________________
દારા સિદ્ધિ આવે તે અમારા માથે પણ સ્વામી કેરું? આ રીતે સુકોશલકુમારને ઘેર લાવવા માટે આ પરિવાર ખૂબ કરગર્યો, રડયો. ગૂર્યો ને કુમારને ખૂબ વિનવવા લાગ્યો, પણ જેના હૃદયમાં સંસાર સ્વાર્થમય લાગવાથી વૈરાગ્યને રણકાર થયો છે એવા સુકોશલકુમારે ઘેર આવવાની ચેખી ના પાડી દીધી અને પોતાની ગર્ભવતી રાણીના તરફ દષ્ટિ કરીને કહ્યું કે જા આ રાણીને જે પુત્ર થશે તે તમારે રાજા થશે. હવે મારો મોહ મૂકી દે. મેં તે મારા પિતાજી પાસે દીક્ષા લેવાને પાકે નિર્ણય કરી લીધું છે, માટે તમે મારી પાછી આવવાના કેઈ આશા ન રાખશો. સૌ વીલે મોઢે પાછા ફર્યા અને સુકેશલકુમારે પિતાના પિતા ગુરૂ પાસે દીક્ષા લીધી. કીતિધર મુનિ ખૂબ ઉગ્ર તપ કરતા હતા એ રીતે સુકેશલમુનિ પણ અઘેર તપ સાધના કરવા લાગ્યા અને પ્રસન્ન ચિત્ત ચારિત્રનું પાલન કરવા લાગ્યા. આ રીતે એ તે આત્મ સાધનામાં મસ્ત બની ગયા પણ આ તરફ રાજમાતાના દિલમાં ખટકે રહી ગયો કે એને બાપ આવ્યો ને મારા દીકરાને સાધુ બનાવી દીધું. એમ કહીને ખૂબ આધ્યાન કરવા લાગી. જિંદગી સુધી એનું આર્તધ્યાન બંધ ન થયું. આર્તધ્યાનના પરિણામમાં મરીને રાણું એ જ જંગલમાં વાઘણ તરીકે જન્મી.
બંધુઓ ! સ્વાર્થમયી રાણું પિતાને સ્વાર્થ સાધવા જતા કે ક્રૂર અવતાર " પામી. આવું જિનશાસન અને જિનેશ્વર પ્રભુના સંતે મળ્યા. એમની ભક્તિ અને એમની આજ્ઞાનું પાલન કરવાનું ભૂલીને પિતાને સ્વાર્થ સાધવા જતા પૂર્વનું પુણ્ય વટાવી દીધું ને નવા પાપની કમાણી કરીને ફૂર વાઘણ તરીકે જન્મી, અને જંગલમાં ભમવા લાગી. એક વખત કીતિધર મુનિ અને સુકોશલ મુનિ બને અનેક જીવને ધર્મને પ્રતિબોધ આપતા ગ્રામાનુગ્રામ વિચરતા માસખમણના પારણને દિવસે ગૌચરી માટે એ જંગલમાં થઈને સામે ગામ જઈ રહ્યા હતા. ત્યાં પેલી ભૂખી વાઘણુ છલાંગ મારીને દેડતી આવી. મુનિએ જાણ્યું કે હવે જીવવાના નથી. કીતિધર મુનિએ સુકેશલમુનિને કહ્યું આ વાઘણું આવે છે માટે તું ભાગી જા, કારણ કે એક સાથે તે એ બંનેને ખાશે નહિ. મને ખાય ત્યાં સુધીમાં તું કયાંક ચાલ્યો જા. તારી ઉંમર નાની છે. તું જીવતે હઈશ તે અનેક જીવોને ધર્મને બોધ આપીશ. મારી ઉમર થઈ છે. આ વાઘણુ આવી રહી છે. તું જલ્દી ચાલ્યો જાય, ત્યારે સુકોશલ મુનિ કહે છે હું શિષ્ય બેસી રહું ને આપને વાઘણના મુખમાં જવા દઉં! એ નહિ બને. આપ તે મારા પિતાજી છે તારણહાર ગુરૂદેવ છો. આપને હું નહિ જવા દઉં. આમ રકઝક કરે છે, ત્યાં ભૂખી થયેલી મા-વાઘણુ હરણફાળ ભરતી આવી ને સુકેશલ મુનિ ઉપર તૂટી પડી, અને મુનિના દેહને જામફળની જેમ પ્રેમથી આરોગવા લાગી. તપસ્વી મહાત્માને શરીર પ્રત્યે કઈ મમત્વભાવ ન હતો કે કોઈ જ પ્રત્યે રાગ-દેષ ન હતું. સર્વ ને ખમાવીને મૈત્રીભાવ કરી શુકલ ધ્યાનમાં રમણતા કરતા કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન પામીને મેક્ષમાં