઓ આ નગર જેવા આવતા ને ત્યાં રોકાતા, અને વાહ... અલકાપુરીને શરમાવે એવી શું આ નગરી છે! એવી એની પ્રશંસા કરતા. ત્યાંના રસ્તાઓ ખૂબ વિશાળ હતા અને શેરીઓ પણ ઘણી મોટી હતી. રસ્તાઓ અને શેરીઓ ઘણા સ્વચ્છ અને સાફ હતા. બગીચાઓ, સરોવર, નાટયગૃહ, ચિત્રશાળા સંગીતશાળા, નૃત્યશાળા, ધર્મશાળાઓ, ધર્મસ્થાનકે, પૈષધશાળા વગેરે ચોરે ને ચૌટે જોવામાં આવતા હતા. તે નગરીમાં કોઈ દુઃખી ન હતું. બધા લેકે સુખી, સંતેષી, ધર્મપારાયણ, અનુકંપાવાન અને પાપભીરુ હતા. અઢારે આલમના લેકે સૌ : સૌના ધર્મમાં રક્ત હતા. કોઈ ભેદભાવ ન હતે. ધર્મના પ્રસંગમાં ભાઈ ભાઈ જે સાથ આપતા હતા.
“ગુણથી શોભી ઉઠેલ રાજા” : ઉજજૈની નગરીમાં રાજાનું નામ જિતારી હતું. જેનું નામ જિતઅરિ = જિતારી એટલે તેમણે બધા શત્રુઓને પિતાની વીરતા અને પરાક્રમથી જીતી લીધા હતા, એટલે નામ પ્રમાણે ગુણેથી અલંકૃત હતા. તે સ્વભાવે ખૂબ ઉદાર, દયાળુ, અને ન્યાયી હતા. રાજ્યમાં આવનાર કઈ ખાલી હાથે જતું ન હતું. તે સૌને છૂટા હાથે એગ્ય દાન કરતા હતા. પંડિતે, સાધુએ આદિનું તેઓ હમેશા બહુમાન કરતા હતા. પ્રજાને પિતાના સંતાનની જેમ પાળતા હતા. પ્રજા પાસેથી કરવેરા ખૂબ અલ્પ લેતા ને સગવડ ખૂબ આપતા. પ્રજાના દુખો જાણવા રાત્રે ગુપ્તવેશે નીકળતા અને દુખીઓને જાતે મદદ કરતા. રાજાના આવા અનેક ગુણેના કારણે પ્રજા તેમનું ખૂબ સન્માન કરતી અને રાજાના પડતા બેલ ઝીલી લેતી હતી. એ રાજાને ગુણસુંદરી નામે રાણી હતી. તેના નામ પ્રમાણે તેનામાં અનેક ગુણે હતા. તેનું રૂપ તે અપ્સરાઓને પણ શરમાવે તેવું હતું, તેને તેના રૂપનું અભિમાન ન હતું. જેટલું તેનું રૂપ હતું તેનાથી હજાર ગણું તે નમ્ર, સરળ અને વિનયવંત હતી. સાદાઈ અને સંયમની તે એ પ્રતિમા હતી. રાજા-રાણી બંને જનધમી હોવાથી બંને ગુરૂ ભગવતેની સેવા કરતા, વ્યાખ્યાન શ્રવણ કરતા. આ રીતે યથાશક્તિ ધર્મનું પાલન કરતા હતા. બંને આનંદથી સંસારના સુખ ભોગવતા સમય પસાર કરતા હતા.
ગુણસુંદરીએ જોયેલું સ્વપ્ન” એક વખત ગુણસુંદરી રાણીએ રાત્રીના