________________
શારદા સિદ્ધિ
૮૮૫ પરિચય કે કર્યો? જેમ પુત્રને સાવકી માતા હોય તેમ તમે ધર્મને પહેલેથી સાવકી માતા જે ગણે છે, પછી એ ધર્મ પિતાને કેવી રીતે થાય? ધર્મને પરા ગો છે ને સંસારની ચીજોને પિતાની ગણી છે, એટલે આ મારું ઘર, આ મારી પત્ની, મારા સંતાન, મારી તિજોરી, મારી સંપત્તિ, મારું ઘર, મારી દુકાન, આવી સમજણ રાખી હોય ત્યાં આ મારે ધર્મ, મારા ભગવાન, મારા ધર્મગુરૂ એવા ભાવ ક્યાંથી આવે? ને ધર્મ પિતાને કયાંથી લાગે ? મહાન પુણ્યદયે સારા કુળમાં અને જિન શાસનમાં જન્મ્યા એટલે આ ઉત્તમ જૈન ધર્મ તે મળ્યો. “જિંદગીના છેડા સુધી ધર્મને પરિચય તે કરશે પણ એના પ્રત્યે ઓરમાન માતા જેવો ભાવ રાખશે તે આત્માનું દરિદ્ર કેવી રીતે ટળશે?” એ માટે તે ધર્મ પિતાને છે અને કંચન-કાયા–કુટુંબ પરાયા છે એ ભાવ હદયમાં નહિ આવે અને ધર્મ પ્રત્યે પિતાની સગી માતા જેવી મમતા નહિ જાગે ત્યાં સુધી આત્માનું દરિદ્ર નહિ ટળે તે હવે વિચાર કરો, ધર્મની મમતા કેવી રીતે જાગે? ધર્મ પિતાને કેવી રીતે લાગે? સાંભળે, કાયા-કુટુંબ, કંચન, કામિની વિગેરે પરના રાગ-મમત્વ અને એની પાછળ આરંભ સમારંભના ભાવ અને અસત્ય, અનીતિ, ક્રોધાદિ કષા, ઈર્ષા, વૈર-વિરોધ વિગેરે ગુણોને ધક્કો લાગે, અને એ ધકકો લગાડવા માટે એની ભયાનકતા વિચારીને દિલ કકળી ઉઠવું જોઈએ.
શાલિભદ્રજીને અઢળક સંપત્તિ, બત્રીસ અપ્સરા જેવી પત્ની અને એના અઢળક ભોગવિલાસ ખતરનાક લાગ્યા. એના ઉપર દિલ કકળી ઉઠયું એટલે એમના અંતરમાં સંયમ ધર્મ પ્રત્યે અનેરી મમતા જાગી. સંયમ ધર્મ પિતાનો અને બીજા બધા પરાયા છે એવું સચોટ સમજાઈ ગયું, એટલે પરાયાને ત્યાગ કરી સંયમ ધર્મ અપનાવતા વાર ન લાગી. સનતકુમાર ચક્રવતિ છ છ ખંડની સંપત્તિને ત્યાગ કેવી રીતે કરી શક્યા? શરીરમાં એકાએક સેળસેળ રોગો ઉત્પન્ન થયા ત્યારે વિચાર કર્યો કે આ રોગ ઉત્પન્ન થવાનું મૂળ કારણ શું? તે એના મૂળ કારણુમાં પૂર્વ જન્મના કર્મોને જોયા તેથી છ છ ખંડની ઠકુરાઈ પરના રાગ-મમતા વિગેરે ખતરનાક લાગ્યા. એના પર દિલ કકળી ઉઠયું, કારણ કે એમને સંસારના સુખ અકારા લાગ્યા, એટલે એ સર્વ સંપત્તિને ત્યાગ કરીને સંયમ પંથે ચાલી નીકળ્યા. સંસાર સુખ અકારા કેમ લાગ્યા તે જાણે છે? “નજરકેદી રાજાની જેમ આ સંસારમાં પોતાના કર્મોનું હલકટપણું, કેદી૫ણું ખટકે તો ગમે તેટલા સુખ સમાન પણ અકારા લાગે.
બેલો, આવું સાંભળીને તમને સંસારના સુખ અકારા લાગે છે ખરા? “ના.” નથી લાગતા ને? એનું કારણ એક જ છે. જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલા ધર્મ પ્રત્યે તમને મમત્વ ભાવ નથી. એમના જીવન તરફ તમારી દષ્ટિ નથી. તમે ધર્મ પ્રત્યેનું મમત્વ વધારો તે તમને તન અને ધનનું મહત્વ ઓછું થશે. ને એના દ્વારા ધર્મ