Book Title: Sharda Siddhi
Author(s): Shardabai Mahasati
Publisher: Saurashtra Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 957
________________ ૯૦૬ શારદા સિદ્ધિ બંધુઓ ! આ કુમાર પરણેલો છે. પત્ની પતિભક્તા અને પ્રેમાળ છે અને ગર્ભવતી છે. આ બધું છોડીને સંયમ લેવા તૈયાર થઈ ગયા. એના દિલમાં એક જ આઘાત લાગ્યો કે આ સંસાર આ? મહેલવાસી અને મારા પિતાનું એમના જ રાજ્યમાં આવું હડહડતું અપમાન ! ધિક્કાર પડો આવા મહેલવાસને! મને રાજસુખના કીચડમાં ખૂચવીને પિતાની સાથે મહેલમાં બેસાડી રાખવા માટે માતાએ મારા પિતાનું આવું અપમાન કર્યું ને? મારે આવા તુચ્છ સુખ ન જોઈએ. સુકોશલકુમારની ભવ્યતાના જોરે એના આત્માનું ખમીર ઉછળ્યું ને રાજ્યના સુખને તુચ્છ માનીને છોડવા ઉભે થઈ ગયે. માતા કે પત્ની કઈને કહ્યા વગર મહેલમાંથી એકલે ચાલી નીકળ્યો. કીર્તિધર મુનિ પણ નગર બહાર ચાલ્યા ગયા. આ સુકોશલકુમાર પિતાના પિતા મુનિને મળશે ને શું બનશે તે વાત અવસરે વિચારીશું, પણ અહીં સમજવાનું એ છે કે આ સંસાર કે સ્વાર્થમય છે. ચિત્તમુનિ બ્રહ્મદત્તને સમજાવે છે કે આ સંસારમાં કઈ સાર નથી ને આયુષ્ય પણ અસ્થિર છે. પુણ્ય હોય ત્યાં સુધી સૌ સગા છે માટે હજુ પણ સમજવાની તક છે. હજી પણું શું કહેશે તેના ભાવ અવસરે. ન ચરિત્ર - હરિસેન પિતાના મોટાભાઈને મળવા માટે અધીરો બન્યો છે, પણ પ્રધાન 'તેમજ નગરના મુખ્ય મહાજને એને જતા અટકાવ્યો, અને બધા ભેગા થઈને ભીમસેન રાજા પાસે પહોંચી ગયા ને તેમના ચરણમાં પડયા. પિતાના પિતા સમાન ભીમસેન રાજાને ઘણાં વર્ષે પિતાના નગરમાં પધારતા જોઈને એમની આંખમાંથી આંસુની ધાર છૂટી. ભીમસેને સૌને શાંત કર્યા, પછી સૌએ રાજાને ક્ષેમકુશળ પૂછીને કિંમતી નજરાણું ભેટ કર્યા, પછી હરિસેનનું મન રાજકાજમાંથી કેવી રીતે ઉદાસ બની ગયું છે. સુરસુંદરીને અને તેની દાસીને રાજ્યમાંથી કેવી રીતે કાઢી મૂક્યા અને આપને મળવા માટે એમને કેટલે તલસાટ છે ને ભૂલને કેટલે પશ્ચાતાપ છે તે બધી હકીક્ત ભીમસેનને જણાવી. પિતાના ભાઈની આવી દશા થઈ છે એ સાંભળીને ભીમસેનની આંખમાં આંસુ આવી ગયા. સુશીલા તથા દેવસેન અને કેતુસેન પણ રડી પડ્યા. પ્રધાને કહ્યું તમે ઢીલા ન થાઓ. હમણાં જ તેઓ આવ્યા સમજે, એ તે આવવા તૈયાર થયા હતા પણ અમે એમને રોક્યા છે. આમ વાત કરે છે ત્યાં હરિસેનને અશ્વ પૂરવેગે દેડ ત્યાં આવી પહોંચ્યા. જેમ માતાથી છૂટું પડેલું બાળક માતાને જોતા વળગી પડે તેમ હરિસેન અશ્વ ઉપરથી ઉતરીને ભીમસેનને વળગી પડયો. બંને ભાઈઓ એકબીજાને ગળે વળગી પડ્યા ને એકબીજાને નેહ પ્રદર્શિત કર્યો, પછી હરિસેન ભીમસેનના - ચરણમાં પડયો. “ભૂલનું થયેલું ભાન - ભીમસેનના બંને પગ પર પિતાની આંખે મુકીને હરિસેન છૂટે મેંહે રડવા લાગ્યો. એ સમયનું એનું રૂદન પાષાણુ જેવા કઠણ હૃદયના

Loading...

Page Navigation
1 ... 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992