________________
૮૯૮
શારદા સિદ્ધિ
ગભરાયેા ને પૂછ્યું કે આ કાનું સૈન્ય છે ? ત્યારે માણસાએ કહ્યું કે આ તે ભીમસેન રાજાનુ સૈન્ય છે. તેમનું સૈન્ય ઘણુ વિશાળ છે. આ સાંભળીને ઘોડેશ્વાર દોડતા નગરમાં આન્યા ને દ્વારપાળને સમાચાર આપ્યા, અને દ્વારપાળે હિરસેનને સમાચાર આપ્યા. આ સાંભળીને રિસેનના આનંદના પાર ન રહ્યો. એણે મંત્રીને કહ્યું જલ્દી અશ્વ તૈયાર કરાવા. મારે જલ્દી મારા ભાઈની પાસે જવુ છે. એમ કહી સદેશે। આપવા આવનારને કિંમતી રત્નાના હાર ભેટ આપ્યા, અને આખા નગરમાં ઢંઢેરો પીટાબ્યા કે મહારાજા ભીમસેન પધારી રહ્યા છે, માટે સૌ તેમના સ્વાગતની તૈયારી કરો ને આખુ નગર શણગારો. આ રીતે હિરસેને નગરજનને સૂચના આપી દીધી. પેાતે પેાતાના મહેલમાં જઈ ને રાજપેાશાક ઉતારી સામાન્ય પાશાક પહેરીને ઘોડા પર બેસીને જવા તૈયાર થયા ત્યારે સંદેશા લાવનાર કહે છે મહારાજા ! એ તે માટુ' સૈન્ય લઈ ને યુદ્ધની તૈયારી સાથે આવ્યા છે.
એ ક્રોધે ભરાઈને આવ્યા હોય તે આપ આમ અચાનક જાએ ને કઈ નવા જુની કરે તે આપણે મુશ્કેલીમાં મૂકાઈ જઈએ કારણ કે તમને તે ભાઈને મળવાને તલસાટ છે. ભૂલને અંતરમાં પશ્ચાતાપ છે, પણ એમને આ વાતની ખબર નથી માટે અમે પહેલા એમની પાસે જઈએ ને બધી વાત કરીએ, પછી આપ પધારે પણ હિરસેન તા પાછા વળતા નથી. નગરશેઠ, પ્રધાન વિગેરે મુખ્ય માણસોએ ખૂબ કહ્યુ' એટલે હિરસેન રાકાઈ ગયા. હવે પ્રધાન આદિ મુખ્ય માણસા ભીમસેન રાજાની પાસે જઈને અધી વાત કરશે, પછી હિરસેન જશે ને શુ' બનશે તે અવસરે.
பூ
F
E વ્યાખ્યાન ન. ૯૪
કારતક સુદ ૧૦ ને મગળવાર
તા. ૩૦-૧૦-૭૯
સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેનો ! અન ́ત કરૂણાનીધિ, ત્રિલેાકીનાથ, કરૂણા સાગર ભગવતે જગતના જીવાના કલ્યાણ માટે આગમ વાણી પ્રકાશી. ભગવાનની વાણીમાં અલૌકિક ને અન'ત ભાવા ભરેલા છે. એ અપૂર્વ અને અલૌકિક વાણીનું પાન કરનાર આત્મા ભવરોગથી મુક્ત થાય છે. જ્યારે જે વસ્તુનુ પ્રતિપાદન કરવામાં આવતુ હોય ત્યારે વસ્તુ અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ દોષથી રહિત હાવી જોઈએ.
જ્યારે જીવનું લક્ષણ બતાવવામાં આવે ત્યારે આ ત્રણ દેષ માંહેનો એક પણ દોષ ન હાવા જોઈએ. જો એક પણ દોષ એમાં સ'ભવતા હોય તે તે લક્ષણ દૂષિત કહેવાય. જેમ કે જીવનુ' લક્ષણ ચૈતન્ય છે તે ચૈતન્ય ગુણુ વિનાના એક પણ જીવ ન હેાઈ શકે. જ્યાં જીવ છે ત્યાં ચૈતન્ય તે અવશ્ય હાય છે. જીવ ગમે તેટલા કર્માંથી ઘેરાયેલે હોય તે પણ તેમાં ચૈતન્ય ગુણુ અવરાય નહિ. નિગેાદથી માંડીને સિદ્ધના જીવામાં