________________
શારદા સિદ્ધિ
૯૨૩ એક ટંકનું ભોજન ન જમાડવું હોય તે કંઈ નહિ. મારે જમવું નથી. મને આપ એવી બેટી ભીતિ ન બતાવશે. આપ ક્ષત્રિય છો જ્યારે હું બ્રાહ્મણ છું. હું ને મારું આખું કુટુંબ ધર્મના સંસ્કારે રંગાયેલું છે. બ્રહ્મદરને કહ્યું ચિદાનંદ! ધર્મની બાબતમાં તું પહેલે ને હું પછી છું એમાં ના નથી, પણ કયારેક શાસ્ત્રજ્ઞાન કરતા અનુભવ જ્ઞાન પણ વધુ ઊંડી સમજણ આપતું હોય છે. ચક્રવતિનું આ પ્રમાણે કહેવું સાંભળીને બ્રાહ્મણે કહ્યું કે મહારાજા ! ચક્રવતિ બનવા છતાં આપ બ્રાહ્મણને જમાડવાનો ઈન્કાર કરો છો એમાં આપના આ પદની શોભા નથી. ચક્રવતિએ ચિદાનંદને ખૂબ સમજાવ્યો છતાં સમજ્યો નહિ ત્યારે બ્રહ્મદત્ત ચક્રવતિએ ઘણાં અફસેસ સાથે નિસાસે મૂકીને કહ્યું ભલે, ચિદાનંદ ! તારી ખૂબ ઈચ્છા છે તે તારા પરિવાર સાથે તું આજે મારે ત્યાં ભોજન કરવા આવજે એટલે એ તે ખુશ થતે થતે પોતાના ઘર તરફ ચાલ્યો ગયો.
ચક્રવતિને ચિદાનંદ માટે થયેલી ચિતા ”—બ્રહાદત્ત ચક્રવતિના સમજાવવા છતાં ચિદાનંદ સમજે નહિ ત્યારે અનિચ્છાએ બ્રહ્મદને હા પાડી પણ એમની દષ્ટિ સમક્ષ ચિદાનંદનું અનાચારથી બરબાદ થતું આખું કુટુંબ દેખાવા લાગ્યું. એને માટે ચક્રવતિને અફસેસને પાર નથી ને ચિદાનંદને હર્ષને પાર નથી. ઘેર આવીને ચિદાનંદ આખું કુટુંબ ભેગું કરીને કહ્યું કે આજે આપણે ચકવતિને ત્યાં ખુદ ચકવતિ જમે એવું ભેજન જમવા જવાનું છે. આ સાંભળીને બધાને ખૂબ આનંદ થયે. આખું બ્રાહ્મણ કુટુંબ બ્રહ્મદત્ત ચકવતિને ત્યાં મહેમાન બનીને આવ્યું એમને જમવાને આનંદ છે પણ ભાવિમાં શું બનશે તેની કલ્પના કયાંથી આવે ? ચિદાનંદ સપરિવાર જમવા બેઠે. સુવર્ણથાળમાં એક પછી એક મિષ્ટાને પીરસાવા લાગ્યા. બધા જમતા જાય છે ને પ્રશંસા કરતા જાય છે કે અહે! ભોજન છે ! શું એને રવાદ છે! આવું ભોજન તે અમે કદી જગ્યા નથી. આજે આપણું ઉપર મહારાજાએ કૃપા કરીને આવા મીઠા ભેજન જમાડયા. આમ બ્રહ્મદત્તની અને ભોજનની ખૂબ પ્રશંસા કરતા જન્મીને પિતાને ઘેર ગયા, પણ બહાદત્તના ચિત્તમાં ચેન પડતું નથી કે આ મારું ભોજન જમ્યા. એ લેકેનું શું થશે? હવે આ માદક ભોજનની બ્રાહ્મણ કુટુંબ ઉપર શું અસર થશે તેના ભાવ અવસરે.
ચરિત્રઃ “હરિસેનને સમજાવતા ભીમસેન રાજા?”_આચાર્ય ભગવાનની વાણી સાંભળીને હરિસેનને સંયમ લેવાની લગની લાગી. ઘેર આવીને હરિસેને પિતાના વડીલ બંધુને પિતાની ભાવના જણાવી. ભીમસેને કહ્યું–વીરા ! તારી ભાવના શ્રેષ્ઠ છે. મહાન પુણ્યદયે આવી ભાવના જાગે છે પણ તું ઉંમરમાં મારાથી ઘણે માને છે. સંયમ એ ખાંડાની ધાર ઉપર ચાલવાનું છે. બાવીસ પરિષહ અને ઉપસર્ગો સહન કરવા પડે છે. તે આવા કષ્ટ કદી સહન કર્યા નથી, માટે હું તને હમણાં દીક્ષાની આજ્ઞા નહિ આપું. તારી યોગ્ય ઉંમર થશે ત્યારે હું તને દીક્ષાની આજ્ઞા આપીશ