________________
૮૯૬
શારદા જિરિ પ્રતિમાસે કરે દાન, જે દશ લાખ ગાયનું,
તેનાથી સંયમી શ્રેષ્ઠ, ભલે ન આપે તે કશું ? સંસારમાં રહેલે માણસ એક મહિને દશ લાખ ગાયનું દાન કરતા હોય અને ત્યાગી સંયમી આત્મા ભલે કંઈ જ ન આપતે હોય તે પણ એનાથી એ વધુ શ્રેષ્ઠ છે, કારણ કે સાધુ તે ક્ષણે ક્ષણે જીવોને અભયદાન આપે છે. સર્વ દાનમાં અભયદાન સૌથી શ્રેષ્ઠ છે. આરંભ સમારંભના ત્યાગી સર્વવિરતિ જૈન મુનિ જે અભયદાન આપી શકે છે તે બીજું કઈ આપી શકતું નથી. એ સંયમ મહા કિંમતી છે. આ શેઠને હવે સંસારને મોહ તે હતે જ નહિ. ચારિત્ર લેવાની તૈયારી હતી પણ હેજ ટકેરની જરૂર હતી, એટલે ગુરૂને ઉપદેશ સાંભળીને દીક્ષા લીધી. સુંદર ચારિત્ર પાળી સમાધિ મરણે કાળધર્મ પામીને ઉચ્ચ દેવલેકમાં ગયા.
ચિત્તમુનિએ પણ બ્રહ્મદત્ત ચક્રવતિને ધર્મનું સ્વરૂપ સમજાયું, એટલે એમના હૈયામાં વાત ઠસી ગઈ અને લાગ્યું કે સાચું સુખ તે ત્યાગમાં છે. એ માર્ગ અપનાવવા જે છે પણ હું અપનાવી શક્યું નથી એ મારી નબળાઈ છે એટલે કહે છે કે હે મુનિરાજ ! હે મારા પરમ ઉપકારી! અત્યાર સુધી તે હું ધર્મ કર્મની વાતે જે સમજતો ન હતો. પૂર્વે ભલેને ચારિત્ર પાળીને આવ્યો છું પણ આ ચક્રવતિના મહાન સુખે મળતાં બધું ભૂલાઈ ગયું હતું પણ મારા મહાન સદ્ભાગ્યે તમે અહીં પધાર્યા ને મને ધર્મનું સ્વરૂપ સુંદર રીતે સમજાવ્યું પણ હું એનું આચરણ કરી શકું તેમ નથી, કારણ કે મારી સ્થિતિ કાદવથી ભરેલા સરોવરમાં ખેંચી ગયેલા હાથી જેવી છે. હાથી સામો કિનારો દેખે છે તેથી એ કિનારે જવા માટે ફાંફાં મારે છે પણ જઈ શકતા નથી તેમ તમારા સમાગમથી મને સમજાયું કે સંસાર છોડવા જેવું છે. આ મનુષ્ય ભવ મળે દુર્લભ છે. મનુષ્ય ભવ પામીને મનુષ્ય જે ઉગ્ર ચારિત્રની આરાધના કરી લે તે એને માટે મુક્તિને કિનારે દૂર નથી, હાથવેંતમાં જ છે પણ મારી એટલી નબળાઈ છે કે હું એને છોડી શક્તા નથી. મારી દશા કાદવમાં ખેંચી ગયેલા હાથી જેવી છે. આ પ્રમાણે બ્રહ્મદત્ત ચક્રવતિએ ચિત્તમુનિને કહ્યું. હવે એના જવાબમાં ચિત્તમુનિ શું કહેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર:-ભીમસેને જંગલમાં રાત વાસે રહીને સવાર પડતા ઉજજૈની તરફ આગેકૂચ કરી. પેલા ચેરેને પણ સાથે લીધા. ભીમસેનને શ્રદ્ધા છે કે યુદ્ધ કરવું જ નહિ પડે. મારો ભાઈ સામેથી આવીને પગમાં પડી જશે. ઘણાં સમયે પોતાની નગરીમાં જવાનું છે ને પિતાના ભાઈનું મિલન થશે એ વિચારે એનું હૈયું આનંદ અનુભવતું હતું. આ તરફ જયાં ભીમસેનના પાપકર્મને ઉદય પૂરો થયો એટલે એની ગયેલી એક પછી એક વસ્તુઓ પણ સામેથી આવીને મળી ગઈ. આ બાજુ હરિસેનને પણ પોતાની ભૂલ સમજાણી. જ્યાં સુધી ભીમસેનન પાપને ઉદય હતું. ત્યાં સુધી હરિસેનને એમ