________________
શારદા સિદ્ધિ અને ડાળીઓ સૂકાઈ જાય છે તે વૃક્ષને ત્યાગ કરીને ચાલ્યા જાય છે, તે જ રીતે તારા પુણ્ય રૂપી ફળ, ફૂલ સૂકાઈ જશે ત્યારે જેમને તે તારા માન્યા છે તે તારા રહેવાના નથી, કારણ કે સંસારની માયા એવી સ્વાર્થ ભરેલી છે.
આપણે ગઈ કાલે કતિધર રાજાની વાત કરી હતી, તેમાં પણ એમની રાણી કેવી સ્વાર્થની રમત રમી. પતિ સંયમ લઈને ચાલી નીકળ્યા. પાછળથી રાણીના મનમાં થયું કે જે ક્યારેક કીતિધર મુનિ પધારશે ને મારા પુત્રને રંગ લાગશે તે એ સાધુ થઈ જશે તે હું રાજરાણું મટીને રાજમાતા થઈ અને પછી તે મારું રાજમાતાનું પદ અને સુખ પણ ચાલ્યું જશે, એટલે એણે પિતાના નગરમાં સાધુઓને આવવાને પ્રતિબંધ કર્યો પણ કીર્તિધર મુનિ અજાણ્યા નગરમાં પધાર્યા એટલે સિપાઈઓ એમને ધક્કો મારીને બહાર કાઢવા લાગ્યા. એ દશ્ય જોઈને સુકેશલકુમારે એની ધાવમાતાને પૂછયું આ સિપાઈઓ આ સાધુને ધક્કા મારીને કેમ કાઢી મૂકે છે? ત્યારે ધાવમાતાએ સત્ય વાત કરી. આ સાંભળીને સુકેશ કુમારના મનમાં થઈ ગયું કે અહ! આ સંસાર આવે? સ્વાર્થનું કુંડાળું ! મારે આવા સંસારમાં રહેવું નથી. આમ વિચાર કરીને એ તે માતા કે પત્ની કેઈને પૂછયા વગર મહેલ છોડીને ચાલી નીકળ્યો. આ તરફ સિપાઈઓનો તિરસ્કાર જેઈને કીતિધર મુનિ પણ નગર બહાર ચાલ્યા ગયા. એમને ખબર ન હતી કે રાણીને આ પ્રતિબંધ છે એટલે એ નગરમાં પધાર્યા. બાકી ત્યાં કેઈને પણ અપ્રીતિનું કારણ બને એવા સ્થાનમાં કદી જાય નહિ.
કેશલકુમાર કીતિધર મુનિની પાસે પહોંચી ગયે, અને એમના ચરણમાં પડીને કઈ કે હૈ પિતા ગુરૂદેવ ! મને દીક્ષાની ભિક્ષા આપ. કીર્તિધર મુનિએ કહ્યું-ભાઈ! રાજમહેલમાં રહેનારો અને તેને એકાએક વૈરાગ્ય કયાંથી આવ્યા ! સુકેશલકુમારે બધી વાત કરી, ત્યારે મુનિ કહે છે ભાઈ! તારી માતાની આજ્ઞા વિના દીક્ષા નહિ આપું. આમ રકઝક કરે છે. આ તરફ રાજમહેલમાં ખબર પડી ગઈ કે સુકોશલકુમાર તે એના પિતા મનિની પાછળ ગયા, એટલે માતા, પત્ની, મંત્રીઓ, લશ્કર બધા દોડતા નગર બહાર
જ્યાં મુનિરાજ હતાં ત્યાં આવ્યા. રાણી કહે છે અરેરે...દીકરા ! તું ઘેર ચાલ. તું મારે એકને એક લાડકવાયો દીકરો છે. તારા વિના હું નહિ જીવી શકું. ત્યાં ગર્ભવતી પત્ની કહે છે હે મારા વહાલા સ્વામીનાથ! તમે મારા સામું તે જુઓ. મને આવી સ્થિતિમાં મૂકીને આમ ચાલ્યા જશે? એમ કહીને એ પણ રડવા ને મૂરવા લાગી. ત્યાં તે પ્રધાન, સેનાપતિ વિગેરે કહેવા લાગ્યા કે હે મહારાજા! તમારા વિના રાજ્યને ભાર કેણું ઉપાડશે? બિચારી ગરીબ પ્રજાનું શું થશે ? તમારા પિતાજી તે દીક્ષા લઈને નીકળી ગયા ને તમે પણ દીક્ષા લેવા ચાલ્યા તે આ માતાજીને તેને આધાર રહેશે? વળી આપની ઉંમર પણ કઈ? આપ એક જ પુત્ર છે. આપના રાણીસાહેબ પણ ઉગતી ઉંમરના છે. એમણે શું સુખ જોયું ? આ બધાને કંઈક તે વિચાર કરો. આપ ન