________________
૯૧૮
શારદા સિદ્ધિ ભલે આર્યકુળમાં જન્મ્યો હોય પણ એને ધર્મનું કે ધર્મચર્ચા કરવાનું મન થતું નથી, ત્યારે કંઈક જગ્યાએ વાંચવામાં આવે છે કે અકબર જેવા મુસ્લીમ રાજાઓ પણ ઘણી વખત ધર્મચર્ચા અને જ્ઞાનચર્ચા કરતા હતા.
એક વખત દિલ્હીની સભામાં અકબર બાદશાહે પ્રશ્ન કર્યો કે ન જમાને સારો કે જાને જમાને સારો? આ પ્રશ્ન સાંભળી સૌ મુગ્ધ બની ગયા, કારણ કે સૌ સમજે છે કે જુને જમાને સારો પણ તેને પૂરા માંગે તે શું કહેવું ? તેથી કંઈ કંઈ એલ્યા નહિ. છેવટે રાજાએ બીરબલને કહ્યું–બલે બીરબલ, ત્યારે બીરબલ કહે જહાંપનાહ આ પ્રશ્ન ઘણે અઘરો છે. હું આપને આ પ્રશ્નનો ઉત્તર આપી શકું પણ મારા કરતા કેઈ અનુભવીને લાવવા વધુ સારા. રાજા કહે-ભલે, જા બીરબલ. આના માટે ગમે તેટલો ખર્ચ થશે તે હું આપીશ પણ સત્ય વાત અનુભવથી સમજાવે તેને લઈ આવ. બીરબલે બે હાથ જોડીને કહ્યું જહાંપનાહ ! જે આપને હુકમ. હું આજે જ એવા પુરૂષની શોધમાં નીકળીશ અને બની શકશે તે આવતી કાલની સભામાં એમને હાજર કરીશ.
બીરબલ સાંજના સમયે ફરતા ફરતા છેક ગામના પાદરે પહોંચ્યા. ત્યાં તેણે એક ઝુંપડી જોઈ બાપુ કહીને બૂમ મારી. વૃધ્ધ બાપા અવાજ ઉપરથી સમજી ગયા કે. આ અવાજ બીરબલને લાગે છે. એટલે પૂછે છે કેણ બીરબલ? બીરબલ કહે હા. બાપુ. બાપા કહે બીરબલ આવ અંદર. બીરબલ અંદર ગયો. વિનયવિવેક સાચવીને બેઠે. પછી વાત કરતા કરતા પ્રશ્ન કર્યો કે બાપુ! જમાને કયો સારો જુને કે નવો? તે તુલનાત્મક કરી આપ સમજવશો તે ખુદ મહારાજા આપનું સ્વાગત કરશે, ત્યારે રહીમ દાદાએ કહ્યું કે “ખૂબ ખાયા, ખૂબ ખીલાયા, ઔર સારી જિંદગી મોજ મેં કટ ગઈ, અબ આધી રોટી ઔર થોડા સા શાક ખુદા દે દેતા હૈ!” મને કેઈ સત્કાર કે સન્માનની જરૂર નથી. હું તે ગરીબાઈમાં પણ આનંદથી રહે છે, છતાં આપની આજ્ઞા છે તે હું રાજદરબારમાં ખુશીથી હાજર રહીશ. બીરબલે કહ્યું હું આપને તેડવા માટે પાલખી મોકલીશ. એમ કહીને તે ગયો. આ રહીમ દાદા ખૂબ અનુભવી હતા. બીજે દિવસે બાદશાહને દરબાર ભરાયો. ગઈ કાલના પ્રશ્નને ચુકાદે સાંભળવા માટે સભામાં ઘણું માણસે આવ્યા હતા. આખી સભા ઠઠ ભરાણી હતી, તે વખતે બીરબલ રહીમદાદાને પાલખીમાં બેસાડીને લઈ આવ્યો. નેવું વર્ષના વૃધ રહીમ દાદાને બાદશાહે પિતાની સામે ખુરશી નાંખીને બેસાડ્યા ને સન્માન કરીને પૂછયું કે ગઈ કાલે અમારી સભામાં આ પ્રશ્ન થયે છે કે “જુને જમાને સારો કે ન જમાને સારો? આને નિર્ણય કરવામાં કેઈની અક્કલ કામ કરતી નથી. તો બીરબલની સલાહથી આ કાર્ય અમે આપને પીએ છીએ તે આપ એને ચુકાદો આપે. આ વૃધ શું ચુકાદો આપશે તે સાંભળવા માટે આખી સભાના લોકો આતુર