Book Title: Sharda Siddhi
Author(s): Shardabai Mahasati
Publisher: Saurashtra Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 972
________________ શિારદા સિલિ ૯ર૧ હું અને મોટો ચક્રવતિ અને મારો મિત્ર આ દરિદ્ર! આજે તું મારી પાસે આવ્યો છે તે હું આજે હું તારું દરિદ્ર ટાળી નાંખું. ચક્રવર્તિની ઉદારતા” :- બેલ, તારે શું જોઈએ છે? તારે જે જોઈએ તે આપવા હું તૈયાર છું. બેલ જલદી બેલ. ગામ-ગરાસ-હીરા-માણેક-મોતી-ધનમહેલ-સ્ત્રી તારી જે ઈચ્છા હોય તે માંગ. તું જે માંગીશ તે આપીશ. તું કહે તે પાંચ કશ ગામ આપી દઉં તે તું એટલા ગામને રાજા બનીશ. તારે એને બધો વહીવટ કરવાને. એમાં મારી કઈ સત્તા નહિ. ચિદાનંદ કહે છે સાહેબ? મારે ગામ નથી જોઈતા. હીરા, માણેક, મોતી, ઝવેરાત, સોનું કે ભંડારની ચાવી કાંઈ નથી જોઈતું. આ બ્રાહ્મણને ચકવતિ આટલું આપવા તૈયાર છે તે પણ લેતે નથી, અરે ભંડારની ચાવીને ગુડ આપે છે તે પણ લેવા તૈયાર નથી, પણ હું તમને પૂછું છું કે તમને કઈ ચાવીને yડે સેંપી છે તે તમે શું કરો ? બેલે તો ખરા! (શ્રોતામાંથી અવાજ : તે લેતા ન ભૂલીએ, લેવાય તેટલું લઈએ. હસાહસ) બ્રહ્મદત્ત ચિદાનંદને કરેલ પ્રશ્ન” - બ્રહ્મદત્ત ચક્રવતિ બ્રાહ્મણને કહે છે ભાઈ! તારે શું જોઈએ છે? તું જે ને જેટલું માંગીશ તેટલું આપીશ પણ તારું દરિદ્ર મારે આજે ટાળવું છે. આ સાંભળીને બ્રાહ્મણે કહ્યું. મહારાજા ! આપે આજે . મિત્રની ખરેખરી કદર કરી છે. ઘણા રાજાએ સુખમાં પડીને મારા જેવા ગરીબ મિત્રને ભૂલી જાય છે પણ આપ તો મને ભૂલ્યા નથી. આપની વાત સાંભળીને મને ખૂબ આનંદ થાય છે પણ મારે ગામ, ધન, ધાન્ય, ઝવેરાત વિગેરે કાંઈ નથી જોઈતું. મારી તે એક ઈચ્છા છે તે પૂરી કરવાની આપ પાકી ખાત્રી આપે તે કહું. હે મહારાજા ! હીરા-માણેક-સેનુ લઉ તે એને સાચવવાની ચિંતાનું દુઃખ ઉભું થાય. હાથી-ઘડા રથ લઉં તો બેજારૂપ થાય, રૂપ રમણીઓના સુંવાળા સંગમાં મને આનંદ કે રસ નથી માટે મારે આવું કંઈ નથી જોઈતું. ચક્રવતિએ કહ્યું તે ભાઈ! તારે જોઈએ છે શું? એ જ મને તે કાંઈ સમજાતું નથી. રાજન ! મારે તે ભવિષ્યમાં જરા પણ બેજારૂપ ન થાય ને આજે ને આજે જ એને અનુભવ થઈ જાય એવી વસ્તુ જોઈએ છે, એટલે મારી તે એક જ ઈચ્છા છે કે આપ જે ભેજન જમો છે એ જ ભેજન આપ મારા આખા કુટુંબને આજે જ જમાડે. ચક્રવતિના ભેજનની મેં ઘણી વાતે સાંભળી છે, વળી આમાં બીજી કંઈ પંચાત તે નહિ. ખાધું એટલે પત્યું પછી એની રક્ષા વિગેરેને કંઈ પણ માથે ભાર નહિ. ચિદાનંદની વાત સાંભળતાં ચકવતિ પડેલા ઊંડા વિચારમાં” – બ્રાહ્મણ મિત્રની વાત સાંભળીને ચક્રવતિ ઉંડા વિચાર સાગરમાં ડૂબી ગયા. એમના મુખ ઉપર ઉદાસીનતા આવી ગઈ. એ જોઈને ચિદાનંદે કહ્યું, રાજન ! તમે મારી આટલી નાનકડી માંગણું પણ પૂરી કરી શકો તેમ નથી? અમે આખું કુટુંબ માત્ર શા, ૧૧૬

Loading...

Page Navigation
1 ... 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992