Book Title: Sharda Siddhi
Author(s): Shardabai Mahasati
Publisher: Saurashtra Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 966
________________ ચારદા સિદ્ધિ ૯૧૫ હતા એને તેા માથું મુંડાવી, માઢું કાળુ કરાવી ભૂંડ હાલે કઢાવી મૂકી હતી અને રિસેનનું હૃદય પલટાયા પછી પોતાની રાણીને ખૂબ ફિટકાર આપતા હતા, એને માર મારતા હતા તેથી જાણ્યુ* કે હવે મને સુખ નહિ મળે, તેમાં પણ ભીમસેન રાજા કદાચ આવશે તે મારી કેવી દશા થશે એ ડરની મારી એ પણ કયાંક ભાગી ગઈ હતી. ભીમસેન રાજા દયાળુ તા હતા જ, એમાં પણ પાતે ભયકર દુઃખા સહન કરીને આવ્યા હતા એટલે પેાતાની પ્રજા સ્હેજપણ દુઃખી ન રહે તે ધ્યાન રાખતા તેથી પ્રજા મુક્ત કઠે પ્રશસા કરતી હતી. એક દિવસ ઉદ્યાનપાલકે આવીને ભીમસેન રાજાને વધામણી આપી કે હું મહારાજાધિરાજ ! આપણી નગરીની ખહાર કુસુમશ્રી નામના ઉદ્યાનમાં સંસારથી તારનાર, મહાનજ્ઞાની પ્રતિભાશાળી ધસેન નામના અણુગાર પધાર્યાં છે. આપ જલ્દી દશનાથે પધારો. તેજસ્વી ગુરૂદેવ પધાર્યાની મંગલ વધામણી મળતા ભીમસેન રાજાના રોમેરોમમાં આનંદ વ્યાપી ગયો. વધામણી આપવા આવનાર ઉદ્યાનપાલકને ખુશાલીમાં બાર હજાર સેાનામહારો આપીને સંતાણ્યો ને કહ્યું-ભાઈ ! આજે તુ' એવા સુંદર સમાચાર લાવ્યો છે કે મારા ઉત્સાહ અને આનંદનો પાર નથી. હવે તું જલ્દી જઈ ને ગુરૂ ભગવંતની આગતા સ્વાગતા કરી એમને જોઈતી ને ખપતી ચીજોની તું સગવડ કરી આપજે. હુ મારા પરિવાર સહિત હમણાં જ ગુરૂદેવના દર્શાનાર્થે` આવું છું. ભીમસેને સુશીલા આદિ બધાને સમાચાર મેાકલાવી ઢીધા. થોડીવારમાં બધા તૈયાર થઈ ગયા. વિજયસેન રાજા જે ભીમસેનના સાઢુભાઈ પણ ત્યાં આવેલા હતા એટલે તે પણ સાથે હતા. વિજયસેન, ભીમસેન, હરિસેન, સુશીલા, દેવસેન, કેતુસેન વિગેરે માટા આડંબર સહિત સેના સાથે વાજતે ગાજતે ગુરૂના દર્શન કરવા નીકળ્યા. સાથે નગરજના પણ નીકળ્યા. ચાલતા ચાલતા જયાં ધસેન આચાર્ય. ભગવત ખરાજે છે ત્યાં પહેાંચી ગયા. બધાએ ભાવપૂર્વક વંદા કરી સુખશાતા પૂછી, પછી ભીમસેન રાજાએ કહ્યુ`-ગુરૂદેવ ! આપના દર્શનથી અમારો દિવસ ધન્ય બની ગયો છે. આપ તેા મહાન જ્ઞાની, શાસ્ત્રજ્ઞ અને ગીતા છે. આપ અમને અમૃતવાણીનું પાન કરાવી સ'સાર તાપથી સળગતા એવા અમને જિનવાણીના શીતળ જળથી શાંત કરો. આચાર્ય. ધ`સેન મુનિને લાગ્યુ` કે આ આત્માએ સરળ અને જિજ્ઞાસુ છે. એમની જિજ્ઞાસા જોઈ ને ઉપદેશ આપ્યો કે હે જીવા ! પૂર્વભવમાં તમે દાન–શીયળ -તપ-જપ આદિ જે શુભકરણી કરી છે તેના પ્રતાપે આ રાજ્ય, વૈભવ, સપત્તિ આદિ તમને મળ્યુ* છે. પરિપૂર્ણ પાંચ ઈન્દ્રિયોથી યુક્ત આવા માનવદેહ પ્રાપ્ત થયો છે. મનુષ્યભવની એકેક ક્ષણ મહા કિમતી છે. અખોની ક"મત આપતા પણ પાછી મળતી નથી, માટે માનવભવની આવી અમૂલ્ય ક્ષણામાં પ્રમાદ છેડીને અને તેટલી ધર્મારાધના

Loading...

Page Navigation
1 ... 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992