________________
૯૦૭
શારદા સિદ્ધિ માનવીને પણ પીગળાવી દે તેવું હતું. એના આંસુથી ભીમસેનના પગ ભી જાઈ ગયા. ભીમસેને એને ઉભે કરતા કહ્યું ભાઈ! તું રડ નહિ. તારા જેવા યુવાન રાજપુત્રને આવું રડવું શેભે ખરું? તું છાને રહે, ત્યારે હરિસેન રડતે રડતે કહે છે મારા વડીલ બંધુ! હું કેવી રીતે મારી આંખના આંસુ અટકાવી શકું! બંધુ! મેં આપને ઘણું કષ્ટ આપ્યા છે. હું તે પાપીમાં પાપી છું. હું તે નીચ નહિ પણ નીચમાં નીચ અને અધમમાં અધમ છું. મારા પાપે તે આપને રાજમહેલ છોડીને રાતે રાત ભાગવું પડયું ને વનેવન ભટકવું પડ્યું. આ મારા કુમળા કુલ જેવા ભત્રીજાઓ અને ભાભીને પણ ભૂખતરસ વિગેરે વગડાના કેવા ત્રાસ સહન કરવા પડ્યા ને ભેંય સૂવું પડયું. આ બધું કરનારે હું પાપી છું. મારો ગુને મહા ભયંકર છે. વીરા! હવે હું મૃત્યુદંડને ગ્ય છું. આ તલવારથી મારું મસ્તક ઉડાવી દે. આમ કહીને કરૂણ કલ્પાંત કરવા લાગ્યા. ભીમસેને એને બાથમાં લઈને આશ્વાસન આપતા કહ્યું કે વીરા! હવે તું ગઈ ગુજરી ભૂલી જા. વધુ શોક ન કર. ભાઈ! તું તે નિમિત્ત માત્ર છે. અમારા અશુભ કર્મોના એ ફળ છે નહિતર આવું કયાંથી બને ? તને તારા પાપકર્મોને પશ્ચાતાપ થઈ રહ્યો છે એ તારા માટે ઘણું છે. જે દિવસથી તને તારા પાપનું ભાન થયું એ જ દિવસથી તેં તારું પાપ દેવા માંડયું છે. હવે તું નિર્દોષ છે એમ કહીને શાંત કર્યો. ભીમસેનને મળીને હરિસેન પોતાના ભાભી પાસે આવ્યા. તે ભાભીના ચરણમાં પડીને રડતા રડતા બે મારી માતા સમાન છે પવિત્ર ભાભી ! આ પાપી હરિસેનને માફ કરો...માફ કરો. હે ભાભી ! આ તલવાર હાથમાં લઈને આ પાપીના દેહના ટુકડા કરી નાંખે. આપના જેવા પવિત્ર આત્માના હાથે મરું તે મારી સદ્ગતિ તે થાય. હવે આ પાપીને જીવીને શું કામ છે? આપ સુકુમાલ રાજરાણી અને બંને કુમળા ફુલ જેવા બાલુડાને મારા કારણે વનેવન ભટકવું પડયું ને ભૂખ-તરસના દુઃખો વેઠવા પડયા. આવી આપની દશા કરનાર પાપીને હવે જીવતે રાખવા જેવું નથી, ત્યારે સુશીલાએ કહ્યું હું મારા લાડકા દિયર હરિસેન ! તમે આ શું કરી રહ્યા છે? ઉઠે, ઉભા થાઓ. પાપના પશ્ચાતાપથી આપને આત્મા રડી રહ્યો છે એ જ ઘણું છે. આપને કોઈ દોષ નથી. દેશ અમારા કર્મને છે. કરેલા કર્મો ભેગવ્યા વિના છૂટકારો થતો નથી. સુખ દુખ જીવનમાં આવ્યા કરે છે. એમ કહીને સુશીલાએ હરિસેનને શાંત કર્યો. આ બધું જઈને દેવસેન અને કેતુસેન તે સ્થિર થઈ ગયા. અહો ! અત્યારે તે કાકા કેવા પવિત્ર બની ગયા છે. આપણે તે યુદ્ધ કરીને રાજ્ય લેવું હતું પણ હવે યુદ્ધ કરવાની વાત જ ન રહી. આ તે રણસંગ્રામને બદલે સ્નેહસંગ્રામ જેવું વાતાવરણ સર્જાઈ ગયું. હરિસેને દેવસેન અને કેતુસેનને પ્રેમથી બોલાવ્યા ને પછી કહ્યું.
હે મારા વહાલા ભત્રીજાઓ! તમે બંને મારા અપરાધની શિક્ષા કરે. આ મારી તલવારથી આ પાપી દેહના સો ટુકડા કરી નાંખે. કદાચ એમ કરતાં તમારી હિંમત