________________
૯૩૪
શારદા સિહ કેતુસેન બંને પુત્રોએ કહ્યું પિતાજી! હજુ તે અમે નાવા , અમારા માથે આ રાજ્યને ભાર કયાં નાંખે છે? અમે તમને નહિ જવા દઈએ, પણ ભીમસેન રાજા હવે ક્ષણવાર સંસારમાં રોકાવા ઈચ્છતા ન હતા, તેમણે બંને પુત્રોને સમજાવ્યા. પિતાના રાજસિંહાસને દેવસેનને સ્થા અને વિજયસેન રાળને પુત્ર ન હતું તેથી કેતુસેનને એને માસાના રાજસિંહાસને બેસાડીને ચારે ય આત્માઓએ દીક્ષા લીધી. હરિસેન કેવળી અઘાતી કર્મોને ક્ષય કરી મોક્ષમાં ગયા ને આ ચારેય આત્માઓ પણ ખૂબ કઠીન ચારિત્રપાળી અઘોર તપશ્ચર્યા કરીને ભીમસેન રાજા અને વિજયસેન રાજા બંને આમાઓ એકાવનારી બની સર્વાર્થસિદધ વિમાનમાં ગયા અને સુશીલા તથા સુચના એ બંને સાધવીજીએ કાળ કરીને બારમા દેવલેકે ગયા. ત્યાંથી મનુષ્ય ભવ પામીને મોક્ષમાં જશે.
દેવાનુપ્રિયે ! ચિત્ત-બ્રહ્મદત્તને અધિકાર અને ભીમસેન-હરિસેન ચરિત્ર આ બંને અધિકાર પૂરા થયા ને આજે ચાતુર્માસ પણ પૂર્ણ થાય છે. અધિકાર અને ચરિત્ર આ બંનેમાંથી ઘણું ઘણું ઉપદેશ મળે છે કે જીવ કર્મબંધન કરતી વખતે વિચાર કરતા નથી પણ જ્યારે કમને ઉદય થાય છે ત્યારે જીવને ભગવતી વખતે કેટલા કષ્ટો સહન કરવા પડે છે, માટે પાપભીરૂ અને ભાવભીરૂ બને. બને તેટલી ધમરાધના , કરી જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ-દયા-ક્ષમા–સરળતા–સત્ય-નીતિ–સદાચાર, નિરાભિમાનતા આદિ સદ્ગુણો ખીલવીને જીવનબાગને હરિયાળે બનાવે અને માનવ જીવનને સફળ બનાવે, સમય ઘણો થઈ ગયો છે. .
વ્યાખ્યાન પૂર્ણ થયા બાદ પૂ. મહાસતીજીએ ક્ષમાપના કરી હતી. સાથે સંઘે પૂ. મહાસતીને આભાર માન્યો હતો અને અમારે ત્યાં ફરી ફરીને વહેલા પધારજે કહેતા આખો સંઘ રડી પડ્યું હતું.
- શારદા સિધ્ધિ ભાગ ૧- ૨ -૩ સમાપ્ત
તા. ક. પૂ. મહાસતીજીએ વ્યાખ્યાન ચાર મહિના દરરોજ ફરમાવ્યા છે, પણ પુસ્તક મેટું થઈ જવાથી કંઈક બબ્બે વ્યાખ્યાનને સાર ભેગો કરી એકેક વ્યાખ્યાનમાં લખે છે. શારદા સિદિધ પુસ્તકમાં કોઈ પણ પ્રકારની ભૂલ રહી હોય તે તે વ્યાખ્યાન કારકની કે લખનારની નથી પણ મુદ્રણ દેષ છે, તે આ માટે વાચકોને વિનંતી કરવામાં આવે છે કે આપને વ્યાખ્યાન છાપવામાં પ્રેસની કઈ ભૂલ દેખાય તે શુધિપત્રકમાં જોશો, છતાં કોઈ ભૂલ દેખાય તે વાચકને સુધારીને વાંચવા નમ્ર વિનંતી છે,