________________
શારદા સિદ્ધિ એક ટંકનું ભોજન લઈએ તે શું આપને ઈષ્ટ નથી ? અમે ભિક્ષાવૃત્તિ ઉપર આવનારા ગરીબ બ્રાહ્મણ છીએ, માટે આપને મારા પ્રત્યે નફરત છે? તે કાંઈ નહિ. રહેવા દે. હું જાઉં છું. આપ સદા સુખી રહે ને આપનું શાસન અમર તપે એવી ચિદાનંદની આશિષ છે. લે ત્યારે હવે હું જાઉં છું, આ સાંભળીને બ્રહ્મદને કહ્યું ભાઈ ! તું ઉતાવળે શા માટે થાય છે? મારી વાત તે સાંભળ. મને એમ લાગે છે કે એક ટંકના ભજનને બદલે બીજું જે કંઈ તું માંગીશ તે આપીશ. મારા બેલ પર તું વિશ્વાસ રાખ, પણ હે રાજન! હું નવલખે હીરને હાર માંગું તે પણ દેવા તૈયાર છે ને? તે પછી એક ટંકના ભેજનમાં આપને શું વાંધે આવી જાય છે? એ જ મને તે સમજાતું નથી.
ચક્રવર્તિનું ભોજન કેને પચે ? :-ચિદાનંદ! કેટલીક વાતે તે એવી હોય છે કે જે કહી શકાતી નથી, છતાં જે આ વાતને સ્પષ્ટ ન કરું તે તું રિસાઈને ચાલ્યો જઈશ એમ મને લાગે છે, તેથી મારે તને સાચી વાત સમજાવવી જોઈએ. મને વિશ્વાસ છે કે તું સત્ય વાત સમજીશ ત્યારે ભોજનને આગ્રહ છોડી દઈશ. જે સાંભળ. મારું ભેજન તને અને તારા પરિવારને પચશે નહિ, ત્યારે ચિદાનંદે હસીને કહ્યું–મહારાજા ! આપ શું વાત કરે છે? અમે તે ગામમાં રખડી રખડીને ભિક્ષા માંગી લાવીને અમારી આજીવિકા ચલાવીએ છીએ, તેથી શારીરિક તંદુરસ્તી તો ખૂબ સારી છે. એટલે પથ્થરને પણ પચાવી નાંખવાની અમારામાં તાકાત છે. આપ એની ચિંતા ન કરશે, ચિદાનંદ! આમાં પાચનને પ્રશ્ન જ નથી પણ અમારું ભજન તમારા બધાના અંતરમાં વિકારની આગ ઉત્પન્ન કરી દેશે, કારણ કે અમારું ભેજન એટલું બધું માદક હોય છે કે એ ભજન કરનાર નામ હોય તે પણ એનામાં મર્દાનગી આવી જાય છે, કારણ કે હું ને મારું સ્ત્રી રત્ન જ એ ભજન પચાવી શકીએ છીએ. અમે એક જ ગાયનું દૂધ પીતા નથી, પણ સાંભળ. એક લાખ ગાયનું દૂધ દોહીને પચાસ હજાર ગાયને પીવડાવવામાં આવે, પચાસ હજારનું પચ્ચીસ હજારને એમ કરતા છેલ્લે એક ગાયનું દૂધ આવે તેની ખીર બને છે અને તે હું ને મારી સ્ત્રીરત્ન બંને જમીએ છીએ. હવે તું વિચાર કર કે એ દૂધ કેટલું માદક હશે ! આ તે મેં એક દૂધની જ વાત કરી પણ બીજા બધા તમામ ભોજન આવા માદક હોય છે. આવું માદક ભોજન અમે જ પચાવી શકીએ ને એનાથી ઉત્પન્ન થતા વિકારોને અમે જ જીરવી શકીએ. એ વિકારોની પૂતિ કરવાનું સાધન અમારી પાસે હોય, તમારી પાસે ન હોય. મેં તને આ સ્પષ્ટ વાત કરી, માટે હવે તું સમજીને અમારા ભોજનને આગ્રહ છોડી દે ને બદલામાં જે જોઈએ તે તું માંગી લે, હું રાજીખુશીથી આપવા તૈયાર છું.
“બ્રહ્મદત્ત ચક્રવતિની વાતને તિરસ્કાર કરતે બ્રાહ્મણ–ચક્રવતિની વાત સાંભળીને ચિદાનંદે મોં ફેરવીને કહી દીધું રાજન ! હું તે આ ચાલ્યો. આપને