________________
શારદા સિદ્ધિ
૯૦૫ કીતિધર મુનિ દીક્ષા લીધા પછી ઘણાં વર્ષો પહેલવહેલા પિતાના નગરમાં પધાર્યા. એમને આ ખબર નથી કે આ નગરમાં સાધુને પ્રવેશ કરવાની મનાઈ છે, અને તે સમયે દરવાન કેઈકામ પ્રસંગે બહાર ગયેલે એટલે એમને કેઈ પાછા વાળનાર મળ્યું નહિ.
“પ્રથમવાર નગર પ્રવેશમાં આવેલી કેસેટી” – ચાલતા ચાલતા આગળ ગયા ત્યાં સિપાઈઓને ખબર પડી કે નગરમાં સાધુ પેસી ગયા એટલે એમને પકડીને નગરમાંથી કાઢી મૂકવા લાગ્યા. સાધુ કહે છે કે ભાઈ! તમે શા માટે આવું કરો છો? સિપાઈએ કહે છે રાજ્યને હુકમ છે. તમે ચાલ્યા જાઓ. એમ કહી બાવડું પકડીને બહાર કાઢે છે. કેવી કર્મની વિચિત્રતા છે! એક વખતના આ જ નગરના મહારાજા આજે મુનિપણમાં બહાર ધકેલાઈ રહ્યા છે, છતાં કીર્તિધર મુનિના મનમાં સહેજ પણ કષાય ભાવ આવતું નથી. ભગવાનને બતાવેલે ઉત્તમ સંયમ માર્ગ પામીને રાજપાટ, નગર અને કુટુંબ બધું ભૂલાઈ ગયું છે, તેથી એમના મનમાં લેશ પણ રોષ કે ખેદ થતું નથી કે આ તે મારું નગર છે ને મારા જ નગરમાંથી મારો બહિષ્કાર થાય છે!
જ્યાં આ મારું છે એવી મમતા જ કાઢી નાંખી છે પછી શા માટે ખેદ થાય? જ્યાં આપણુ આવવાથી અરૂચી થાય એ સ્થાનેથી પાછા હઠી જવું એવી જિનાજ્ઞા છે. સિપાઈઓને કહે છે ભાઈ! મારા બાવડા પકડવાની જરૂર નથી. હું ચાલ્યો જાઉં છું. . તે પણ સિપાઈએ છોડતા નથી.
ધાવમાતાએ ખુલ્લે કરેલો પડદે” – આ સમયે સુકેશલકુમાર મહેલના ઝરૂખે ઉભે હવે તેણે આ દશ્ય જોયું, એટલે એના મનમાં થયું કે આ સિપાઈઓ આ સાધુને આમ શા માટે કરતા હશે? એને આ વાતની ખબર નથી અને પિતાને એાળખતે નથી, એટલે એને શું ખબર પડે ? આ સમયે એની ધાવમાતા ત્યાં હાજર હતી. એને કુમારે પૂછયું કે આ સિપાઈઓ આ સાધુને આમ શા માટે ધક્કા મારીને કાઢી મૂકે છે? ત્યારે ધાવમાતા કહે છે હું કહું તે ખરી પણ તમે કેઈને કહેતા નહિ. નહિતર માતા મને મારી નાંખશે. ભાઈ! શું વાત કરું ? આ સાધુ તમારા પિતાજી છે. તમે ઘણું નાના હતા ત્યારે દીક્ષા લીધેલી છે. તમારી માતાના મનમાં એ ડર લાગ્યો કે તમારા પિતાજી સાધુ અહીં આવે ને કદાચ તમે વૈરાગ્ય પામીને સાધુ બનીને એમની સાથે ચાલ્યા જાઓ તે? તેથી સાધુ, સંન્યાસી, જેગી કે સંત ન આવે એ પ્રતિબંધ મૂક્યો છે. તમારા પિતાજી મુનિ અચાનક પધાર્યા છે એમને સિપાઈઓ બહાર ધકેલી રહ્યા છે. આ મેં તમને સત્ય વાત કરી પણ મારું નામ ન લેશે. આ વાત સાંભળીને એના અંતરમાં થયું કે અરે, મારી માતા આટલી બધી અધમ! સ્વાર્થીલી કે જેણે પોતાના પતિને પણ નગરમાં આવવાને પ્રતિબંધ કર્યો! આનું કારણ શું? સંસારના તુચ્છ સુખે ભેગવવાની અધમ સ્વાર્થવૃત્તિ જ ને? માતા ભલે પતિભક્તિ ભૂલી પણ મારે મારા પિતાની ભક્તિ કેમ ચૂકાય? મારે હવે સંસારમાં રહેવું નથી, આ સ્વાર્થભરેલા સંસારમાં છે શું? થા, ૧૧૪