________________
૮૨૪
શારદા સિદ્ધિ આ રીતે ભીમસેન અને સુશીલાએ હરિસેનને ખૂબ સમજાવ્યું. સામે હરિસેને પણ એમને બરાબર સમજાવ્યા, એટલે રડતી આંખે દીક્ષાની આજ્ઞા આપી, ત્યારે દેવસેન અને કેતુસેન કાકાને ગળે વળગી પડ્યા ને રડતા રડતા કહે છે કાકા ! તમે અમને મૂકીને આમ ચાલ્યા જશો? અમે તે આપની પાસે રહ્યા નથી ને આપ કયાં ચાલ્યા? હરિસેને એમને પણ ખૂબ સમજાવીને શાંત કર્યા.
સંયમના માર્ગો હરિસેન” – એક શુભ મંગલ દિવસે ભીમસેન રાજાએ ખૂબ ધામધૂમથી પોતાના લઘુભાઈને દીક્ષા મહોત્સવ ઉજવ્યો. હરિસેન યુવરાજ મટીને આચાર્યશ્રી ધર્મસેન અણુગારના શિષ્ય હરિસેન મુનિ બન્યા સંયમ લઈને હરીસેન મુનિ ગુરૂની સાથે વિહાર કરી ગયા. આ તરફ વિજ્યસેનરાજા પણ ભીમસેનની પાસેથી વિદાય લઈને પિતાના ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં પહોંચી ગયા. ભીમસેનને પિતાના લઘુભાઈને ખૂબ વિયોગ સાલે છે પણ હવે સહન કર્યા વિના છૂટકો નથી. એમ સમજીને અવંતી દેશનું રાજ્ય ન્યાય, નીતિપૂર્વક અનાસક્ત ભાવે ચલાવી રહ્યા છે. હરિસેન મુનિ સંયમ લઈને ગુરૂ આજ્ઞામાં એવા સમર્પિત થઈ ગયા છે કે બસ, ગુરૂની આજ્ઞા એ જ પિતાનું જીવન સમજતા.
સંયમ લીધા પછી હરિસેન મુનિએ ગુરૂકૃપાથી શાસ્ત્રોનું ખૂબ જ્ઞાન મેળવ્યું. સાથે પુરાણુ કમને ક્ષય કરવા માટે ગુણરત્ન સંવત્સર તપ, શ્રેણીતપ, વર્ધમાન તપના આયંબીલ આદિ ઘણી તપશ્ચર્યા કરી કર્મ શત્રુઓને પરાજ્ય કરી કેવળજ્ઞાનની ઝગમગતી જ્યોત પ્રગટાવી. દેવએ એમને કેવળજ્ઞાન મહત્સવ ઉજવ્યો. કેવળી હરિસેન મુનિ ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા અનેક જીવને ધર્મ પમાડતા એક દિવસ ઉજજેની નગરીની બહાર ઉઘાનમાં પધાર્યા. ઉધાન પાલકે ભીમસેનરાજાને સમાચાર આપ્યા, એટલે ભીમસેન રાજા સપરિવાર મોટા ઠાઠમાઠ સહિત હર્ષભેર પોતાના ભાઈ મુનિના દર્શને આવ્યા અને ભાવપૂર્વક વિધિસહિત વંદણું કરીને ધર્મોપદેશ સાંભળવા બેસી ગયા. કેવળી ભગવંતે દેશનામાં અનિત્યાદિ બાર ભાવનાનું સ્વરૂપ ખૂબ સુંદર રીતે સમજાવ્યું ભગવાનની દેશના પૂરી થઈ એટલે ભીમસેનરાજાએ ઉભા થઈ વંદન કરીને પૂછયું અહે ભગવંત! આપ તે સર્વજ્ઞ છે, આપના જ્ઞાનમાં કંઈ અજાણ્યું નથી, તે આપ ફરમા કે આ જન્મ પામીને મેં સુખ ઘણું ભેગવ્યું છે ને દુખે પણ ઘણું સહન કર્યા છે. રાજકુળમાં જન્મ્ય હોવા છતાં મારે જંગલ જંગલ ભટકવું પડયું છે. ભૂખે રીબાવું પડયું છે. અપમાન અને અવહેલના સહન કરવા પડયા છે. તે પ્રભુ ! મારા પૂર્વ જન્મના એવા ક્યા કમો ઉદયમાં આવ્યા? આપ કૃપા કરીને મને મારો પૂર્વભવ કહેવા કૃપા કરો. હવે કેવળી ભગવાન ભીમસેન રાજાને તેમને પૂર્વભવ કહેશે કે શું બનશે તે અવસરે.
ક