________________
શારદા સિદ્ધિ પણ તમને દુઃખમાં શાંતિ આપશે, પણ ભૌતિક ધનની કમાણી તમારી સાથે નહિ આવે, અને વર્તમાનમાં એને મેળવતા પાપ બંધાશે, અશાંતિ વધશે. ધન સાથે નહિ આવે પણ પાપ તે સાથે આવશે ને એને કારણે આ ભવમાં ને પરભવમાં દુઃખ ભોગવવા પડશે.
ચિત્તમુનિએ પિતે સમજીને આરંભ પરિગ્રહને ત્યાગ કર્યો છે એટલે જોરશોરથી બ્રહ્મદત્ત ચક્રવતિને સમજાવી રહ્યા છે. અત્યાર સુધી ચિત્તમુનિએ જે જે વાતે કહી તે બધી બ્રહાદત્ત ચક્રવતિએ સાંભળી. હવે બ્રહ્મદત્ત ચક્રવતિ ચિત્તમુનિને જવાબ આપે છે.
अहंपि जाणामि जहेह साहू, जं मे तुमं साहसि वक्कमेयं । . भोगा इमे संग करा हवंति, जे दुज्जयो अज्जो अम्हारिसेहिं ॥ २७॥
હે સાધુ મુનિરાજ ! આપ સંસારિક પદાર્થોની અનિત્યતાના વિષયમાં મને જે સમજાવી રહ્યા છે તે જ રીતે હું પણ જાણું છું કે આ શબ્દાદિક ભેગ-વિષયે ધર્મક્રિયાઓ કરવામાં અવરોધ કરનાર છે પરંતુ તે આર્ય! અમારા જેવાથી છોડવા અશક્ય છે, આથી હું એને છોડવામાં અસમર્થ છું. આ ગાથા દ્વારા બ્રહ્મદત્ત ચકવતિએ પિતાની વાસ્તવિક પરિસ્થિતિ મુનિરાજની સામે સ્પષ્ટ કરી દીધી કે હે મુનિરાજ ! - આ કામભેગે ધર્મક્રિયામાં પ્રતિબંધક છે. એ વાત હું સમજું છું, જાણું છું પણ હું છોડવા માટે સર્વથા અશકય છું.
બંધુઓ! જે મનુષ્ય ભેગાસક્ત બની જાય છે એને કામભોગ છેડવા અશક્ય લાગે છે. સંસાર સુખને રાગ, આસક્તિ મહા ભયંકર છે. સંસાર સુખને રાગ ન છૂટે ત્યાં સુધી સંતે ગમે તેટલું સમજાવે પણ સંસાર ક્યાંથી છૂટે? ચિત્તમુનિએ બ્રહ્મદત્ત ચક્રવતિને ગમે તેટલું સમજાવ્યા પણ સંસાર સુખના રાગમાં એટલા બધા રંગાઈ ગયા હતા કે એમણે સંતને કહ્યું કે હું જાણું છું કે કામભોગ ધર્મકરણ કરતા રૂકાવટ કરનાર છે, પણ હું છોડી શકું તેમ નથી. સંસાર સુખ, વિષય સુખને રાગ જ્યાં સુધી ખતરનાક ન લાગે ત્યાં સુધી એને છોડવાનું મન ન થાય, રાગ-દ્વેષ, કામ, ક્રોધ, લેભ, નિંદા, ઈર્ષ્યા વિગેરે જે દુર્ગણે છે તે પ્રત્યે દિલ કકળતું નથી એટલે એને ધકકે લાગતું નથી, અને એ ફાલ્યાફૂલ્યા રહે છે. જીવ હશે હશે રાગ-દ્વેષ-જૂઠઅનીતિ-વૈરઝેર બધું કરે છે. વર્ષોથી ધર્મ કરવા છતાં જીવની આ દુર્દશા કેમ છે? એનું કારણ એ છે કે એની ભયંકરતા અને ભાવિ અનર્થો સમજાતા નથી. એની ભયંકરતા સમજાય નહિ ત્યાં સુધી એને ધકકો લાગે નહિ ને એ જીવનમાંથી ઓછા થાય નહિ.
વર્ષોના ધર્મ પરિચયે શું આપ્યું ? અસત્ય, અનીતિ, ઈર્ષ્યા, ઘેર-વિરોધ, રાગતેષ વિગેરે અધર્મોને ધક્કો ન મરા? સત્ય, નીતિ, ગુણ, પ્રમોદ, સર્વ જી પ્રત્યે મૈત્રીભાવ, ક્ષમા, પ્રેમ, ઉદારતા વિગેરે પ્રત્યે મમતા ન જગાડી? તો તમે ધર્મને