________________
શારદા સિદ્ધિ
૯૧૯ અને એક ચિત્ત બની ગયા. રહીમ દાદાએ બાદશાહને સલામ કરીને વિવેથી જવાબ આપતા કહ્યું.
જહાંપનાહ! માફ કરજે. જે આપ સાચું જ સાંભળવા ઈચ્છતા હે તે મારો નમ્ર અભિપ્રાય છે કે નવા જમાના કરતા જુને જેમને સારું હતું, કારણ કે જુના જમાનાના લેક સત્યવાદી, સદાચારી અને પ્રમાણિક હતા. સદા કેઈનું ભલું ઈચ્છતા હતા. બને તે કેઈના ઉપર ઉપકાર કરતા હતા ત્યારે આજના જમાનામાં એવા ગુણવાન માણસો બહુ ઓછા જોવા મળે છે. આજના જમાનાના લેકે તે એવા ગુણરૂપી ધર્મને અભરાઈએ ચઢાવી દઈને જર, જમીન અને જેરૂની પાછળ પાગલ બન્યા છે. એમાં એ કેઈને સુખની પરવા કરતા નથી. એમની દોટ એ આંધળી દોટ છે, છતાં એ માને છે કે અમે પ્રગતિના પંથે જઈ રહ્યા છીએ ને આત્માને છેતરી રહ્યા છે, ત્યારે બાદશાહે કહ્યું કે તે આપ પહેલાના જમાનાની ઈમાનદારીને અને આજના જમાનાની બેઈમાનીને કોઈ પૂરાવાથી સાબિત કરી આપશે ? રહીમદાદાએ કહ્યું-નામદાર! ઈમાનદારીને કઈ પૂરાવાની જરૂર નથી. કુરાને શરીફમાં કહ્યું છે કે શ્રદ્ધામાં શંકાને સ્થાન હેતું નથી, છતાં આજના ઈમાનદારી ગુમાવી બેઠેલા માણસને કંઈ પૂરાવો જોઈતો હોય તે હું મારા પૂર્વ જીવનમાં બની ચૂકેલી એક ઘટના કહી સંભળાવું.બાદશાહે કહ્યું ભલે, સંભળાવે.
નામદાર! હું એકવીસ વર્ષને ભરયુવાન હતું. તે સમયે હું ને મારી વૃધ માતા એક ભાંગીતૂટી ઝૂંપડીમાં રહેતા હતા. ગરીબી તે એટલી ભયંકર હતી કે સવારે ઉઠીએ ત્યારથી થાય કે શું ખાશું ? નેકરી માટે હજારો પ્રયત્નો કરવા છતાં નેકરી નહોતી મળતી. સમય જતા બગીચાના માળીએ મને મહિને પાંચ રૂપિયાના પગારદાર તરીકે નોકરી રાખ્યો, તેથી હું ને મારી માતા રાજી રાજી થઈ ગયા. એ અરસામાં એક દિવસ અચાનક સાંજે વરસાદ શરૂ થયે અને ઘમર વાદળા હેવાથી દિવસ હોવા છતાં અંધારી રાત જેવું વાતાવરણ બની ગયું. આ સમયે હું ઝુંપડીનું બારણું બંધ કરવા ગયે ત્યારે રૂપરૂપના અંબાર સમી, અને દાગીનાથી ભરપૂર ભરેલી એક યુવાન સ્ત્રી ઝુંપડીની ઓથે થરથર ધ્રુજતી હતી. આ જોઈને મને થયું કે આ બહેન કેમ ધ્રુજતી હશે? મેં મારી માતાને બોલાવીને કહ્યું–અમ્મા! અહીં કેઈ બહેન ઉભી હોય તેમ લાગે છે. તે મારી બહેન ગુજરી ગઈ તેના જેવી લાગે છે. માતાએ બહાર આવીને પ્રેમથી પૂછયું બેટા! તું કોણ છે? અને વરસાદમાં એકલી કેમ ઉભી છે ? ત્યારે તેણે કહ્યું. હે માતા! હે વીરા ! હું મારા પિયરથી સાસરે જતી હતી તેમાં અચાનક આવું વાતાવરણ બની ગયું. હવે હું મારા ઘરે કેવી રીતે પહોંચશે તેની મૂંઝવણમાં ઉભી છું. મેં કહ્યું–બહેન ! તું અંદર આવ. ગભરાઈશ નહિ. મારે પણ તારા જેવી એક બહેન હતી. તે ત્રણ ચાર દિવસ પહેલા ગુજરી ગઈ છે. તેને જોઈને મને મારી બહેન જેવું વહાલ આવે છે.