________________
હ૦૦
શારદા સિદ્ધિ જે મોશ જવાની ઉતાવળ છે તે ઘર સંસાર પ્રત્યે નિર્વેદ લાવવું પડશે. વિષ પ્રત્યે વિરાગ કેળવવું પડશે. વિષય પ્રત્યે વિરાગ એ મહાન કલ્યાણ તત્વ છે, તેથી આત્માના અનેક ગુણે પ્રગટ થાય છે ને અનેક દેને દબાવું પડે છે. આજે ક્રોધાદિ કષાયે શા માટે થાય છે? કોઈને કોઈ વિષય માટે ને? પણ જે વિષય અળખામણ લાગે છે. તે પછી એના માટે ગુસ્સે કરી આત્માને કાળો કોણ કરે? જુઓ, દુનિયામાં વૈર-વિધ, ઈર્ષા, રગડા ઝઘડા, એ બધું કઈને કઈ વિષયો પાછળ હોય છે. કેઈ પિતાનાથી વધારે સુખી થાય તે તેના પર ઈર્ષ્યા થાય છે ને ? દોષ, દુર્ગણે કેઈ ને કોઈ વિષયને લીધે સેવાય છે. જો એને ઓછા કરાવવા હોય તે પહેલા વિષય પ્રત્યે વિરાગ ઉભો કરવાની જરૂર છે. જે વિષ પ્રત્યે આંધળો રાગ છે તો પછી હિંસા જૂઠ, અપ્રમાણિકતા વિગેરે દૂર કરવા છે એ વાત ક્યાંથી બનવાની છે? આજે એક બાજુ વિલાસ, મનોરંજન, સહેલ સગવડે, ઉદ્ધત જીવન પદ્ધતિ વિગેરે પૂર જોશથી ખીલવવામાં આવે છે જ્યારે બીજી બાજુ પ્રજાને ન્યાય નીતિ, સત્ય, ઉદારતા, માનવતા વિગેરે ગુણ કેળવવા માટે ભાષણે અપાય છે. આ તે કોના જેવી વાત થઈ? દર્દનું મૂળ નથી જેવાતું ને દઈ કાઢવાની વાત થાય છે. પ્રજામાં આજે બહુ પ્રસરેલ વિષય રાગને ઉન્માદ એ મૂળ રંગ છે, એને પ્રતિકાર કર્યા વિના જૂઠ--અન્યાય-ઈશ્વ વિગેરે રેગ કયાંથી હટવાના હતા? આવા રોગોને દૂર કરવા માટે વીતરાગ ધર્મ અને વિતરાગ વાણી પ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરવાની જરૂર છે. નાના બાળકને કોઈ દર્દ થાય છે ત્યારે તેની માતા દવા પીવડાવવા કેટલા વાના કરે છે? ખૂબ સમજાવવા છતાં જે તે ન પીવે તે તેનું નાક દબાવીને, મોટું પહોળું કરીને પણ દવા રેડી દે છે તેમ જે તમને મોક્ષની વાતમાં મઝા ન આવતી હોય તે તમારા ધર્મગુરૂઓ અનેક પ્રકારે મોક્ષની અકસીર દવા રૂપી ધર્મ છે એની રૂચી કરાવવા મહેનત કરે છે ત્યારે ઘણાં એમ પ્રશ્ન કરે છે કે અમને મેક્ષના સુખ પ્રત્યક્ષ દેખાય તે શ્રધ્ધા થાય. હું તમને પૂછું છું કે ભલે તમને મોક્ષના સુખો પ્રત્યક્ષ દેખાતા નથી પણ તમારા સળગતા સંસારના દુઃખ તે પ્રત્યક્ષ દેખાય છે ને ? સંસાર ચારે તરફથી કે સળગી રહ્યો છે! કયાંય સુખ દેખાય છે? એક પણ વાતે તમે સુખી છો ? તમારા પુણ્યોદયે મળેલું સુખ પણ તમને આજના કાયદા સુખે ભેગવવા દેતા નથી, છતાં સુખ માનીને બેસી ગયા છે. આવા દુઃખથી ભરેલા સંસારના સુખ માટે અમૂલ્ય શક્તિ અને સમય વેડફી રહ્યા છે. એટલી શક્તિ અને સમય જે મોક્ષના સુખ માટે ધર્મમાં વપરાય તે માનવ ભવ સફળ થઈ જાય.
ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩ મું અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં ચિત્તમુનિએ પણ બ્રહ્મદત્ત ચક્રવતિને એ જ વાત સમજાવી કે આ લેક અને પરલોકમાં સુખી થવું હોય અને છેવટે મોક્ષના સુખ પામવા હોય તે ચારિત્ર ધર્મ સ્વીકારવું પડશે. ચારિત્ર વિના ત્રણ કાળમાં આત્માને ઉદધાર થવાનું નથી. કામગ તે સંસારમાં ડૂબાડનાર