Book Title: Sharda Siddhi
Author(s): Shardabai Mahasati
Publisher: Saurashtra Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 981
________________ શારદા સિતિ વૃદ્ધ મંત્રીની વાત સૌને ગમી ગઈ. બધા એકી અવાજે બોલ્યા કે આ વાત તદ્દન સત્ય છે. બીજે દિવસે ગુંદાના ઠળીયાને થાળ ભરીને બ્રહ્મદત્ત ચક્રવતિ પાસે હાજર કરીને કહ્યું કે આ બ્રાહ્મણની આંખોને ફેડેલા ઓળા છે, તેથી બ્રહ્મદત્ત ચકવતિ હશે હશે એને હાથથી મસળતા ને પગ નીચે કચડતા ને બેલતા હાશ... હવે મને શાંતિ થઈ. મેં પાપીના પાપને કે બદલે લીધો! વૈરની વસૂલાત વૈરથી કરી. રે જ આ પ્રમાણે કરતા આ રીતે વૈરની જવાળાઓ ચક્રવતિના અંતરમાં ભભૂકતી રહી. પ્રધાને પાપમાંથી બચવા માટે ગુદાના ઠળીયા કાઢીને એને થાળ ભરીને આપતા હતા પણ ચક્રવર્તિની દષ્ટિમાં તે બ્રાહ્મણોની આંખોના ડોળા હતા એટલે એમને તે પાપ બંધાતું હતું કહ્યું છે ને કે “ક્રિયા એ કમ, ઉપગે ધર્મ અને પરિણામે બંધ.” જેવા જીવના મનના પરિણામ હોય છે તેવા કર્મો જીવને બંધાય છે. કર્મબંધન વખતે જીવ ચેતતું નથી પણ જ્યારે ભોગવવાનો સમય આવે છે ત્યારે ખૂબ પશ્ચાતાપ કરે છે. આ બ્રહ્મદત્ત ચક્રવતીને ચિત્તમુનિએ સંયમી બનવા માટે ઘણું સમજાવ્યા પણ સમજ્યા નહિ. સંયમ તે ન લઈ શક્યા પણ સંસારમાં રહીને કંઈ પણ વત નિયમ કે ધર્મારાધના ન કરી શકયા તેથી મુનિ તે વિહાર કરી ગયા ને પાછળથી એમના જીવનમાં આ ભયંકર ઘટના બની ગઈ આજે સિદ્ધાંતની અસ્વાધ્યાય છે. છેલ્લી બે ગાથાઓ તે આખા અધ્યયનને સાર છે, નિચેડ છે પણ અસજઝાય હોવાથી ગાથા બેલી શકાય નહિ, પણ મહાનપુરૂષ કલેકમાં એ બંને ગાથાઓના સાર રૂપે ફરમાવે છે કે વિષયમાં અતિ અંધ થયો નૃપ, હૃદયમાં જરી બાધ ધર્યો નહિ, મનુષ્ય જન્મ ગુમાવી વિલાસમાં, નરક સાતમીએ જઈ ઉપ બ્રહ્મદત્ત ચક્રવતિ જીવનના અંત સુધી સર્વોત્કૃષ્ટ શબ્દાદિક વિષયોને-કામભોગને ભોગવીને ૭૧૬ વર્ષનું આયુષ્ય ભોગવીને સાત નરકમાં પ્રધાન એવા સાતમી નરકના અપઈઠાણ નામના નરકાવાસમાં ૩૩ સાગરોપમ સુધી ભયંકર ઘોર દુઃખો ભોગવવા માટે સાતમી નરકમાં ઉત્પન્ન થયા. અહીં ફક્ત ૭૧૬ વર્ષનું આયુષ્ય હતું તેમાં પણ પહેલા તે કેટલાય દુખો ભોગવ્યા છે. એ તે તમે બધું સાંભળી ગયા છે એટલે એ બાબતમાં વિશેષ કહેવાનું રહેતું નથી પણ મારે કહેવાનો આશય એ છે કે બ્રહ્મદત્ત ચક્રવતિએ શેડો સમય સુખ ભોગવ્યું પણ પરિણામ કેવું ભયંકર આવ્યું કે એમને તેત્રીસ સાગરોપમ સુધી નરકમાં ભયંકર જુલ્મો દુઃખો અને વેદનાઓ ભોગવવા માટે જવું પડ્યું. આ અધિક ર સાંભળીને તમે કદી કરેલી કરણીને વેચીને સુખ મેળવવાની ઈચ્છા કરશે નહિ, અને તીવ્ર ક્રોધમાં જોડાઈ ફૅર કર્મબંધન કરશે નહિ. જુઓ, બ્રહ્મદત્ત ચક્રવતિની કેવી દુદર્શા થઈ અને ચિત્તમુનિએ પરભવમાં નિયાણું કર્યું ન હતું અને આ ભવમાં પણ શુદ્ધ ભા થી સંયમનું પાલન કર્યું. તેના કારણે કેવા સુખ પામ્યા.

Loading...

Page Navigation
1 ... 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992