________________
શારદા સિરિ તે મારી આંખે ફેડી નાંખી? ત્યારે ભૂપતે રડતા રડતા કહ્યું –મહારાજા! મારે અપરાધ ભયંકર અને અક્ષમ્ય છે. મને જલ્દી ફાંસીએ ચઢાવી દે પણ એટલું જરૂર કહું છું કે હવે કેઈની ચઢવણીએ ચઢીને કદી કે આવું અઘટિત કાર્ય કરશે નહિ. મેં કેઈન કહેવાથી આવું અધમ કાર્ય કર્યું તેનું જ આ ભયંકર પરિણામ આવ્યું છે. રાજાએ પૂછ્યું-કેના કહેવાથી તે મારી આંખે ફેડી નાખી? ભૂપતે ચિદાનંદે કહેલી બધી સત્ય વાત કહી દીધી એટલે મહારાજાએ તરત ચિદાનંદને બેલાબેને કહ્યું કે દુe! મેં તો તને પહેલેથી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમારું ભોજન તને પચશે નહિ. એ અત્યંત ઉન્માદજનક છે. મેં તને બીજું ઘણું માંગવાનું કહ્યું પણ તે માન્યો નહિ ને તમારું કુટુંબ ભ્રષ્ટ થયું. એમાં વાંક કેને? તારો કે મારે? એ અધમ તારો વાંક હોવા છતાં તે મારી આંખે ફેડી નાંખી ! આટલું બોલતા તે બ્રહ્મદત્ત ક્રોધથી લાલપીળા થઈ ગયા ને સિપાઈઓને હુકમ કર્યો કે હમણું ને હમણાં બે સૈયા તપાવીને આ દુષ્ટની આંખો ફેડી નાંખો. એટલું જ નહિ પણ એના આખા કુટુંબની તેમજ જ્યાં સુધી મારી આણ પ્રવર્તે છે ત્યાં વસતા તમામ બ્રાહ્મણની આંખે ફેડી નાખે અને એ આખેના ઓળાના થાળ ભરી ભરીને મારી પાસે હાજર કરે. ચક્રવતીની આજ્ઞાથી ચિદાનંદ સહિત તેના આખા કુટુંબની ત્યાં ને ત્યાં આંખે ફેડાવી નાંખી.. આ સમયે એનું કુટુંબ કરૂણ ચીસો પાડવા લાગ્યું. કેટલાક સભાજને તે બેભાન થઈને ઢળી પડયા. ચિદાનંદ અને તેના કુટુંબીજનેની આંખના ડોળાને થાળ હાથમાં લઈને ચક્રવતી બે હાથે ચોળવા લાગ્યા, પગ નીચે કચડવા લાગ્યા ને ખડખડાટ હસતા હસતા બોલે છે કે હાશ... પાપીના પાપને બદલે વાજે. હજુ તે આવી લાખો આંખે હું રોળી નાંખીશ ને પગ નીચે કચડી નાંખીશ ત્યારે મને શાંતિ વળશે.
બંધુઓ! અજ્ઞાન દશા કેવી ભયંકર છે! બ્રહ્મદત્ત ચક્રવતિ ગમે તેમ કરશે તે પણ એમની આંખે પાછી મળવાની છે? છતાં જીવને વૈરની વસૂલાત કરવા માટે કેવી પાપબુદ્ધિ સૂઝે છે? ને પાછો આનંદ માને છે કે મેં કેવું વેર વાળ્યું ! પણ એ આનંદ પરભવમાં કેવી શિક્ષા કરશે એનું એમને જ્ઞાન કે ભાન નથી. ચિદાનંદના આખા કુંટુંબની આંખ ફડાવી નાંખી છતાં તેમને શાંતિ ન થઈ એટલે સમસ્ત બ્રાહ્મણની આંખે ફોડવાને હુકમ કર્યો. મંત્રીમંડળ એક જગ્યાએ ભેગું થઈને વિચાર કરવા લાગ્યું કે આમાં વાંક એક ચિદાનંદને છે. એમાં આખી જ્ઞાતિને શું દેષ? જ્ઞાતિજનોને આવી દૂર સજા કરાય જ નહિ. તે આ માટે શું કરવું? બધા મંત્રીઓમાં એક ડાહ્યા, વૃદ્ધ અને અનુભવી મંત્રીએ કહ્યું કે આપણે બ્રાહ્મણની આંખોને બદલે મોટા ગુંદાના ચીકણા ઠળીયાને થાળ ભરીને મહારાજાને આપીએ. એ માણસની આંખે જેવા ચીકણું હોય હોય છે. હવે મહારાજા તે અંધ છે એટલે એમને આપણે જેમ સમજાવીશું તેમ એ સમજી સ્વીકારી લેશે. આ પ્રમાણે કરવાથી નિરપરાધી એની આંખો ફેડવાના આ મહાપાપમાંથી આપણે ઉગરી જઈશું ને મહારાજાને પણ આશ્વાસન આપી શકીશું. શા. ૧૧૭.