________________
૧૮૦
શારદા સિદિ
મુનિઓને માર માર્યાં હતો તે પકડાઈ ગયા. ચક્રવતિએ તેમને મારી નાંખવાની ધમકી આપી એટલે મરણના ભયથી તેમણે સત્ય વાત કહી દીધી કે અમને પ્રધાને આ કામ સાંખ્યું હતુ. આ સાંભળતાની સાથે રાજાને ખૂબ ક્રોધ આન્યા. નમ્રુચિને ખોલાવીને ખૂબ મજબૂત દોરડાના બંધનથી હાથ પગ વગેરે અંગેાપાંગને બધાવી દીધાં.
એવા ગાઢ અંધને નમુચિને બાંધવામાં આવ્યે કે શ્વાસ પણ લઈ શકાય નહિ. આવી રીતે બાંધીને આખા નગરમાં એના ગુનાની જાહેરાત કરાવતા દૂતોની સાથે મુનિરાજો પાસે ઉદ્યાનમાં માકલ્યા. આ સમયે ચિત્ત મુનિના સમજાવવાથી સ’ભૂતિ મુનિના ક્રોધ શમી ગયા હતા. પછી બંને ભાઈઓ વિચાર કરવા લાગ્યા કે આપણા કેવા ઘાર કર્મીના ઉદય છે કે આપણે જ્યાં જઈ એ છીએ ત્યાં આપણા તિરસ્કાર થાય છે. આહાર લેવા ગયા તા આહાર ન મળ્યા પણ પ્રહાર પડયા. તે આપણા એ કર્માને ખપાવવા માટે સથારા કરીએ. આવે! વિચાર કરી સર્વ જીવાને ખમાવી ઉચ્ચાર પાસવણુ ભૂમિનુ' પડિલેહણ કરીને સંથારાના પચ્ચખાણ કરવાની તૈયારી કરે છે ત્યાં રાજાના માણસે નમુચિ પ્રધાનને 'ધને બાંધીને લાવ્યા. નસુચિની આવી કરુણાજનક દશા જોઈને અને મુનિરાજોને ખૂબ દયા આવી, કારણ કે વીતરાગી સતો તો કરુણાના સાગર હાય છે. તેઓ એક કીડીને પણ દુભવતા નથી તે માનવીની આવી દશા કેમ જોઈ શકે ? હવે તે પાતાને માર મરાવનાર પ્રત્યે પણ દ્વેષ ન હતા. શત્રુ *મિત્ર પ્રત્યે સમભાવ આવી ગયેા હતો તેથી નમુચિને ધનથી મુક્ત કરાખ્યા. તે જેવા અધનથી છૂટયા તેવા ભાગ્યા. હવે ફરીને ચક્રવતિ દર્શન કરવા આવશે ને શુ' ખનશે તેના ભાવ અવસરે,
:
ચરિત્ર દાસીના ચઢાવવાથી ચઢી ગયેલી સુરસુંદરી રાણી મહેલના એક અંધારા ખૂણામાં જઈને સૂઈ ગઈ. રિસેને ઘેર આવીને દાસીને પૂછ્યું કે, “રાણી કયાં ગઈ ?” તો એણે ખરાબર જવાબ ન આપ્યું, એટલે રિસેન જાતે રાણીની તપાસ કરવા મહેલમાં આમતેમ ઘૂમી વળ્યેા. શેાધતા શોધતા એક અંધારા ઓરડામાં બેહાલ દશામાં સુરસુંદરીને સૂતેલી જોઈને પૂછ્યું, “હે સુરસુંદરી ! આજે તને શું થયુ છે ? તારા મુખ ઉપર આટલી બધી ઉદાસીનતા કેમ ? રડીરડીને તે આંખ કેમ સૂઝાડી છે ?” રાણીએ રિસેનના સામું ન જોયું. હિરસેને ફરીથી પૂછ્યું :
પ્યારી અપમાન ક્રિસને કિયા, તુમ જલ્દી કહેા હવાલ, આંસુ પાંછન લગા પ્રિયાકા, લેકર ખુદ રૂમાલ”
વ્હે રાણી ! શું તારું કોઈએ અપમાન કર્યું છે ? કેાઈ એ તને કટુ શબ્દ કહ્યા છે? જે હાય તે જલદી કહે તા કહેનારને હું શિક્ષા કરુ.” સુરસુ દરીએ જાણ્યુ' કે હવે ખરાખર વાતના રગ જામશે એટલે તેણે સ્રીચરિત્રનુ નાટક ભજવવાની શરૂઆત કરી. તે એકદમ ગુસ્સામાં આવીને કહે છે કે, તમને કહેવાથી શુ? આ રાજ્યમાં તમારા