________________
શારદા સિદ્ધિ
૯૨૭ હવે હું પણ તારી ખબર લઈ નાખું છું. તું પણ રીબાઈને મરે એવી તારી દશા કરીને હું જંપીશ. આ રીતે મન ફાવે તેમ એ બબડવા લાગ્યા ને બ્રહ્મદત્તને દોષ દેવા લાગ્યું.
નિર્દોષ ચકવતિ ઉપર વિર રાખતે ચિદાનંદ” આ બાબતમાં બ્રહ્મદત્તને કોઈ દોષ છે? એમણે તે ચિદાનંદને સમજાવવામાં બાકી રાખ્યું નથી. એમના ભોજનને બદલે જે જોઈએ તે માંગવાનું કહ્યું હતું છતાં એ સમજ નહિ ને ચક્રવર્તિનું ભેજન જમવાને આગ્રહ ચાલુ રાખ્યો હતો. બેલે હવે કેને દેષ કહેવાય ? બ્રહ્મદત્તનો કે ચિદાનંદને? બ્રહ્મદત્ત તે સાવ નિર્દોષ છે. દેષ ચિદાનંદને છે છતાં બ્રહ્મદત્તના માથે દેષનું આરોપણ કરીને એને હેરાન કરવા માટે શું કરવું તેને વિચાર કરીને રાત્રે તે ઘરમાંથી બહાર નીકળી રબારીવાસમાં એના મિત્ર ભૂપતની ઝૂંપડીએ જઈ ઝૂંપડીનું દ્વાર ખખડાવ્યું. ભૂપત ઝૂંપડીની બહાર આવ્યું ને પૂછયું અત્યારે મધરાવે કોણ છે? ચિદાનંદે કહ્યું. ભૂપત ! હું તમને મળવા આવ્યું છું. અત્યારે મધરાત્રે ? મારે તને એક ગંભીર અને ખાનગી વાત કરવાની છે. ભૂપત કહે-મિત્ર! તમે મને ઘેર લાવ્યો હોત તો હું ઘેર આવત. અહીં મધરાત્રે આવવાની તકલીફ શા માટે લીધી? બોલે, શું વાત છે? મિત્ર! ચાલ, અંદર જઈને વાત કરું છું. બંને ઝુંપડીમાં ગયા ને એક ખૂણામાં જઈને બેઠા. ચિદાનંદ એને બધી વાત કરી પણ ભેગું એમ ન કહ્યું કે મને પહેલા બ્રાદો ઘણું સમજાવ્યો હતે પણ હું સમજ્યો નથી. એણે તે ભૂપતના મગજમાં એક વાત ઠસાવી દીધી કે બ્રહ્મદરે અમને આવું ભેજન જમાડયું ને અમારા કુટુંબની આ દશા થઈ. જે સાચી વાત કરી હોત તે ભૂપતના મનમાં પણ એમ થાત કે તમને આટલું સમજાવ્યા છતાં સમજ્યા નહિ માટે તમારો જ વાંક છે, પણ એ વાત તે કરી નહિ એટલે ભૂપતે કહ્યું કે આ તો બહુ છેટું થયું. આવા મોટા પ્રજાપાલક રાજાએ પણ આવું ખતરનાક કાર્ય કર્યું? આ એમને શોભે છે? ચિદાનંદ જાણ્યું કે ભૂપતના મગજમાં મારી વાત બરાબર ઠસી ગઈ છે એટલે કહે છે ભૂપત ! મારે એનું વૈર વાળવું છે. એમાં મારે તારી સાથની જરૂર છે. ભલે, ખુશીથી તમે કહો તે કરવા તૈયાર છું.
ચિદાનંદે કહ્યું –મિત્ર! તું ગોફણબાજ તરીકે પ્રખ્યાત છે. મારા ખાતર તારે તારી કળાને ઉપયોગ કરવાનું છે. હવે થોડા દિવસ પછી બ્રહ્મદત્ત રાજાની સવારી નીકળવાની છે. જ્યારે એ સવારી આખા ગામમાં ફરીને ગામના નાકે આવે ત્યારે અમુક જગ્યાએ વડલાનું મોટું વિશાળ વૃક્ષ છે. એ વૃક્ષની ઘટામાં તારે છૂપાઈને બેસી જવું. બ્રહ્મદત્ત રાજા હાથી ઉપર બેસીને નીકળે છે. હાથી જે વડલાની નજીક આવે કે તરત જ તારે લાગ જોઈને ગોફણ ચલાવવી. એ ગફણમાં તારે તીક્ષ્ણ પથ્થર મૂકીને રાજાની આંખ ફોડી નાંખવી. તારે બે વાર ગોફણ ચલાવવી પડશે. તારા બે જ પથ્થરે રાજાની