________________
શારદા સિદ્ધિ
૯૧૩
ને બને તે બધા ને બચાવું. જેમ બને તેમ આરંભ સમારંભ ઓછા થાય એવી રીતે તમે જીવન જીવશે તે પણ મનુષ્ય ભવને જયારે ત્યાગ કરશે ત્યારે વૈમાનિક દેવમાં મહાન સમૃદ્ધિશાળી દેવ બનશે. દેવેના સુખ આગળ ચક્રવર્તિનાં સુખ તે કંઈ જ વિસાતમાં નથી. એના કરતા પણ દેવલોકના સુખ તે અલૌકિક છે, માટે સંસારમાં રહીને પણ કરૂણ, પ્રેમ, મૈત્રી, પરોપકાર આદિ પરહિતના ધર્મ કાર્યો કરી લે.
બંધુઓ! ચિત્તમુનિએ બ્રહ્માદત્તને સમજાવવામાં કંઈ બાકી રાખી નથી. એની ત્યાગ માર્ગ અપનાવવાની શક્તિ નથી તે છેવટે સંસારમાં રહીને પણ આત્માનું કલ્યાણ થઈ શકે એવા કાર્યો કરવાનું કહ્યું. મુનિએ આ એમને છેલ્લે સંદેશો આપ્યો. માણસને સમજાવી સમજાવીને કેટલું સમજાવાય! ઘણું ઘણું સમજાવ્યા પછી જે સમજે તે મહેનત લેખે લાગે પણ જે માણસ કઈ રીતે સમજે નહિ તે સમજાવનાર પણ છે દે છે કે ભાઈ! હવે તું તારું સંભાળી લેજે, હું મારા સ્થાને જાઉં છું. કરૂણ સાગર ચિત્તમુનિએ બ્રહ્મદત્ત ચક્રવતિને ખૂબ સમજાવ્યા પણ હવે સમજશે કે નહિ એ વાત પછી પણ આ બ્રહ્મદત્ત ચક્રવતિને અધિકાર વાંચતા આંખમાં આંસુ આવી જાય છે કે અહો! આ જીવની કેવી દશા છે!
બાર ચકવતિ થયા તેમાં દશ ચક્રવર્તિ તે ચક્રવતિની પદવીને મોહ છોડીને સાધુ બનીને આત્માનું કલ્યાણ કરી ગયા, અને આઠમા સુબૂમ ચક્રવતિ અને બારમા બ્રહ્મદત્ત ચક્રવર્તિ એ બે દીક્ષા ન લઈ શક્યા એટલે નરકમાં ગયા. સુભૂમ ચક્રવતિના મનમાં એમ થયું કે બધા ચક્રીઓ છ ખંડ તે સાધે છે એમાં મારી કઈ વિશેષતા નથી. હું સાતમો ખંડ સાધું તે મારી વિશેષતા કહેવાય, તેથી સાતમો ખંડ સાધવા માટે દેવને આરાધ્ય દેવ હાજર થયા એટલે સુભૂમ ચક્રવતિએ સાતમો ખંડ સાધવા જવાની તૈયારી કરવાનું કહ્યું ત્યારે દેએ કહ્યું. મહારાજા ! એ કદી બન્યું નથી ને બનવાનું નથી, માટે આપ રહેવા દો પણ ચક્રવતિ માન્યા નહિ. ચક્રવતિનું પુણ્ય એવું જમ્બર હોય છે કે દેવેને એની આજ્ઞા ઉઠાવવી પડે છે, તેથી દેવે એની પાલખી ઉપાડીને ચાલ્યા. જ્યાં બરાબર મધદરિયો આવ્યો ત્યારે એક દેવના મનમાં થયું કે આટલા બધા દેવેએ પાલખી ઉંચકી છે તે હું મારી દેવીને મળી આવું. આવી રીતે એક જ ક્ષણે બધા દેના મનમાં વિચાર આવ્યું એટલે બધા દેવોએ પાલખી છેડી દીધી ને દરિયામાં પડતા સુભૂમ ચક્રવતિ મરીને રાજસંપત્તિની અત્યંત આસક્તિથી નરકે ગયા.
બ્રહ્મદત્ત ચક્રવતિ ભેગાસક્તિના કારણે સાધુ નથી બની શકતા. એમનું આયુષ્ય ફક્ત સાત સેળ જ વર્ષનું હતું. તેમાં તમે આગળ સાંભળી ગયા ને કે બાળપણમાં એમને કેવા દુઃખ વેઠવા પડયા! જન્મદાતા માતા ચુલની રાણી ખુદ પિતાના પુત્રને મારી નાંખવા તૈયાર થઈ એ કંઈ ઓછા દુઃખની વાત છે! માતાના પંજામાંથી છટકીને
શા ૧૧૫