________________
શારદા સહિ
૯િ૦૯ કોને મુક્તિ માં નથી જવું? (શ્રોતામાંથી અવાજ -સૌને જવું છે.) દરેકને મુક્તિ જોઈએ છે કારણ કે બંધન કોઈને ગમતું નથી, એટલે તે એક સામાન્ય માણસ પણ કરોડપતિ શેઠને કોઈ પ્રસંગે ઉપસ્થિત થતાં કહી દે છે કે હું તમારે બંધાયેલ નથી. આ બતાવે છે કે કેઈને બંધન ગમતું નથી.
આ બંધન બે પ્રકારના છે. એક બાહ્ય અને બીજું આત્યંતર અથવા દ્રવ્યબંધન અને ભાવબંધન. આ દુનિયાદારીના જે બંધને છે તે દ્રવ્યબંધન–બાહ્યબંધન કહેવાય અને રાગ-દ્વેષાદિ જે બંધને છે તે ભાવબંધન–આત્યંતર બંધન કહેવાય. શેઠ નેકરને મનમાન્યો પગાર આપે છે પણ એના તાબામાં રહેવું પડે છે એટલે નોકરને નેકરીનું બંધન ખેંચે છે. આ રીતે જેમ આ સંસારના બંધન નથી ગમતા તેમ આત્યંતર બંધને પણ જીવને ન ગમવા જોઈએ. એ તમને ખૂચે છે ખરા ? “ના”. એ નથી ખેંચતા માટે જીવને ઉધાર થતું નથી. આવા બંધનેથી જેમણે મુક્તિ મેળવી તેમને આપણે કોડે વાર વંદન કરવા જોઈએ. જિનેશ્વર ભગવાને જે શાસન સ્થાપ્યું હોય તે તે બંધન તેડીને મુક્તિ મેળવવા માટે, પણ દુઃખની વાત તે એ છે કે આવું ઉત્તમ અને અનુપમ જિનેશ્વર પ્રભુનું શાસન મળ્યું છતાં મરતા સુધી જીવને સંસારને રાગ છૂટ નથી. અનાદિકાળની ઘટમાળમાં જીવે બંધને બાંધવાને વહેપાર કર્યો છે. સંસારી આત્મા એટલે બંધનેને ઈજારદાર. જિનશાસન કહે છે કે અજ્ઞાન દશાથી બાંધેલાં. બંધનનો હવે તું ત્યાગ કર તે તારું કામ થઈ જશે ને આત્માનું અપૂર્વ જેમ ખીલી ઉઠશે. આટલા માટે જ્ઞાની પુરૂષે કહે છે કે આ ઉત્તમ મનુષ્યભવ અને જિનશાસન પામ્યા છે તે આત્માનું દમન કરીને દ્રવ્ય અને ભાવ, બાહ્ય અને આત્યંતર બંધને તેડીને મોક્ષની પ્રાપ્તિ કરી લે.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં જેમણે આત્યંતર બંધને તેડવા માટે પુરૂષાર્થ ઉપાડે છે એવા ચિત્તમુનિ બ્રહદત્ત ચક્રવતિને બંધન તેડવા માટે સંયમ લેવાને ઉપદેશ આપી રહ્યા છે પણ બ્રહ્મદત્ત ચકવતિ કહે છે કે હું કામોને ત્યાગ કરી શકું તેમ નથી, ત્યારે ચિત્તમુનિ કહે છે હે ચક્રવતિ! રાત્રિ અને દિવસ રૂપી કાળના વહેણ વહેતા જાય છે ને તને કાનમાં કંઈક કંઈક કહેતા જાય છે કે હે આત્મા! તું જાગ. કયાં સુધી મોહની ગુલાબી નિદ્રામાં
તું ઊયા કરીશ? સેનાની લગડી ખવાઈ જાય છે ત્યારે માણસ એને શોધવા માટે ' આકાશ પાતાળ એક કરે તેટલે પુરૂષાર્થ કરે છે પણ એ સોનાની લગડી તે ભાગ્યમાં હશે તે પાછી મળશે પણ આ જીવનમાંથી જે કીંમતી રાત્રિઓને દિવસો ચાલ્યા જાય છે તે ફરીને મળતા નથી, માટે જ્યાં સુધી આયુષ્યને દિપક જલે છે ત્યાં સુધી તું તારી આત્મ સાધના કરી લે. તું માને છે કે આ કામગ અને સુખ વૈભવ કાયમ રહેવાના છે પણ એ તારા નથી. તિર્યંચ પક્ષીઓ પણ જે વૃક્ષના ફળ-ફૂલ, પાંદડા