________________
શારદા સિદ્ધિ
८८७
સ્વાથ પૂરો થયે ત્યાં કોઈ સામુ' જોતુ નથી. એવી આ સંસારની માયા છે, માટે સ'સારને છેડવા જેવા છે, પણ હુ છેડી શકતા નથી.
અહાહા....માહમાં ઘેરાયેલા જીવની કેવી કંગાલ દશા છે કે એ આવું બધુ જાણવા ને સમજવા છતાં જિનાજ્ઞાનું પાલન કરી શકતા નથી. જેને જિનાજ્ઞાનુ માન ગમે તે મેક્ષના મહાન સુખા મેળવે છે. એને પછી કોઈના ફરમાન ઉઠાવવા પડતા નથી, અને જેને જિનાજ્ઞાનુ ક્માન ન ગમે તેને કમરાજાના અનેક ક્રમાના ગમે કે ન ગમે છતાં ઉઠાવવા પડે છે. જિનાજ્ઞાને માથે ચઢાવનાર મેહરાજાની છાવણીમાં જવા છતાં માહના એક પણ ગાદો ખાધા વગર પાછા આવે છે. ચિત્તમુનિ માહરાજાની છાવણીમાંથી બહાર નીકળી ગયા છે અને બ્રહ્મદત્ત ચક્રવતિ માહરાજાની છાવણીમાં બેઠા છે ને મેહરાજાના રાગ-દ્વેષ-મમતા આદિ સૈનિકોના અનેક ગેાદા ખાઈ રહ્યા છે, એટલે એ મુનિની વાત કબૂલ કરે છે કે તમે જે કહેા છે તે સાચું છે પણ હું... એને છોડવા સમર્થ નથી. હજુ પણ બ્રહ્મદત્ત ચક્રવતિ ચિત્તમુનિને શુ' કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર :– ભીમસેને પલ્લીપતિને પૂછ્યુ` કે ભાઈ ! આ અમારા અલકારો તમારી પાસે કેવી રીતે આવ્યા ? ત્યારે સુભદ્રે કહ્યું-મહારાજા ! અમે લોકો ચાર લૂંટારા જરૂર છીએ પણ નિર્દોષ અને ગરીબ માણુસેને અમે કદી લૂંટતા નથી. એ ચારોને ખખર નહિ કે આપ ઉજ્જૈની નરેશ છે અને આપને અચાનક રાજપાટ છેડીને ભાગવુ પડયુ છે. જયારે આપને રાજ્ય છેાડીને ભાગવુ પડયુ' ત્યારે એ વાત નક્કી છે કે દુઃખમાં માણસને દાગીનાના જ આધાર હાય. એ ચારાઈ જતાં માણસના પ્રાણુ ચાલ્યા જાય એવુ થાય છે. આપના દાગીના ચારાઈ ગયા ત્યારે આપને કેવું દુઃખ થયુ હશે ? પણ મારા સાથીદારોને ખબર નહિ તેથી ધનની લાલચથી એમણે આપના દાગીના ચારી લીધા હશે, પણ મેં તેા એ દાગીના સાચવીને મૂકી દીધા હતા, પછી મેં આપની શ્રેણી તપાસ કરાવી પણ આપના કયાંય પત્તો લાગ્યા નહિ, ત્યારથી મેં નક્કી કર્યુ કે જયારે આપના પત્તો લાગશે ત્યારે હું જાતે જ એ દાગીના આપને પાછા આપીશ ને આપની માફી માંગીશ, ત્યારથી હું રોજ આપની રાહ જોતા હતા અને દરરોજ આપના સમાચાર મેળવવા પ્રયત્ન કરતા હતા ત્યાં મને આજે સમાચાર મળ્યા કે આપ સ્વય' આજે અહી પધારી રહ્યા છે અને આ જ'ગલમાં જ આપ આજે રાત્રે રોકાવાના છે, આ સમાચાર મળતાં હુ. આપની પાસે આભૂષણા લઈને આવ્યા છું. આપ મને ક્ષમા કરો ને આપના આભૂષણા ગ્રહણ કરો.
સુભદ્રની વાત સાંભળી ભીમસેન રાજાના મનમાં થયુ` કે મારે આને ચાર કહેવા કે શાહુકાર ? શાહુકારમાં પણ આવી ખાનદાની જોવા મળતી નથી. સુભદ્રની નીતિ અને