________________
વ્યાખ્યાન નં. ૯૭ - કારતક સુદ ૧૫ ને શનિવાર
તા. ૩-૧૧-૭૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની મહાન પુરૂએ ભવ્ય જેને સમજાવતા કહ્યું કે હે જી ! સંસારમાં બે માર્ગ છે ભેગ અને ગ. ભગ જીવને ભવમાં ભમાવે છે અને યોગ જીવને તારે છે. યાદ રાખજો કે વધારે પડતા ભંગ તે યોગના ઘાતક છે ને વધુ પડતા યોગ તે ભેગના ઘાતક છે. જેમ જેમ ભેગની અધિકતા તેમ તેમ યોગનું નિકંદન અને જેમ યોગની અધિકતા તેમ તેમ ભોગનું નિકંદન જેમણે શુદ્ધ સામાયિક, પૌષધાદિના રસને અનુપમ સ્વાદ ચાખ્યો તે આત્મા સામાયિકાદિ પૂર્ણ કરીને સંસારના ભોગમાં જશે તે પણ તેની રમણતા સામાયિકાદિમાં હશે. તે સમયે તેને સંસારની કઈ વાત પૂછે તે તે સાંભળ્યા ન સાંભળ્યા જેવી થશે ત્યારે સામી વ્યક્તિ કદાચ એમ પણ બોલે કે તમારું મન કયાં રમે છે? ત્યારે તે કહેશે કે મારું મન તે જ્યાં જોઈએ ત્યાં રમે છે. આજ સુધી મારું મન બધે ભટકતું હતું. આજ સુધી ઠેકાણે નહોતું. હવે ઠેકાણે આવ્યું છે, ઠેકાણે આવ્યું શાથી કહેવાય? ખબર છે? ન્યાય આપીને સમજાવું.
માને કે તમે છ સાત લાખ રૂપિયા ખર્ચીને પિતાનું આલેશાન ભવન જેવું ઘર બંધાવ્યું. એમાં તમારા સિવાય બીજા કોઈને હક્ક ચાલે નહિ. તમને એ તો પૂરો વિશ્વાસ છે, પણ એક વાર એવું બન્યું કે તમારા કઈ શત્રુ બરાબર મધરાત્રે તમારું ખૂન કરવા આવ્યા ને કહે કે અમે ઝુંપડવાસને નહિ મારવાના પણ બંગલાવાળાને મારવાના. હવે હું તમને પૂછું કે આ સમયે તમારા પિતાના આલીશાન બંગલામાં ઠેકાણે બેઠેલા લાગે કે મહાભયના સ્થાનકમાં બેઠેલા લાગે? આ ન્યાયે જ્ઞાની આપણને સમજાવે છે કે પરલકની દષ્ટિએ તમે લાડી, વાડી ને મહેલમાં બેઠા હોય તે શું ઠેકાણે બેઠા લાગે કે બીજે બેઠેલા લાગો ? સમકિતી જીવને જ્યાં આત્માની રક્ષા થાય ત્યાં દુન્યવી બીજુ કંઈ ઠેકાણે ન હોવા છતાં તે ઠેકાણે બેઠો લાગે એથી ઉલટું મહેલ, લાડી, વાડી બધું પિતાનું હોય પણ જ્યાં આત્માનું રક્ષણ નહિ, એગ સાધના નહીં ત્યાં કંઈ ઠેકાણું ન લાગે. તમે ઉપાશ્રયમાં બેઠા હો ત્યાં ઠેકાણે બેઠા લાગો કે દુકાને કે ઘરમાં ઠેકાણે બેઠા લાગી? ખૂબ વિચારીને જવાબ આપજે. ઘરમાં ઠેકાણે નથી બેઠા એવું લાગે ખરું? યોગની પ્રબળતાવાળે ઘરમાં રહેતો હોય કે લાડુ ખાતે હોય તે પણ એ વિચાર વેગના કરે છે. સમકિતીને અશાતા, નિર્ધનતાદિના પાપનો ઉદય હોય છતાં આત્માને દુઃખી માનવાની વાત નહિ અને પાપને ઉદય ન હોય પણ પાપસ્થાનકની રમત જોરદાર હોય તે તે આત્મા મહાદુઃખી છે. જ્ઞાની કહે છે કે સંસારનું કોઈ પણ પગથિયું સ્થિર નથી. જ્યાં તું ઠેકાણું માનીને બેઠો છે. ત્યાં તારો વિનાશ છે, છતાં