Book Title: Sharda Siddhi
Author(s): Shardabai Mahasati
Publisher: Saurashtra Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 979
________________ ૯૨૮ શારદા સિદ્ધિ બંને આંખો ફૂટી જશે, બોલ, તું આ કાર્ય કરીશ ને ? ગાડરની સંગે ચઢીને ગાડર જેવા બની ગયેલા ભૂપતે કહ્યું-ભલે, હું એ કાર્ય કરીશ. તમે નિશ્ચિત રહે. આ સાંભળી ચિદાનંદ તે ખુશ થઈ ગયો ને ખિસ્સામાં જે રૂપિયા લાવ્યો હતો તે ભૂપતને આપી દીધા, એટલે ગરીબ ભૂપત તે ખુશ થઈ ગયો. ચકવર્તિની આંખે ઉડાવી વૈર લેતે ચિદાનંદ-ડા દિવસ બાદ નગરયાત્રાને દિવસ આવી ગયો ને ચક્રવતિ મહારાજાની સ્વારી નીકળી. આખા નગરની જનતા તેમાં જોડાઈ હતી. બધા ચક્રવતિ મહારાજાને જય હો...વિજય હે એમ ઉલ્લેષણ કરી રહ્યા હતા. ચક્રવતિ મહારાજાની સ્વારી ફરતી ફરતી વડલાના ઝાડ નજીક આવી. ચક્રવતિને હાથી જ્યાં વડના ઝાડ નજીક આવ્યો કે તરત લાગ જોઈને બેઠેલા ભૂપતે ગોફણ દ્વારા સનન કરતે એક પથ્થર ફેંકયો તે મહારાજાની જમણી આંખે વાગ્યો. ચકવતિ હેજ ઉંચું જુએ ને કંઈક બેલવા જાય તે પહેલા તે બીજે પથ્થર આવ્યો ને ચક્રવર્તિની બીજી આંખે વાગે. ચક્રવનિના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. તેમની બંને આંખોમાંથી લોહીની ધાર વહેવા લાગી. માંસના લેચા બહાર નીકળી ગયા ને બંને આંખે ફૂટી ગઈ. લોકોમાં ધા પિકાર થઈ ગયો કે અહો ! કોણ દુટે આપણું મહારાજાની આંખો ફેડી નાંખી? રાજાઓમાં પણ આ તે ચક્રવતિ રાજા હતા. એમને '' માટે શું બાકી રહે? ચારે તરફ માણસે પથ્થર મારનારને પકડવા દોડયા. તપાસ કરતા ભૂપત પકડાઈ ગયો. બધાને થયું કે હમણાં જ મહારાજા એને મારી નાંખશે. ચક્રવતીને તાત્કાલિક મહેલમાં લઈ જવામાં આવ્યા ને એમને માટે આંખના સ્પેશ્યાલીસ્ટ વૈદો, હકીમ અને ડોકટરે આવ્યા પણ કઈ રીતે મહારાજા દેખતા ન થયા, તેથી મહારાજાને સંપૂર્ણ આનંદ ખતમ થઈ ચૂક્યું હતું, અને અંતરમાં ક્રોધની જવાળાઓ ભભૂકી ઉઠી હતી કે આ ભૂપતે મારી આંખ શા માટે ફેડી? બીજે દિવસે રાજસભામાં ચકવતિ બંને આંખે પાટા બાંધીને સિંહાસને બિરાજ્યા ને ભૂપતને એમની સમક્ષ હાજર કરવામાં આવ્યો. ભૂપત થરથર ધ્રુજવા લાગ્યું. હવે મારું આવી બન્યું. મને હવે મહારાજા જીવતે નહિ મૂકે. એના મનમાં પાપને ભયંકર પશ્ચાતાપ થવા લાગ્યો કે અહો! મેં એક ચિદાનંદની ચઢવણુએ ચઢીને આપણા પવિત્ર મહારાજાની આંખે ઉડીને ભયંકર પાપ કર્મ કર્યું ! રાજા તે કેવા પવિત્ર છે. હવે મારું શું થશે! આ દુનિયામાં કઈને મરવું ગમે છે. સૌને જીવવું ગમે છે, પણ કેઈની ચઢવણીએ ચઢીને ભયંકર દુષ્કૃત્ય કરતા એ પાછા ફરતા નથી. પાછળથી એને પસ્તાવાને પાર રહેતો નથી. (અહીં પૂ. મહાસતીજીએ દુષ્કૃત્ય ઉપર એક કરૂણ કથની ખૂબ છણાવટથી કીધી હતી). બ્રહ્મદત્ત ચક્રવતિએ કેાધના આવેશમાં આપેલી અધમ આજ્ઞા ક્રોધથી ધમધમતા બ્રહ્મદત્ત ચક્રવતીએ પૂછયું-ભૂપત! મેં તારું શું બગાડ્યું હતું કે

Loading...

Page Navigation
1 ... 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992